જાણો શું હતી કર્ણ, ઘટોત્કચ, વિદુર અને સંજયની છેલ્લી ઈચ્છા.

0
919

દાનવીર કર્ણની એક નહિ પણ બે અંતિમ ઈચ્છા હતી, જાણો કર્ણ સહીત ઘટોત્કચ, વિદુર અને સંજયની અંતિમ ઈચ્છાઓ. આ લેખમાં અમે તમને મહાભારતના ચાર મુખ્ય પાત્રોની અંતિમ ઈચ્છાઓ વિષે જણાવીશું. (1) દાનવીર કર્ણ (2) ભીમપુત્ર ઘટોત્કચ (3) વિદુર અને (4) સંજય.

(1) દાનવીર કર્ણની અંતિમ ઈચ્છા : જયારે કર્ણ મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે શ્રીકૃષ્ણ તેમની પાસે તેમના દાનવીર હોવાની પરીક્ષા લેવા માટે આવ્યા. કર્ણએ શ્રીકૃષ્ણને કહ્યું કે તેની પાસે દાન આપવા માટે કાંઈ જ નથી. તેથી શ્રીકૃષ્ણએ તેની પાસે તેનો સોનાનો દાંત માંગી લીધો. કર્ણએ તેની પાસે પડેલો પથ્થર ઉપાડ્યો અને તેનાથી દાંત તોડીનેશ્રી કૃષ્ણને આપી દીધો. કર્ણએ એક વખત ફરી પોતે દાનવીર હોવાનું પ્રમાણ આપ્યું જેનાથી શ્રીકૃષ્ણ ઘણા પ્રભાવિત થયા.

શ્રીકૃષ્ણએ કર્ણને કહ્યું કે, તે કોઈ પણ વરદાન માંગી શકે છે. પછી કર્ણએ શ્રીકૃષ્ણને કહ્યું કે, એક નિર્ધન સુત પુત્ર હોવાને કારણે જ તેની સાથે ઘણું કપટ થયું છે. ત્યારબાદ કર્ણએ બે વરદાન માંગ્યા.

પહેલા વરદાન રૂપે કર્ણએ એ માગ્યું કે, આગલા જન્મમાં શ્રીકૃષ્ણ તેના રાજ્યમાં જન્મ લે અને બીજા વરદાનમાં તેમણે શ્રીકૃષ્ણને કહ્યું કે તેનો અંતિમ સંસ્કાર એવા સ્થાન ઉપર થવો જોઈએ, જ્યાં કોઈ પાપ ન હોય. આખી પૃથ્વી ઉપર એવું કોઈ સ્થાન ન મળ્યું. કર્નાટકમાં કરનાલી નદીના કાંઠા ઉપર એક પડતર જમીન મળી. તે જમીન ઉપર શ્રીકૃષ્ણએ પોતાના હાથની કોણી ટકાવીને શ્રીકૃષ્ણએ કર્ણનો અંતિમ સંસ્કાર તેના હાથ પર કર્યો. આ રીતે દાનવીર કર્ણ મૃત્યુ પછી સાક્ષાત વૈકુંઠ ધામને પ્રાપ્ત થયા.

(2) ભીમપુત્ર ઘટોત્કચની અંતિમ ઈચ્છા : યુદ્ધ ભૂમિમાં શ્રીકૃષ્ણએ ઘટોત્કચને કહ્યું – પુત્ર તું મને ઘણો ગમે છે. યુદ્ધમાં જતા પહેલા તું મારી પાસે કોઈ વરદાન માંગી લે. ઘટોત્કચે કહ્યું, પ્રભુ યુદ્ધમાં મારું મૃત્યુ પણ થઇ શકે છે. હે પ્રભુ જો હું વીરગતિને પ્રાપ્ત થાઉં, તો મારા મરેલા શરીરને ન તો ભૂમિને સમર્પિત કરશો, ન તો જળમાં પ્રવાહિત કરશો, ન તો અગ્નિ દાહ કરવો. મારા આ શરીરનું માંસ, ચામડી, આંખો, હ્રદય વગેરેને વાયુ રૂપમાં પરિવર્તિત કરીને તમારી એક ફૂંકથી આકાશમાં ઉડાડી દેવું. પ્રભુ તમારું એક નામ ઘનશ્યામ છે. મને એ ઘનશ્યામમાં ભેળવી દેજો. અને મારા શરીરના અસ્થીને પૃથ્વી ઉપર સ્થાપિત કરી દેજો. આવનારા સમયમાં મારા આ અસ્થી મહાભારતના યુદ્ધના સાક્ષી બનશે.

(3) વિદુરજીની અંતિમ ઈચ્છા : મહાભારત યુદ્ધ પૂરું થયાના 15 વર્ષ પછી ધ્રુતરાષ્ટ, ગાંધારી, કુંતી, વિદુર, અને સંજયે સન્યાસ લઇ લીધો અને વનમાં કઠોર તપ કરવા લાગ્યા. થોડો સમય પસાર થયા પછી યુધિષ્ઠિર વગેરે પાંચે પાંડવ ધ્રુતરાષ્ટને મળવા આવ્યા. યુધિષ્ઠિર વિદુરજીને મળવા માટે તેમની પાસે ગયા. યુધિષ્ઠિરને જોતા જ વિદુરજીના શરીરની અંદરનો જીવ શરીર છોડીને યુધિષ્ઠિરમાં સમાઈ ગયો. યુધિષ્ઠિરે વિચાર્યું કે આ શું થઇ ગયું? તેમણે મનમાંને મનમાં શ્રીકૃષ્ણને યાદ કર્યા.

શ્રીકૃષ્ણ પ્રગટ થયા અને યુધિષ્ઠિરને કહ્યું – વિદુરજી ધર્મરાજનો અવતાર હતા અને તમે સ્વયં ધર્મરાજ છો, એટલા માટે વિદુરજીનો જીવ તમારામાં સમાઈ ગયો. પરંતુ હવે હું વિદુરજીને આપેલું વરદાન તેમની અંતિમ ઈચ્છા પૂરી કરીશ. યુધિષ્ઠિર બોલ્યા પ્રભુ પહેલા વિદુર કાકાનો અંતિમ સંસ્કાર તમે તમારા હાથથી કરી દો.

શ્રીકૃષ્ણ બોલ્યા તેમની અંતિમ ઈચ્છા હતી કે, મારા મર્યા પછી મારા શબને ન તો સળગવશો, ન તો દાટશો, ન તો જળમાં પધરાવશો. મારા શબને સુદર્શન ચક્રનું પૂર્ણ રૂપ પ્રદાન કરીને ધરા ઉપર સ્થાપિત કરી દેજો. હે યુધિષ્ઠિર, આજે હું તેમની અંતિમ ઈચ્છા પૂરી કરીને વિદુરજીને સુદર્શનનું રૂપ આપીને અહિયાં સ્થાપિત કરીશ. શ્રીકૃષ્ણએ વિદુરને સુદર્શનનું રૂપ આપીને ત્યાં સ્થાપિત કરી દીધા.

(4) સંજયની અંતિમ ઈચ્છા : મહાભારત યુદ્ધ પછી અનેક વર્ષો સુધી સંજય યુધિષ્ઠિરના રાજ્યમાં રહ્યા. ત્યાર પછી ધ્રુતરાષ્ટ, ગાંધારી અને કુંતી સાથે તેમણે પણ સન્યાસ લઇ લીધો હતો. પાછળથી ધ્રુતરાષ્ટનું પણ મૃત્યુ થઇ ગયા પછી તે હિમાલય જતા રહ્યા, જ્યાંથી તે ફરી ક્યારેય પાછા ન ફર્યા. હિમાલય ઉપર સંજયે ભગવાન શ્રીકૃષ્ણનું કઠોર તપ કર્યું. તપથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને સંજયને કહ્યું – હે સંજય તારી તપસ્યાથી હું ઘણો ખુશ છું, આજે જે જોઈએ તે મારી પાસે માંગી લે.

સંજયે શ્રીકૃષ્ણને કહ્યું – પ્રભુ મહાભારત યુદ્ધમાં મેં અધર્મનો સાથ આપ્યો છે. એટલા માટે તમે મને પથ્થર બનાવી દો, અને જ્યાં સુધી તમારો ફરીથી ધરતી ઉપર અવતાર ન થાય, ત્યાં સુધી આ હિમાલય ઉપર પથ્થરના રૂપમાં હું તમારી ભક્તિ કરતો રહું. ભગવાન શ્રીકૃષ્ણએ સંજયને શાલીગ્રામમાં પરિવર્તિત કરીને હિમાલય ઉપર સ્થાપિત કરી દીધા.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.