જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્ણએ પોતાની પાસે આવેલા લોકોને ખાલી હાથે નથી જવા દીધા, વાંચો તેમની દાનવીરતાની સ્ટોરી.
કર્ણ મહાભારતનું એક એવું પાત્ર છે જે સૌને પ્રિય છે. આજના આ લેખમાં અમે કાંઈક એવું જણાવીશું જે કરવાનું સાહસ કર્ણ સિવાય બીજા કોઈનામાં ન હતું.
કર્ણ વધ : મહાભારતમાં જયારે કર્ણના રથનું પૈડુ ધરતીમાં ફસાઈ ગયું. ત્યારે અર્જુન પાસે સારી તક હતી કર્ણનો વધ કરવાની પણ કર્ણએ અર્જુનને રોકી દીધો. કેમ કે તે એ સમયે નિઃસહાય હતો. તે તેના રથનું પૈડુ ધરતી માંથી કાઢવામાં વ્યસ્ત હતો. અર્જુન કર્ણની વાત સાંભળીને અટકી ગયો. ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને પૂછ્યું હે પાર્થ તમે અટકી કેમ ગયા? બાણ ચલાવો.
અર્જુને કહ્યું નિઃસહાય યોદ્ધા ઉપર આક્રમણ કરવું યુદ્ધના નિયમની વિરુદ્ધ છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું. જયારે અભિમન્યુ કોઈ પણ પ્રકારના અ સત્ર-શ સત્ર વગર એકલો જ યુ ધકરી રહ્યો હતો. ત્યારે શું તેમના મગજમાં એક વખત પણ યુ ધનિયમનો વિચાર આવ્યો? સાથે જ ભગવાને કૌરવો દ્વારા દ્રૌપદીનું અપમાન પણ યાદ અપાવ્યું. અર્જુનને એ બધું યાદ કરવાથી ઘણો ગુસ્સો આવ્યો અને તેણે કર્ણ ઉપર બાણ ચલાવી દીધું.
કર્ણની પરીક્ષા :
ત્યાર પછી ભગવાન કૃષ્ણ એ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તેમની પાસે ગયા. અને કહ્યું હે કર્ણ મેં સાંભળ્યું છે કે તમે મહાદાની છો અને દાન આપવાથી ક્યારે પણ પાછા નથી પડતા. હું નિર્ધન બ્રાહ્મણ છું અને તમારી પાસે દાન માગવા આવ્યો છું. તેણે બ્રાહ્મણને કહ્યું કે મારી પાસે તમને આપવા માટે કાંઈ જ નથી. હું મારા મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો છું આવા સમયે હું તમને શું આપી શકું છું. ત્યારે બ્રાહ્મણે કયું કે મેં સાંભળ્યું છે કે તમે કોઈને ખાલી હાથે જવા નથી દેતા.
ત્યારે અચાનક કર્ણને પોતાના સુવર્ણ ના દાંત યાદ આવ્યા. ત્યારે તેમણે એક પત્થરથી પોતાના દાંત તોડીને બ્રાહ્મણને દાનમાં આપી દીધા. બ્રાહ્મણે કહ્યું કે આ દાંત તમારા મોઢા માંથી નીકળ્યા છે. એટલે તે એઠા છે અને પોતાનું એઠુ એક બ્રાહ્મણને આપવું ધર્મની વિરુદ્ધ છે. ત્યારે જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝુમતા તેમણે એક તીર ધરતી તરફ છોડ્યું અને ત્યાંથી ગંગા વહેવા લાગી. તેમણે ગંગાજળથી તે દાંતની શુદ્ધ કરી અને બ્રાહ્મણને દાનમાં આપ્યા.
કર્ણને મળ્યું વરદાન : ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાનું સ્વરૂપ કર્ણને દેખાડ્યું અને પ્રસન્ન થઈને કહ્યું કે તું મૃત્યુના સમયે પણ તારો ધર્મ નથી ભૂલ્યો. તારાથી મોટો દાની ન તો કોઈ થયો છે અને ન તો ક્યારેય પણ કોઈ થશે. ભગવાને કર્ણને વરદાન માગવા માટે કહ્યું. બ્રાહ્મણના રૂપમાં સ્વયં પરમાત્મા હતા અને મૃત્યુ સમયે તેમની પરીક્ષા લઇ રહ્યા હતા. તે જોઈ કર્ણ ચકિત થઇ ગયા. ત્યારે કર્ણએ ભગવાન કૃષ્ણ પાસે પોતાના મૃત્યુના સમયે ત્રણ વરદાન માગ્યા.
પહેલું વરદાન : આવતા જન્મમાં તેમની જાતીના લોકોને ન્યાય મળે. કેમ કે સુત દંપત્તિએ તેમનો ઉછેર કર્યો હતો એટલા માટે તેને શુદ્ર શ્રેણીમાં માનીને તેમની સાથે ઘણી વખત છળ થયું અને તેમનું અપમાન કરવામાં આવ્યું હતું.
બીજું વરદાન હતું કે ભગવાન પોતાના આગલા જન્મમાં કર્ણના રાજ્યમાં જન્મ લે.
ત્રીજું વરદાન હતું કે તેમના અંતિમ સંસ્કાર કોઈ પાપમુક્ત સ્થાન ઉપર થાય. તે સાંભળીને ભગવાન દ્વિધામાં હતા કે ધરતી ઉપર એવું કોઈ સ્થાન નથી જ્યાં પાપ ન થયા હોય. એટલા માટે ભગવાને કર્ણનો અંતિમ સંસ્કાર પોતાના હાથ ઉપર કર્યો અને તે કારણે મૃત્યુ પછી કર્ણને વૈકુઠ ધામ પ્રાપ્ત થયું.
આ માહિતી ધ ડિવાઇનટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.