કર્ણએ કર્યા હતા બે લગ્ન, વાંચો કર્ણ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો.

0
1537

શ્રીકૃષ્ણએ કેમ પોતાના હાથમાં કર્યા હતા કર્ણના અંતિમ સંસ્કાર? વાંચો કર્ણના રોચક તથ્યો.

કર્ણના પિતા સૂર્ય અને માતા કુંતી હતા, પણ આમ તો તેનો ઉછેર એક રથ ચલાવવાવાળાએ કર્યો હતો, એટલા માટે તે સુતપુત્ર કહેવાયા. અને તેના કારણે તેને તે સન્માન ન મળ્યું, જેના તે હકદાર હતા. આ લેખમાં આજે અમે તમને મહારથી કર્ણ સાથે જોડાયેલી રસપ્રદ વાતો જણાવીશું.

કર્ણ દ્રૌપદીને પસંદ કરતા હતા અને તેને પોતાની પત્ની બનાવવા માંગતા હતા. સાથે જ દ્રૌપદી પણ કર્ણથી ઘણી પ્રભાવિત હતી અને તેની તસ્વીર જોતા જ તે નિર્ણય કરી ચુકી હતી કે, તે સ્વયંવરમાં તેના ગળામાં વરમાળા પહેરાવશે. તેમ છતાં પણ તેણે એવું કર્યું નહિ.

દ્રૌપદી અને કર્ણ બંને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ સુતપુત્ર હોવાને કારણે તે લગ્ન ન થઇ શક્યા. પરિસ્થિતિએ તે બંનેના લગ્ન ન થવા દીધા, જેના પરિણામ સ્વરૂપે કર્ણ, પાંડવોથી નફરત કરવા લાગ્યા.

દ્રૌપદીએ કર્ણનો લગ્નનો પ્રસ્તાવ અસ્વીકાર કરી દીધો હતો, કારણ કે તેણીએ પોતાના કુટુંબના સન્માનને બચાવવું હતું. પણ શું તમે જાણો છો? દ્રૌપદીએ લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધા પછી કર્ણએ બે લગ્ન કર્યા હતા. આવો તમને જણાવીએ કે કેવી સ્થિતિમાં કોની સાથે કર્ણએ લગ્ન કર્યા હતા.

કર્ણએ કર્યા હતા બે લગ્ન : કુંતીએ કુંવારી રહીને કર્ણને જન્મ આપ્યો હતો. અને સમાજની ટીકાથી બચવા માટે તેણે કર્ણનો સ્વીકાર ન કર્યો. કર્ણનો ઉછેર એક રથ ચલાવવાવાળાએ કર્યો જેના કારણે કર્ણ સુતપુત્ર કહેવાવા લાગ્યા. કર્ણને દત્તક લેવાવાળા તેના પિતા આધીરથ ઇચ્છતા હતા કે, કર્ણ લગ્ન કરે. પિતાની ઈચ્છા પૂરી કરવા માટે કર્ણએ રુષાલી નામની એક સુતપુત્રી સાથે લગ્ન કર્યા. કર્ણની બીજી પત્નીનું નામ સુપ્રિયા હતું. સુપ્રિયાનું વર્ણન મહાભારતની કથામાં વધુ નથી કરવામાં આવ્યું.

રુષાલી અને સુપ્રિયાથી કર્ણને નવ પુત્ર હતા. વૃશસેન, વૃશકેતુ, ચિત્રસેન, સત્યસેન, સુશેન, શત્રુંજય, દ્વિપાત, પ્રસેન અને બનસેન. કર્ણના તમામ પુત્ર મહાભારતના યુદ્ધમાં સામેલ થયા, જેમાંથી 8 પુત્ર વીરગતિને પ્રાપ્ત થઇ ગયા. પ્રસેનનું મૃત્યુ સાત્યકીના હાથે થયું, શત્રુંજય, વૃશસેન અને દ્વિપાતનું અર્જુનના હાથે, બનસેનનું ભીમના હાથે, ચિત્રસેન, સત્યસેન અને સુશેનનું નકુલ દ્વારા મૃત્યુ થયું હતું.

વૃશકેતુ એકમાત્ર એવા પુત્ર હતા જે જીવતા રહયા. કર્ણના મૃત્યુ પછી તેની પત્ની રુષાલી તેની ચિતામાં સતી થઇ ગઈ હતી. મહાભારતના યુદ્ધ પછી જયારે પાંડવોને એ વાતની ખબર પડી કે, કર્ણ તેમના જ જ્યેષ્ઠ હતા, ત્યારે તેમણે કર્ણના જીવતા પુત્ર વૃશકેતુને ઇદ્ન્રપ્રસ્થની ગાદી સોંપી હતી. અર્જુનના સંરક્ષણમાં વૃશકેતુએ ઘણા યુદ્ધ પણ લડ્યા હતા.

જયારે કર્ણ મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે કૃષ્ણ તેની પાસે તેના દાનવીર હોવાની પરીક્ષા લેવા માટે આવ્યા. કર્ણએ કૃષ્ણને કહ્યું કે, તેની પાસે આપવા માટે કાંઈ પણ નથી. તેથી કૃષ્ણએ તેની પાસે તેનો સોનાનો દાંત માંગી લીધો.

કર્ણએ પોતાની પાસે પડેલો પથ્થર ઉપાડ્યો અને તેણે તેનાથી પોતાનો દાંત તોડીને કૃષ્ણને આપી દીધો. કર્ણએ એક વખત ફરી પોતે દાનવીર હોવાનું પ્રમાણ આપ્યું, જેથી કૃષ્ણ ઘણા પ્રભાવિત થયા. કૃષ્ણએ કર્ણને કહ્યું કે, તે તેમની પાસે કોઈ પણ વરદાન માંગી શકે છે.

કર્ણએ કૃષ્ણને કહ્યું કે, એક નિર્ધન સુતપુત્ર હોવાને કારણે જ તેની સાથે ઘણું કપટ થયું છે. ફરી વખત જયારે કૃષ્ણ ધરતી ઉપર આવે તો તે પછાત વર્ગના લોકોનું જીવન સુધારવા માટે પ્રયત્ન કરે. તે ઉપરાંત કર્ણએ બીજા બે વરદાન માંગ્યા.

બીજા વરદાનના રૂપમાં કર્ણએ માંગ્યું કે, હવે પછીના જન્મમાં કૃષ્ણ તેના રાજ્યમાં જન્મ લે, અને ત્રીજા વરદાનમાં તેણે કૃષ્ણને કહ્યું કે તેમનો અંતિમ સંસ્કાર એવા સ્થાન ઉપર થવો જોઈએ, જ્યાં કોઈ પાપ ન હોય.
આખી ધરતી ઉપર એવું કોઈ સ્થાન ન હોવાને કારણે કૃષ્ણએ કર્ણનો અંતિમ સંસ્કાર પોતાના હાથમાં કર્યો. આ રીતે દાનવીર કર્ણ મૃત્યુ પછી સાક્ષાત વૈકુંઠ ધામને પ્રાપ્ત થયા.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.