મહાભારતમાં સૌથી મોટા દાનવીર તરીકે ઓળખાતા કર્ણને કેવી રીતે મળી આ પદવી. કર્ણ મહાભારતના એક મહત્વનું પાત્ર હતા. તેની પ્રસંશા યુગો યુગોથી કરવામાં આવે છે. તે કુશળ હોવા સાથે સાથે એક ઘણો સારો યોદ્ધા પણ હતો. કર્ણની વાસ્તવિક માં કુંતી અને પિતા સૂર્ય હતા. કુંતીના લગ્ન પહેલા જ કર્ણનો જન્મ થઇ ગયો હતો. એટલા માટે લોક લાજને કારણે તેમણે તેને નદીમાં વહાવી દીધો.
અધિરથે કર્ણને નદીમાં જોયો, તો તે કરુણા કરીને તેને તેની સાથે લઇ ગયો અને તેના પુત્રની જેમ તેનો ઉછેર કર્યો. બાળકના શરીર ઉપર કવચ અને કુંડળ જોયા પછી અધિરથ સમજી ગયો કે આ કોઈ મહાન રાજકુમાર છે, તો તેમણે તેનું નામ વસુષેણ રાખ્યું. વસુષેણ મોટા થયા પછી તેમણે શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરુ કરી દીધું.
કર્ણ સૂર્યનો મોટો ઉપાસક હતો. તે સવારથી સાંજ સુધી ઉપાસનામાં જ વિલીન રહેતા હતા. ઉપાસના વખતે જો કોઈ તેની પાસે કાંઈ માંગે તો તે તેને ક્યારે પણ નિરાશ કરતા ન હતા. તેના જેવો દાનવીર પાંડવો અને કૌરવોમાં કોઈ ન હતો. તે ખાસિયતને કારણે તેને દાનવીર કર્ણના નામથી પણ ઓળખવામાં આવતા હતા. તે ક્યારે પણ કોઈ યાચકને ખાલી હાથે જવા દેતા ન હતા અને તે તેના મૃત્યુનું કારણ પણ બન્યું.
ભગવાન કૃષ્ણએ પણ કર્ણને સૌથી મોટો દાની માન્યો છે. અર્જુને પણ કર્ણની પ્રસંશા પસંદ ન હતી, એ કારણે જ તેણે એક વખત કૃષ્ણને પૂછ્યું કે બધા કર્ણની આટલી પ્રસંશા કેમ કરે છે. કૃષ્ણએ બે પર્વતોને સોનામાં બદલી નાખી અને કહ્યું કે આ સોનાને ગામ વાળામાં વહેચી દો. અર્જુને બઘા ગામ વાળાને બોલાવ્યા અને પર્વત કાપી કાપીને દેવા લાગ્યા થોડા સમય પછી થાકીને બેસી ગયા.
ત્યારે કૃષ્ણએ કર્ણને બોલાવ્યો અને સોનું વહેચવાનું કહ્યું તો કર્ણએ કાંઈ પણ વિચાર કર્યા વગર ગામ વાળાને કહી દીધું કે આ બધું સોનું ગામ વાળાનું છે. અને તેને અંદરો અંદર વહેચી લો. ત્યારે કૃષ્ણને સમજાયું કે કર્ણ દાન કરતા પહેલા પોતાના હિતો વિષે નથી વિચારતો. તે વાતને કારણે તેને સૌથી મોટા દાનવીર કહેવામાં આવે છે.
પોતાની દાનવીરતાનો સાચો પરિચય તેમણે તેના કવચ અને કુંડળ દાન કરતી વખતે આપ્યો. કર્ણ જ્યારે સૂર્યની ઉપાસના કરી થયા હતા ત્યારે ઇન્દ્ર વેશ બદલીને બ્રાહ્મણના રૂપમાં આવ્યા અને કર્ણ પાસે કવચ અને કુંડળની માંગણી કરી.
સૂર્યએ કર્ણને કવચ અને કુંડળ આપવાની ના કહી હતી પણ કર્ણ કોઈને નિરાશ કરતા ન હતા એટલા અંતે તેમણે કવચ અને કુંડળનું દાન કરી દીધું. કર્ણ એ જાણતા હતા કે આ દાન તેમના મૃત્યુનું કારણ બની શકે છે. તેમ છતાં પણ તેમણે પોતાના હીત વિષે વિચાર્યા વગર દાન કરી દીધું, અને એક વખત ફરી તે સાબિત કરી દીધું કે તેનાથી મોટો દાનવીર બીજો કોઈ નથી.
આ માહિતી દસબસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.