શું તમે જાણો છો ભગવાનની આરતી પછી બોલાતા ‘કર્પૂરગૌરં’ મંત્રનો અર્થ? અહીં જાણો તેનો અર્થ.

0
1858

કર્પૂરગૌરં મંત્ર :

કર્પૂરગૌરં કરૂણાવતારં સંસારસારમ્ ભુજગેન્દ્રહારમ

સદાવસન્તં હ્રદયારવિન્દે ભવં ભવાનીસહિતં નમામિ

મંત્રનો અર્થ : આ મંત્ર માં શિવજી ની સ્તુતિ કરવા માં આવે છે. તેનો અર્થ આ પ્રમાણે છે.

કર્પૂરગૌરં

કર્પૂર ની સમાન ગૌર વર્ણ વાળા.

કરૂણાવતારં

સાક્ષાત કરૂણા ના અવતાર.

સંસારસારમ્

જે આખી સૃષ્ટીના સાર છે.

ભુજગેંદ્રહારમ-

જે સાંપને હાર ના રૂપ માં ધારણ કરે છે.

સદા વસંત હ્રદયાવિનદે ભવંભવાની સહિતં નમામિ

જે ભગવાન શિવ, માતા પાર્વતી સહિત મારા હ્રદયમાં કાયમ નિવાસ કરે છે તેમને હું નમન કરું છું.

મંત્ર નો પૂરો અર્થ : જે કર્પૂર જેવા ગૌર વર્ણવાળા છે, કરૂણા ના અવતાર છે, સંસારનો સાર છે અને નાગનો હાર ધારણ કરે છે, તે ભગવાન શિવ, માતા ભવાની સહિત મારા હ્રદયમાં કાયમ નિવાસ કરે, તેમને હું નમન કરું છું.

કોઈ પણ દેવી-દેવતા ની આરતી પછી કર્પૂરગૌરમ્ મંત્ર જ બોલવા માં આવે છે તેની પાછળ કારણ છે કે, ભગવાન શિવની આ સ્તુતિ શિવ-પાર્વતી વિવાહ વખતે વિષ્ણુ ભગવાને ગાઈ હતી.

સામાન્ય રીતે માનવામાં આવે છે કે, ભગવાન શિવ સ્મશાન નિવાસી છે અને તેમનું સ્વરૂપ ખૂબ જ ભયંકર છે, પણ આ સ્તુતિ જણાવે છે કે તેમનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય છે.

શિવ ને સૃષ્ટિના અધિપતિ માનવામાં આવે છે. શિવ ને પશુપતિનાથ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે સંસાર માં જેટલા પણ જીવ છે (મનુષ્ય સહિત) તે બધા ના અધિપતિ.

આ સ્તુતિ ગાવા ની પાછળ કારણ છે કે, સમસ્ત સંસાર ના અધિપતિ શિવ અમારા મન માં શક્તિ સહિત વાસ કરે. આ સ્તુતિ ગાઈ ને પ્રાર્થના કરવા માં આવે છે કે અમારા મનમાં શિવ વાસ કરે અનેમો તના ભય ને દૂર કરે.

હર હર મહાદેવ.

સનાતન ધર્મ કી જ

– સાભાર મુકેશ હિન્દુસ્તાની (ગામ ગાથા ગ્રુપ)