કષ્ટભંજન હનુમાનજીની આરતી “જય કપિ બળવંતા”, બજરંગબલીને રાજી કરવા આ આરતી જરૂર ગાવ.

0
1596

કષ્ટભંજન હનુમાનજીની આરતી : (વિડીયો અંતમાં આપવામાં આવ્યો છે.)

જય જય કપિ બળવંતા (૨)

સુર નર મુનિ જન વંદિત (૨)

પદરજ હનુમંતા,

પ્રભુ જય કપિ બળવંતા,

પ્રૌઢ પ્રતાપ પવન સૂત, ત્રિભુવન જયકારી,

પ્રભુ ત્રિભુવન જયકારી,

અસુર રિપુ મદગંજન (૨)

ભય સંકટ હારી,

પ્રભુ જય કપિ બળવંતા… ૨

ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહિ જંપે,

પ્રભુ પીડત નહિ જંપે,

હનુમંત હાક સુનીને (૨)

થર થર થર કંપે,

પ્રભુ જય કપિ બળવંતા… ૩

રઘુવીર સહાયે ઓળંગ્યો, સાગર અતિ ભારી,

પ્રભુ સાગર અતિ ભારી,

સીતા શોધ લે આયે (૨)

કપિ લંકા જારી,

પ્રભુ જય કપિ બળવંતા… ૪

રામ ચરણ રતિ દાયક, શરણાગત ત્રાતા (૨)

પ્રભુ શરણાગત ત્રાતા,

પ્રેમાનંદ કહે હનુમંત,

વાંછીત ફળ દાતા,

પ્રભુ જય કપિ બળવંતા… ૫

જય કપિ બળવંતા…

પ્રભુ જય કપિ બળવંતા…

જય શ્રી રામ,

જય કષ્ટભંજન દેવ,

જય બજરંગબલી.

વિડીયો :