કાઠિયાવાડ અને કાઠિયાવાડી લોકો માટે બનેલા આ દુહા તમને જરૂર ગમશે.

0
1768

મિત્રો આપણો આ એક ખૂબ જ પ્રસિદ્ધ અને સાંભળેલો દુહો છે. પાલુભાઈ ગઢવીનો કે,

“કાઠિયાવાડમાં કો’ક દિ

અહીં ભુલો પડય ભગવાન,

પણ મારો થાજે મેમાન

તારુ સવર્ગ ભુલાવું શામળા”;

તો શા માટે કાઠિયાવાડમાં બીજે ક્યાંય કેમ નહી? જવાબમા અહીં ગોવિંદભાઈ ચારણના બે ચાર દુહામાં ચર્ચા કરવી છે કે,

1) “સુદામાંને દેતા સંપત્તિ

તને રોકતી રાણીયું તોય,

પણ દિકરો ખાંડીને ખવરાવે

અમારી કાઠિયાવાડી કોય.”

સંગાવતી શગાળસા અને ચેલૈયો આ પ્રસંગ જાણીતો છે.

2) કયારેય કોઇ ભૂત મેમાન ગતી કરાવે એવુ સાંભળવા મળે? તો કે ના! તો અમારા કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ તો,

“ભોજન ઉતારા ભાવથી

અહીં તો ભૂતની ભલકયુ જોય,

પણ મર્દ પટાધર માઁગડો

અમારી કાઠિયાવાડી કોય”

આખી જાનને જમાડી સાહેબ વડની નીચે ઈતિહાસ આજે પણ સાક્ષી છે.

3) ચોર ચોરી કરવા આવે એના સન્માન હોય નહી પરંતુ અમારી કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ ઈ કોણ તો,

” તોળી આપે ત્રણ દાનમાં

અહીં તો ચોરને સન્માન હોય,

પળમાં પાપ બાળીને પીર ભણે

અમારી કાઠિયાવાડી કોય; ”

4) મિત્રો હજી આપણે ગામડાઓમાં ઘણા લોકો ભગવાનને બહુ માને કાંઈ પણ સંપત્તિ મેળવી હોય તો એમ કહે કે ભગવાનની કૃપા અથવા તો ભગવાનની છે પણ કોઈ પત્ની સામે આંગળી ચીંધે તો તરત કહે ઈ મારી છે.

પણ અમારી કાઠિયાવાડમાં તો એવુ પણ બન્યુ કે ઈ પણ ભગવાનની છે,

“જલિયાણ નારી માગવા

જેદી હરીવર આવ્યા હોય,

તેદી હાથ ગ્રહીને દીએ હરખથી

ઈ અમારી કાઠિયાવાડી કોય.”

– અશોક સર, વોટ્સએપ માંથી (અશોકઠોલીયા એજ્યુકેશન)