ઉજ્જડ કેડા ફરી વસે, નિર્ધની મા ધન હોય,
ગયા જોબન ન સાંપડે,
મુવા ન જીવે કોય.
પહાડે પહાડે મણી નહી, ચંદન વન વન ન્હોય,
કોક જ દેશ કસ્તુરીયો,
સતી ઘેર ઘેર ન્હોય.
ધનકું ઊંડા નવ ધરે, રણમેં ખેલે દાવ,
ભાગી ફોજા ભેળવે, તાકું રંગ ચડાવ.
ભલ ઘોડો, વલ વંકડો, હલ બાંધવા હથિ આર,
જાજી ફોજું માં જીકવા, મ ર વુએકજ વાર.
ઘર આંગણીયે રોજ તડકો છાંયડો હોય,
સુખ દુઃખ ના વારા નહી, બચી શકે ના કોય.
પીપળ પાન ખરત, હસતી કુંપળીયા,
અમ વીતી તમ વીતશે, ધીરી બાપુડીયા..
– સાભાર જીતેન્દ્ર ચાવડા (અમર કથાઓ ગ્રુપ)