શું તમને ખબર છે કૌરવો અને પાંડવોમાંથી દરેકના નામ, અહીં જાણો વિસ્તૃત માહિતી.

0
346

5 પાંડવો અને 101 કૌરવો :

જ્યારે કુંતી બાલ્યાવસ્થામાં હતી, તે સમયે તેમને ઋષિ દુર્વાસાની સેવા કરી હતી, સેવાથી પ્રસન્ન થઈને ઋષિ દુર્વાસાએ કુંતીને એક મંત્ર આપ્યો હતો જેનાથી તે કોઈપણ દેવતાનું આહ્વાન કરી તેનાથી તે પુત્ર પ્રાપ્ત કરી શકતી હતી. લગ્ન પહેલા આ મંત્રની શક્તિની પરખ કરવા માટે એક દિવસ કુંતીએ સૂર્યદેવનું આહ્વાન કર્યું જેના ફળસ્વરૂપ કર્ણનો જન્મ થયો.

જ્યારે પાંડુએ ઋષિ દુર્વાસા દ્વારા કુંતીને આપેલ મંત્ર વિશે જાણ્યું તો તેમને કુંતીને ધર્મરાજાનું આહ્વાન કરવા માટે કહ્યું જેના ફળ સ્વરૂપ ધર્મરાજ યુધિષ્ઠિરનો જન્મ થયો. આ પ્રકારે વાયુના અશથી ભીમ અને દેવરાજ ઈન્દ્રના અંશથી અર્જુનનો જન્મ થયો. કુંતીએ આ મંત્ર માદ્રીને બતાવ્યો. ત્યારે માદ્રીએ અશ્વિનકુમારોનું આહ્વાન કર્યું, જેના ફલસ્વરૂપ નકુલ અને સહદેવનો જન્મ થયો

ગાંધારીનો સૌથી મોટો પુત્ર હતો દુર્યોધન. ત્યારબાદ 2- દુઃશાસન, 3- દુસ્સહ, 4- દુશ્શલ, 5- જલસંઘ, 6- સમ, 7- સહ, 8- વિંદ, 9- અનુવિંદ, 10- દુદ્રધર્ષ, 11- સુબાહુ, 12- દુષ્પ્રધર્ષણ, 13- દુર્મુર્ષણ, 14- દુર્મુખ, 15- દુષ્કર્ણ, 16- કર્ણ, 17- વિવિંશતો, 18- વિકર્ણ, 19- શલ, 20- સત્વ, 21- સુલોચન, 22- ચિત્ર, 23- ઉપચિત્ર, 24- ચિત્રાક્ષ, 25- ચારુચિત્ર, 26- શરાસન, 27- દુર્મુદ, 28- ગુર્વિગાહ, 29- વિવિત્સુ, 30- વિકટાનન, 31- ઊર્ણનાભ, 32- સુનાભ, 33- નંદ, 34- ઉપનંદ, 35- ચિત્રબાણ, 36- ચિત્રવર્મા, 37- સુવર્મા, 38- દુર્વિમોચન, 39- આયોબાહુ, 40- મહાબાહુ, 41- ચિત્રાંગ, 42- ચિંત્રકુંડળ, 43- ભીમવેગ, 44-ભીમબળ, 45- બલાકી, 46- બળવદ્રધન, 47- ઉગ્રાયુધ, 48- સુષેણ, 49- કુન્ડધાર, 50- મહોદર,

51- ચિત્રયુધ, 52- નિષંગી, 53- પાશી, 54- વૃંદારક, 55- દૃઢવર્મા, 56- દ્રઢક્ષત્ર, 57- સોમકિર્તી, 58- અનુદર, 59- દૃઢસંઘ, 60- જરાસંઘ, 61- સત્યસંઘ, 62- સદસુવાક, 63- ઉગ્રશ્રવા, 64- ઉગ્રસેન, 65- સેનાની, 66- દુષ્પરાજય, 67- અપરાજિત, 68- કુન્ડશાયી, 69- વિશાલાક્ષ, 70- દુરાધર, 71- દ્ઢહસ્ત, 72- સુહસ્ત, 73- વાતવેગ, 74- સુવર્ચા, 75- આદિત્યકેતુ, 76- બહ્યાશી, 77- નાગદત્ત, 78- અગ્રયાયી, 79- કવચી, 80- ક્રથન, 81- કુન્ડી, 82- ઉગ્ર, 83-ભીમરથ, 84- વીરબાહુ, 85- અલોલુપ, 86- અભય, 87- રોદ્રકર્મા, 88- દૃઢરથાશ્રય, 89- અનાધષ્ય, 90- કુન્ડભેદી, 91- વિરાવી, 92- પ્રમથ, 93- પ્રમાથી, 94- દીર્ધરોમા, 95- દીર્ધબાહુ, 96- મહાબાહુ, 97- વ્યૂઢોરસ્ક, 98- કનકધ્વજ, 99- કુન્ડાશી, અને 100 મો પુત્ર વિરજા.

100 પુત્રો સિવાય ગાંધારીની એક પુત્રી પણ હતી જેનું નામ હતું દુશ્શલા. તેના લગ્ન રાજા જયદ્રથ સાથે થયા હતા. કૌરવો સિવાય ધૃતરાષ્ટ્રનો એક બીજો પુત્ર હતો તેનું નામ યુયુત્સુ હતું. જે સમયે ગાંધારી ગર્ભવતી હતી અને ધૃતરાષ્ટ્રની સેવા કરી શકતી ન હતી. તે સમયે એક કન્યા ધૃતરાષ્ટ્રની સેવા કરી હતી, તેના ગર્ભથી તે વર્ષે જ યુયુસ્તુ નામનો પુત્ર જન્મ્યો હતો.

– વસંત તેરૈયાના બ્લોગ પરથી.