કવિ દાદની રચના ‘ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું’ કોઇના પણ રુવાડા ઊભા કરી દે તેવી છે.

0
2227

નવેમ્બર – 1962, બરફથી ઢાંકેલા હિમાલયની હાજરીમાં ભારતના ઉત્તરી સરહદના સીમાડાને સળ ગી ઉઠયા. ભારત-ચાઇના યુ ધ, ચાઇનીઝ ડ્રેગન ભારતની ગાઉં જમીન ગળતો જાય છે. ટૂંકી દષ્ટ્રીની નેતાગીરીને પ્રતાપે ભારતના જવાનો પાસે ટાંચા હ થી આરો રહ્યા છે. પણ તો ય એ જવાનો હિમાલયના ખોળામાં પોતાના ખોળિયામાંથી ઉના-ઉના ર ક તવહાવી મા ભારતીના સીમાડા સાચવવા ઝઝૂમી રહ્યા છે. ધીમે-ધીમે દેશ જાણી રહ્યો છે, “અરેરે…સરહદે સં ગ્રામ ખેલતાં આપણા બાળુડા પાસે પુરા હ થી આર ય નથી…”

એવે ટાણે હેમુ ગઢવીએ કવિ દાદ પાસે જઇને કહ્યું કે, “મામા, અમે થોડાક કલાકારો સૌરાષ્ટ્ર નાટ્ય અને સંગીત અકેડમી તરફથી સૌરાષ્ટ્રના ગામડે ગામડે કાર્યક્રમ કરીને દેશના જવાનોના લાભાર્થે ટહેલ નાખવા – ફાળો કરવાનાં જવાનાં છીએ… મામા મને એક એવું શોર્યગીત લખી દો કે હું જયા ગાવ ત્યાં સાંભળનારાના રુવાડેરુવાડે આપણા જવાનોની કુરબાનીની કદર જાગે…”

અને ત્યારે દાદની કલમમાંથી જે શબ્દો નીકળ્યા એ આજે ય કોઇના રુવાડા ઊભા કરી દે છે.

આ કલાકારોએ એ સમયે જવાનોના લાભાર્થે ત્રીસ દિવસમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વીસ કાર્યક્રમ કરીને ૬૦ હજાર રોકડા, ૧૧૧ તોલા સોનું અને ૯૫ તોલા રૂપું ભેગું કરી સંરક્ષણ ફંડમાં જમા કરાવેલુ….(આ ૧૯૬૨નાં આંકડા છે જયારે રૂપિયાની સવા કિલો ખાંડ હતી)

અને એ ગીત એટલે…

ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું

ધડ ધીંગાણે જેના માથા મસાણે

એના પાળિયા થઇને પૂજાવું

રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું …. (2)

હોમ હવન કે જગન જાપ થી,

મારે નથી રે ધરાવું,

બેટડે બાપના મોઢાં ન ભાળ્યા એવા

કુમળા હાથે ખોડાવું …. રે..ઘડવૈયા મારે ….

પીળા પિતાંબર, જરકસી જામા એવા,

વાઘામાં નથી વીંટળાવું,

કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા

સિંદૂરે ચોપડાઇ જાવું …. રે…ઘડવૈયા મારે ….

ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે,

નીર ગંગામાં નથી નાવું.

નમતી સાંજે કોઇ નમણી વિજોગણના

ટીપા આંસુડાએ નાવું…….રે….ઘડવૈયા….

બીડ્યા મંદિરીયામાં બેસવું નથી મારે

ખુલ્લા મેદાનમાં જાવું.

શૂરા શહીદોની સંગાથે મારે,

ખાંભીયું થઇને ખોડાવું… રે…ઘડવૈયા……

કપટી જગતના કૂડાકૂડ રાગથી,

ફોગટ નથી રે ફુલાવું.

મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં,

શૂરો પૂરો સરજાવું… રે…ઘડવૈયા……

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે,

ચિતારા નથી રે ચીતરાવું.

રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને

‘દાદ’ ઝાઝુ શું રંગાવું… રે…ઘડવૈયા……

ધડ ધીંગાણે જેના માથા મસાણે

એના પાળિયા થઇને પૂજાવું

રે..ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું …. (2)

– કવિ દાદ