વાંચો કવિ કાગની અદ્વિતીય રચના ‘પૃથ્વી તણો પિંડો કર્યો…’

0
2339

દુલા કાગ –

પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે?

જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે?

આકાશના ઘડનારનાં ઘરને ઘડ્યા કોણે હશે?

અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે?

કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે?

વિણ આંચળે દોહનાર એ ગોપાલ બેઠો ક્યાં હશે?

છેતરે નહીં છેતરાઈ નાં અબજોનો આડતીઓ દીસે

સૌના હિસાબો ચૂકવે એ શેઠીયો કેવો હશે?

જગ ચોર બુટા ભર્યા.. ક્યારે કિનારી છાપ શે?

એને ઘેર બીબા કહો કેટલા હશે?

એ રંગરેજ બેઠો ક્યાં હશે?

કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝે રીહશે?

પવને સુગંધ પ્રસરાવતો એ લાડીલો કેવો લહેરી હશે?

એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતિ અટકી ગઈ……..

– સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)