કવિ મામદના જીવનમાં બનેલા આ એક પ્રસંગે તેમના ખરાબ કર્મો છોડાવ્યા અને મહાન વ્યક્તિ બનાવ્યા.

0
601

અલખના ઓટલે :

અમરેલી જિલ્લાનું નાનકડું એવું નાના લિલિયા ગામ, ત્યાં સંત ફકીર ઓલિયા અશરફમિયાં રહેતા હતા. ખુદાના બંદા-સૂફી-મરમી-રહસ્યવાદી સિદ્ધપુરુષ અશરફમિયાંનો જન્મ વિ.સં.૧૯૧૭ માં સૈયદ જ્ઞાતિમાં ઓલિયા બાપુમિયાંને ત્યાં થયેલો. ઓલિયા અશરફમિયાં ઈસ્લામ ધર્મના ચુસ્ત અનુયાયી હોવા છતાં ભારતીય વેદાન્ત હિન્દુ દર્શનનો અને સાધના પરંપરાઓના જાણકાર હતા.

પોતે સૂફી સાધનામાં રંગાયેલા અલગારી અવધૂત. દેશી ઔષધિના પણ જાણકાર. એને આંગણે આવેલો કોઈપણ દર્દી દવા અને દુવાથી સાજો થઈ જતો. આ જ ગામમાં એક વિધવા મા અને તેનો નાનકડો દીકરો મામદ રહે. પિતા પનુભાઈ જાડેજા ગામના પગી હતા. સંધી મુસ્લિમ કોમ એટલે શિ કારી તરીકેની એમની નામના આખા પંથકમાં.

પિતાના દુનિયા છોડીને ગયા પછી મામદ નાની વયે પગીપણું કરવા લાગ્યો. મામદને બાળપણથી જ બે શોખ એક બન ડુક લઈ દિવસેશિ કાર કરવાનો અને રાત્રે ગામની રાસમંડળીમાં રાસ-ગરબી-કીર્તનો ગાવાનો. સંગીતનો શોખીન. કુદરતે ગળું પણ એવું મીઠું આપેલું કે શ્રાવણ મહિને કાન-ગોપીના વેશમાં ગોપી કે રાધાનો વેશ લઈ મામંદ કાનગોપીની વડછડ ઉપાડે ત્યારે મોરલાના ગેહકાટ થંભી જાય. કોયલ જેવો મધુર કંઠ ને પૂરા ભાવથી એ વિરહ વેદનાનાં- પ્રેમલક્ષણા ભક્તિનાં પદો-કીર્તનો-રાસ ગાય ને ગવરાવે. વૃદ્ધ માતાની સેવા ચાકરી કરે ને ગામમાં કોઈ સાજું-માંદું હોય, તકલીફ હોય તો દોડીને એની સેવા શુશ્રૂષા કરવા માંડે.

ઓલિયા અશરફમિયાં તેની સેવા ભાવના અને ભજનભાવના જોઈને રાજી થયા પણ અંતરમાં કાયમ એક દર્દ શૂળની જેમ ભોં કાતું રહે. ‘આવો દર્દીલો કંઠ ને આવી સેવાભાવી સ્વભાવ ધરાવનારો શિ કારી હોય?’ ક્યારેક સમજાવવાની કોશિશ કરે કે ‘મામદ બેટા, આ ધંધો છોડી દે. બિચારાં નિર્દોષ પશુ-પંખીની હ **ત **યાકરવામાં તને શેનો આનંદ આવે છે? એ અબોલ પ્રાણીઓને બચાવીને એની દુવા લઈ લે…’ પણ મામદ ન માને. પોતાના યુવાન સોબતીઓ સાથે પોતાની અચૂક નિ શાનબાજીની કુશળતા દેખાડવા એ વધુ ને વધુ પશુ-પક્ષીઓનો શિ **કા ર કરતો રહે.

એક દિવસ ગામના પાદરમાં જ એક હરણી નોશિ કાર ર્ક્યો. હરણી સગ ર્ભા હતી. પે ટમાંથી બે બચ્ચાં બહાર નીકળી તરફડે છે. મામદે શિ કારકરેલી હરણીએ છેલ્લી વેળા મામંદ સામે જોયું ને એ જ વખતે ઓલિયા અશરફમિયાંના વેણ નીકળ્યાં : ‘મામદ તારી બુઢ્ઢી મા જરાક બીમાર પડે કે તરત જ મારી પાસે અધીરો થઈને દવા લેવા દોડયો આવે છે પણ જો, આ બે બચ્ચાંની માને તેં મા રીનાખી. હવે આ બચ્ચાંનું કોણ ? ફટ્ છે તારી માતૃભક્તિને…’

લોઢું બરોબર તપેલું હતું ને સદ્ગુરુના શબ્દો રૂપી ઘણનો ઘા થયો. વીજળીના ચમકારે મોતી પરોવાઈ ગયું. મામદ એ જ ક્ષણે બદલાય ગયો. પડખેના પથ્થર ઉપર પછાડી બન ડુકના બે કટકા કરી મામંદ અશરફમિયાંના પગમાં પડી ગયો. પછી તો નવજાત મૃગબાળોને પોતાને ઘેર લાવ્યો ને એની ચાકરી શરૂ કરી.

સંતની કૃપાષ્ટિએ એના અજ્ઞાન અંધારા ટળી ગયાં. મામંદનું સમગ્ર જીવન પલટાઈ ગયું. સદ્ગુરુની કૃપાએ અનહદના ઘરની કૂંચી મળી ગઈ. ગુરુ અશરફમિયાં યોગની, વેદાન્તની, વૈરાગ્યની, સૂફી સાધનાની, ઈસ્લામના સાચા રહસ્યની અને પોતાના સાધના અનુયાયીઓની જે શિખામણ આપે તેને અંતરમાં ઉતારીને ભજનવાણી રૂપે વહેવડાવવાનો પુરુષાર્થ મામંદે આદર્યો. સાધનાને પ્રતાપે શબ્દ સરવાણી વહેવા લાગી અને લગભગ આઠસો-નવસો જેટલાં પદ, ધોળ, કીર્તન, ભજનોનું સર્જન થતું રહ્યું.

મામંદના ગુરુ ઓલિયા અશરફમિયાંએ પોતાની જીવનલીલા સંકેલી લીધી ત્યારે કુટુંબ રિવાજ મુજબ-સૈયદ જ્ઞાતિની પરંપરિત પ્રથા મુજબ અમરેલીના કબ્રસ્તાનમાં એમનો જનાજો લઈ જવા કુટુંબીજનો તૈયાર થયા.

નાના લિલિયા ગામનો લોક્સમુદાય એકત્ર થયો, મામંદની આંખોમાંથી ચોધાર આંસુ પડતાં હતાં તો સાથોસાથ નાના મોટા સૌ ગ્રામજનો પણ અફાટ રુદન કરતા હતા. સૌએ એકી અવાજે ગામના ચોકમાં જ – રામજી મંદિર સામે જ અશરફમિયાં બાપુની કબર થાય એવો હઠાગ્રહ દાખવ્યો. મુસ્લિમ જમાતે ગ્રામજનોનો આવો સ્નેહ અને આદર સાથેની લાગણી જોઈ પોતાની રૂઢિ પડતી મૂક્વાનો વિચાર ર્ક્યો અને ગામના ચોકમાં જ ઓલિયા અશરફમિયાં બાપુને અવલમંઝિલ પહોંચાડયા. આજે પણ નાના લિલિયા ગામના ચોકમાં આવેલી એમની કબર સામે આખા ગામના-તમામ જ્ઞાતિ-જાતિ-ધર્મના માણસો પૂરા આદરથી વંદના-બંદગી કરે છે.

ભક્તકવિ મામંદની રચનાઓ પરંપરિત કાઠિયાવાડી ભજન ઢાળોમાં રચાયેલી છે. પરિભાષા પણ પરંપરાથી ચાલી આવતી લોકભજનિકોની વાણીની જ જળવાતી આવી છે. પૂર્વાવસ્થાનો ભયંકર શિ કારી એવો મામંદ પોતાની રચનામાં શિ કારનું કે યુ ધનું રૂપક પ્રયોજે છે ત્યારે કાવ્યકલાની દૃષ્ટિએ પણ આસ્વાદ્ય બને છે.

મન રૂપી મૃગલાને મા રો, મામદ ક્યે છે, મન રૂપી મૃગલાને મા રો

જીવ મા રીને બીજા જીવને જીવાડો , એમાં તે તોલ શું તમારો?

મામદ ક્યે છે , મન રૂપી મૃગલાને મા રો રે હો જી…

ક્ષત્રી કહે અમે શિ કાર ખેલીએ, આદુનો ધરમ અમારો

શિ કાર કરો તો કાયાવાડીમાં કરજો, છૂટો ફરે છે છિંકારો

મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મા રો રે હો જી…

હું માને તું માં હરણ તરણમાં આતમ ન જાણો ન્યારો

બહાર ગોત્યેથી બૂડી જાશો,નથી ઉગરવાનો આરો..

મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મા રો રે હો જી…

એક મૃગને પાંચ મૃગલી, પચીસ હેરણાં હેરાયો,

ઈ રે દળ પડયું ખેતરમાં, ખરો થિયો છે ભેરાયો

મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મા રો રે હો જી…

તત્ત્વ વિચારનો કરો તમંચો, જ્ઞાનની ગોળિયું ડારો,

બ્રહ્મભાવનો કરો ભડાકો, ઘાયલ થાય ચરનારો ..

મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મા રો રે હો જી…

ઘા યલ મૃગને ઘેરી કરીને, તમે તૈયાર કરો તર વારો,

હક્ક પૂગે ત્યાં હલાલ કરો, નથી બીજાનો ગુજારો ..

મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મા રો રે હો જી…

મૃગ મા રીને પૂરો મંદિરમાં, દુર્લભ મુક્તિ દેનારો

પરમ પદ તે નક્કી પ્રીછાવે, ધ્યાન વિચારનો ઈ ધારો..

મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મા રો રે હો જી…

મામદને ગુરુ મુરશિદ મળ્યા, સાકી સરજનહારો

શિ કાર મા રીને શિ કાર જીવાડયો, ખરો તોલ તોરાયો

મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મા રો રે હો જી…

મામંદને મિયાં અશરફ મળિયા, તારે એમ તરનારો,

સાન કરીને મું ને સમજાવ્યો, તારશે તારણહારો..

મામદ ક્યે છે મન રૂપી મૃગલાને મા રો રે હો જી…

– લક્ષ્મણ ભાઈ પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)