મિત્રો વાર્તા વાંચો શેર કરી ધર્મનો પ્રચાર કરો એ પણ એક ભક્તિ જ છે. પાંચજણા વાંચશે પ્રભુનું નામ લેશે.
મિત્રો ધાર્મિક મંદીર કે જગ્યામાં શાન્તિ સ્વછતાં પવિત્રતા જાળવવી આપણાં સારા સંસ્કાર અને સારાં ગુણ છે. મારોબાઈક પ્રવાસ લેખ લખવાનો હેતુ ધર્મ પ્રચારનો છે. ધાર્મિક મંદિરો સ્થળોની માહીતી જનતા સુધી પહોંચાડવા નો છે કોઈ ભૂલ હોયતો માફ કરશો.
મારા દરેક બાઈક પ્રવાસમાં મારી ધર્મ પત્ની દરેક સુખ દુઃખ મારી સાથેજ હોય છે. મિત્રો આજનો આપડો પ્રવાસ મધ્ય ગુજરાતમાં વડોદરાથી સુરત જતા 40 કિલોમીટર ના અંતરે આવેલ ગામ કાયાવરોહણનો છે. કાયાવરોહણ એક પ્રખિયાત તીર્થસ્થાન છે.
ચારયુગ થી જાણીતું છે. સતયુગ માં ઈચ્છાપૂરી , ત્રેતાયુગમાં માયાપુરી, દ્રાપરયુગમાં મેઘાવતી , કળિયુગમા (કરવણ) કાયાવરોહણ તરીકે જાણીતું છે. હતું. તે હવે કળિયુગમાં કાયાવરોહણ (કરવણ) તરીકે છે.
ભગવાન રામના સમય દરમિયાન, મહાન ઋષિ વિશ્વામિત્રે મેઘાવતીને કાશીની સમાંતરની સ્થિતિમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો જે મુક્તિ પ્રાપ્ત કરવા માટેના સ્થળોના સૌથી પવિત્ર સ્થાન તરિકે પ્રખિયાત છે. અહીં ૠષિ વિશ્વા મિત્રને ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો હતો.
અહીંથી જ ગાયત્રી મંત્ર શરૂ થયો અને બહાર તરફ ફેલાયો. દ્વાપર યુગના નબળા વર્ષોમાં, ભગવાન શ્રીકૃષ્ણના અવતાર દરમિયાન, ભગવાન લકુલિશ અહીં પ્રથમ પ્રગટ થયા હતા. તે સમયથી, આ સ્થાન કાયાવરોહન તરીકે જાણીતું બન્યું, તેનો અર્થ એ છે કે ભગવાન શિવ પોતે અહીં માનવ શરીરમાં ઉતર્યા છે. (કાયા = શરીર, અવરોહન = નીચે ઉતરવું).
આ પવિત્ર સ્થાન, અત્યંત શુભ માનવામાં આવે છે, અહીં મહાન ઋષિ ભૃગુ અને ઋષિ અંગરી દ્વારા કરવામાં આવેલી તપસ્યા માટે પણ જાણીતું હતું. આમ, કાયવરોહન તેની આધ્યાત્મિક સિદ્ધિઓ તેમજ તેની આધ્યાત્મિક શક્તિ સ્થાપિત સ્થળ છે. તે ગાયત્રી મંત્ર, રામ મંત્ર, તેમજ પાંચ અક્ષરમંત્ર, ઓમ નમઃ શિવાયની પ્રાપ્તિ માટેનું સ્થાન છે.
કાયાવરોહન બધા યુગમાં એક મહાન ધાર્મિક કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે. સનાતન ધર્મ (સનાતન સત્ય) અને સનાતન સંસ્કૃતિના અવકાશી પ્રવાહથી તેણે ભારતની ધરતીને અવિરત પણે પવિત્ર કરી છે. તીર્થસ્થળોના સંદર્ભમાં, જે સ્થાન કોઈ વિશેષ સ્થાનની પવિત્રતા અને પ્રતિષ્ઠા વધારે છે. તે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન બુદ્ધ, ભગવાન લકુલિશ, શંકરાચાર્ય, વગેરે જેવા આદરણીય આત્માઓ સાથેનું પવિત્ર જોડાણ છે.
કાયાવરોહણ ની તો એવું મનાતું આવ્યું છે કે તે પ્રાચીન કાળ ના ચારેય યુગ થી અસ્તિત્વ માં છે. ભગવાન શિવ તેમના ૨૮ માં જન્મ લકુલીશ રૂપ દરમિયાન આ સ્થળ ઉપર જોવા મળ્યા હતા. ભગવાન શિવ આ સ્થળ પર થી જ બ્રાહ્મણ બાળક ના રૂપ માં પરિવર્તિત થયા હતા એવું માનવામાં આવે છે.
અહીંથી વિદાય પછીના પરિવહનમાં બાળકના સ્વરૂપ માં ભગવાન શિવ અને તેમનું શરીર અદ્રશ્ય થઈ ગયા હતા. આમ, સ્થળ કાયાવરોહણ તરીકે જાણીતું બન્યું. અને એટલે જ આ સ્થળ નું નામ પડ્યું કાયાવરોહણ એટલે ” કાયા નું પરિવર્તન “. કાયાવરોહણ ને કરણ નામે પણ ઓળખવામાં આવે છે. જ્યાં ભગવાન શિવ એક હાથ માં ચ ર્મપત્ર અને એક હાથ માં બિજોરાં સાથે બિરાજમાન છે. આ મંદિર માં ભગવાન શિવ ની કાળા પથ્થર બનેલી મૂર્તિ છે.
કાયાવરોહણ ના મંદિરમાં એકાંત અને ધ્યાન માટે ભૂગર્ભમાં ધ્યાન ગુફા છે. સવારે ૬ વાગ્યા થી લઇ ને રાત ૯ વાગ્યા સુધી ભગવાન શિવ ની આરાધના કરવામાં આવે છે. ભગવાન નો અભિષેક અને ફૂલ હાર સાથે ભગવાન ની આરતી કરવામાં આવે છે.
એક મહાન યાત્રાધામ : આજે કાયાવરોહણ માં આવેલા આ શિવ મંદિરને એક મહાન યાત્રાધામ નો દરરજો મળ્યો. લોકો દૂર દૂર થી ભગવાન શિવ ના આ રૂપ ના દર્શન માટે આવે છે. શિવરાત્રી ના પાવન દિવસે અહીંયા લોકો ની ભીડ ઉમટે છે. અને આ દિવસે અહીંયા મેળો ભરાતો હોવાથી લોકો મેળા નો પણ ભરપૂર આનાંદ માણે છે. આ બધામાં ત્યાં નું વાતાવરણ મહાદેવ ના ભક્તો ને વધારે શિવમય છે.
આ ઉપરાંત મંદિર ની બહાર આવેલો બગીચો પણ લોકો માટે એક આકર્ષણ નું કેન્દ્ર છે. ભગવાન શિવ ના મુખ સામે બહુરંગીન ફુવારા, અને વિશાળ પાર્કિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિર માં યાત્રાળુઓ માટે તીર્થ પુસ્તકો તથા આધ્યાત્મિક પુસ્તકો ની વ્યવસ્થા, શિલ્પ તેમજ કલાત્મક મૂર્તિઓ, અને જે ભક્તો ધ્યાન કરવા માટે આવે એમના માટે માળા ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
કાયાવરોહણ ના શિવ મંદિર માં થતી વિવિધ પ્રવૃતિઓ કાયાવરોહણ માં શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ નામની સંસ્થા આવેલ છે જેમના દ્વારા વિવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવે છે અને તેઓ મંદિર ની તમામ વહીવટી જવાબદારી ઉઠાવે છે. ઉપરાંત મંદિર માં થતા ઉત્સવો ની જવાબદારી માં પણ તેમનો ફાળો હોય છે. જેમકે….
ભગવાન બ્રહ્મશ્વરના જ્યોતિર્લિંગની પૂજા માટે ની કાયમી વ્યવસ્થા.
લકુલીશ યોગ વિદ્યાલય ખાતે ડિગ્રી કોર્સ સુધી નું અભ્યાસ.
આધ્યાત્મિકતા અને ભક્તિ અંગેના માર્ગદર્શન આપતા સાહિત્ય પ્રકાશિત થાય અને તેનું વિસ્તરણ થાયત્રિમાસિક જર્નલ ‘URAJ’ પણ પ્રકાશિત કરવામાં આવે છે.
આ શિવ મંદિર ની એક ખાસિયત એ પણ છે કે અહીં આવેલા યાત્રાળુઓ ને આવાસ આપવા માટે એક સુંદર મહેમાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં રાત્રે રહેતા યાત્રાળુઓને અન્નપૂર્ણા દ્વારા ખોરાક પ્રદાન કરવામાં આવે છે. ભગવાન શિવ ના આ મંદિર માં એક યોગશાળા પણ આવેલ છે. જેમાં લોકો ને યોગ નું માર્ગ દર્શન આપવા માં આવે છે.
વડોદરા થી નજીક માં આવેલા આ મંદિર માં વડોદરા વાસિયોં પોતાનો ભક્તિમય સમય વિતાવવા માટે ત્યાં આવે છે. શિવજી સમક્ષ બેસી જીવનના દુઃખ દર્દ ક્યાંય દૂર થઇ જાય ખબર પણ ન પડે. એવા આ ભવ્ય મંદિર ની એક વાર મુલાકાત તો લેવી જ જોઈએ અને જ્યાં ભગવાન શિવ સાક્ષાત દર્શન આપે તો એ તક ને કેમ ચૂકાય?
અહીં ભગવાન શિવનું વિશાળ મંદીર છે. સરસ જગ્યા છે. રહેવા જમવાની સગવડો છે. જરુર દર્શન કરવા જાજો.
જય શ્રી ભોલેનાથ, ૐનમઃ શિવાય
મારો બાઈક પ્રવાસ ભાગ -55 પૂર્ણ કરું.
જય માતાજી
લેખક – ભરત શીંગડીયા. “જય માતાજી ”
(સો.પ્રજાપતિ.) 24 /7 /2021