“કયું હશે મારું ઘર?” દરેક સ્ત્રીને સમર્પિત આ રચના તમને જરૂર પસંદ આવશે.

0
372

જન્મતાની સાથે જ,

હાસ્યના કિલકાટથી ભર્યું મેં ઘર.

ને એ થયું પિયરનું ઘર…

કંકુવર્ણે પગલે ચાલી,

હાથ ને જાત ઘસી દીપાવ્યું મેં ઘર.

ને એ થયું સસરાનું ઘર…

ઉમંગ અને અરમાનોથી

બાળકોની કાલીઘેલી બોલીથી ભરી દીધું ઘર.

ત્યાં તો પતિ કહે, વાહ શું સુંદર છે મારું ઘર,

ને એ થયું પતિનું ઘર…

હશે! કદાચ હવે થશે મારું ઘર,

એમ માની મોટા કર્યા સંતાન.

પુત્ર કહે, મમ્મી, તું આવીશ મારે ઘરે?

ને એ થયું પુત્રનું ઘર…

ચારે અવસ્થામાં મેં વસાવ્યા ચાર ઘર ને છતાં…

કયું હશે મારું ઘર?

– લેખક અજ્ઞાત.

(સાભાર નિલેશ ભેંસાણિયા, અમર કથાઓ ગ્રુપ)