જાણો કેદારનાથ મંદિર સાથે જોડાયેલી એવી વાતો જે આજ સુધી તમે જાણી નહિ હોય. દેશના બાર જ્યોર્તિલિંગો માંથી ઉત્તમ કેદારનાથ ધામની અનોખી કથા છે. કહે છે કે કેદારેશ્વર જ્યોર્તિલિંગના પ્રાચીન મંદિર મંદિરનું નિર્માણ પાંડવોએ કરાવ્યું હતું. પુરાણો મુજબ કેદાર મહર્ષિ એટલે કે ભેંસોના પાછળનું અંગ (ભાગ) છે. અહિયાં ભગવાન શિવ ભૂમિમાં સમાઈ ગયા હતા. આવો જાણીએ આ મંદિર વિષે.
‘સ્કંદ પુરાણ’ માં ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે, હે પ્રાણેશ્વરી, આ ક્ષેત્ર એટલું જ પ્રાચીન છે, જેટલું કે હું છું. મેં આ સ્થાન ઉપર સૃષ્ટિની રચના માટે બ્રહ્માના રૂપમાં પરબ્રહ્મત્વ પ્રાપ્ત કર્યું, ત્યારથી આ સ્થાન મારૂ ચીર પરિચિત આવાસ છે. આ કેદારખંડ મારું ચીરનિવાસ હોવાને કારણે ભૂ-સ્વર્ગ સમાન છે. કેદારખંડમાં ઉલ્લેખ છે, ‘अकृत्वा दर्शनम् वैश्वय केदारस्याघनाशिन:, यो गच्छेद् बदरी तस्य यात्रा निष्फलताम् व्रजेत्’ એટલે કે કેદારનાથના દર્શન કર્યા વગર જો કોઈ બદ્રીનાથ ક્ષેત્રની યાત્રા કરે છે, તો તેની યાત્રા વ્યર્થ થઇ જાય છે.
નર અને નારાયણ ઋષિએ કરી હતી તપસ્યા : પુરાણ કથા મુજબ હિમાલયના કેદાર શ્રુંગ ઉપર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરે છે. તેની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર પ્રગટ થયા અને તેમની પ્રાથનાનુસર જ્યોર્તિલિંના રૂપમાં સદા વાસ કરવાનું વરદાન પ્રદાન કર્યું. આ સ્થળ કેદારનાથ પર્વતરાજ હિમાલયના કેદાર નામના શ્રુંગ ઉપર સ્થાપિત છે.
પાંડવોની ભક્તિથી પ્રસન્ન થયા હતા ભગવાન શંકર : પંચકેદારની કથા એવી માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધમાં વિજયી થયા પછી પાંડવ ભાતૃહત્યાના પાપ માંથી મુક્તિ મેળવવા માંગતા હતા. તેના માટે તે ભગવાન શંકરના આશીર્વાદ મેળવવા માંગતા હતા, પરંતુ તે એ લોકોથી રુષ્ટ હતા. એટલા માટે ભગવાન શંકર અંતર્ધ્યાન થઈને કેદારમાં જઈને વસ્યા. પાંડવ તેમનો પીછો કરતા કરતા કેદાર પહોચી જ ગયા. ભગવાન શંકરે ત્યાં સુધી પાડાનું રૂપ ધારણ કરી લીધું અને તે બીજા પશુઓમાં ભળી ગયા.
એટલે ભીમે પોતાનું વિશાળ રૂપ ધારણ કરી બે પહાડો ઉપર ફેલાવી દીધું. બીજા બધા ગાય-બળદ અને પાડા તો નીકળી ગયા, પણ શંકરજી રૂપી પાડો તેમના પગની નીચેથી જવા માટે તૈયાર ન થયા. ભીમ બળપૂર્વક આ પાડા ઉપર ઝપટી પડ્યા, પરંતુ તે પાડો ભૂમિમાં અંતર્ધાન થવા લાગ્યો. ત્યારે ભીમે તેનો ત્રિકોણાત્મક પીઠનો ભાગ પકડી લીધો. ભગવાન શંકર પાંડવોની ભક્તિ, દ્રઢ સંકલ્પ જોઈને પ્રસન્ન થઇ ગયા. તેમણે તરત દર્શન આપીને પાંડવોને પાપ મુક્ત કરી દીધા. તે સમયથી ભગવાન શંકર પાડાની પીઠની આકૃતિ-પીંડના રૂપમાં શ્રી કેદારનાથમાં પૂજાય છે.
કેદારનાથ મંદિરની વાસ્તુકળા : તે ઉત્તરાખંડનું સૌથી વિશાળ શિવ મંદિર છે, જે કટવાં પથ્થરોના વિશાળ શીલાખંડોને જોડીને બનાવવામાં આવ્યું છે. આ શીલાખંડ ભૂરા રંગના છે. મંદિર લગભગ 6 ફૂટ ઊંચા ચબુતરા ઉપર બનેલું છે. તેનો ગર્ભગૃહ અપેક્ષાકૃત પ્રાચીન છે, જેને 80મી શતાબ્દીનું લગભગ માનવામાં આવે છે. મંદિરની છત ચાર વિશાળ પાષાણ સ્તંભો ઉપર ટકેલી છે. કેદારનાથ મંદિર 85 ફૂટ ઊંચુ, 187 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું છે. તેની દીવાલો 12 ફૂટ જાડી છે અને ખુબ જ મજબુત પથ્થરો માંથી બનેલી છે. મંદિરને 6 ફૂટ ઊંચા ચબુતરા ઉપર ઉભી કરવામાં આવી છે.
શ્રાવણ મહિનામાં ઉમટે છે કાંવડીયા : શ્રાવણ મહિનામાં કાંવડીયા કેદારનાથમાં જળ ચડાવવા ઉમટે છે. દેશના બાર જ્યોર્તિલિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોર્તિલિંગ છે. માન્યતા છે કે અહિયાં જળ ચડાવવાથી બધા પાપો માંથી મુક્તિ મળી જાય છે.
છ મહિના સુધી પ્રગટતો રહે છે દીવો : મંદિરના દ્વાર ખુલવાનો સમય : દિવાળી મહાપર્વના બીજા દિવસે (પડવો) શીયાળાની ઋતુમાં મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. 6 મહિના સુધી દીવો પ્રગટતો રહે છે. પુરોહિત સસન્માન પટ બંધ કરી ભગવાનને વિગ્રહ અને દંડીને 6 મહિના સુધી પકડીને નીચે ઉખીમઠમાં લઇ જાય છે.
6 મહિના પછી મે માસમાં કેદારનાથના દ્વાર ખુલે છે ત્યારે ઉત્તરાખંડની યાત્રા શરુ થાય છે. 6 મહિના મંદિર અને તેની આસપાસ કોઈ નથી રહેતું, પરંતુ આશ્ચર્ય કે 6 મહિના સુધી દીવો પણ પ્રગટતો રહે અને સતત પૂજા પણ થતી રહે છે. દ્વાર ખુલ્યા પછી તે પણ આશ્ચર્યનો વિષય છે કે એવી જ સ્વચ્છતા મળે છે જેવી છોડીને ગયા હતા.
ભીષણ હોનારતને સહન કરી ગયું હતું મંદિર : કેદારનાથમાં 2013માં આવેલા પુરે ભારે તારાજી સર્જી હતી અને હજારો લોકો જોત જોતામાં તે પાણીની લહેરોમાં સમાઈ ગયા હતા. પરંતુ મંદિરને કોઈ નુકશાન ન પહોચ્યું. મંદિર તેના સ્થાન ઉપર ઉભું છે.
આવી રીતે પહોચાય :
પ્રવાસી સુવિધા : ગૌરીકુંડ સુધી પ્રવાસ રસ્તા ઉપર રહેવા માટે જીએમવીએન અને ખાનગી વિશ્રામ ગૃહ કેદારનાથ પગપાળા અને કેદારનાથમાં હાલ કામ ચલાઉ ટેન્ટની વ્યવસ્થા.
વિમાન માર્ગ : જૌલીગ્રાંટ વિમાન મથક સુધી વિમાન સેવા ઉપલબ્ધ. ફાટા અને ગુપ્તકશીમાં હેલિકોપ્ટરથી કેદારનાથ જવાની સુવિધા.
રેલ માર્ગ : ઋષિકેશ અને દહેરાદુન સુધી રેલ સુવિધા ઉપલબ્ધ છે.
રોડ માર્ગ : ઋષિકેશથી શ્રીનગર અને રુદ્રપ્રયાગ થઈને 214 કી.મી. મુનકટીયાથી 19 કી.મી. પગપાળા. હોનારત પછી કેદારનાથના રસ્તા ઘણા મુશ્કેલ બની ગયા છે. ગૌરીકુંડથી પગપાળા 23 કી.મી.નું ઊંચું ચડાણ કરીને જ ભક્ત ત્યાં પહોચી શકે છે.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.