દુકાન અથવા ઘરમાં આ જગ્યા પર રાખો વાંસળી, મળશે શુભ પરિણામ, ક્યારેય ઓછું નથી થાય એશ્વર્ય

0
1025

કાનુડાની પ્રિય વાંસળી કરી શકે છે તમારી આટલી બધી સમસ્યાઓ દુર, જાણો તેને ક્યાં રાખવાથી થાય છે લાભ.

કાનુડાના ભક્તો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે કાનુડાને વાંસળી ખૂબ જ પ્રિય હતી. અને વાંસળી તમને કૃષ્ણ-પ્રિય બનવામાં પણ મદદ કરી શકે છે. આ વાંસળી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાંસળી વાંસની બનેલી હોય છે, અને તેનો છોડ દિવ્ય માનવામાં આવે છે, તેથી તેને ઘરમાં રાખવાથી ઘણા ફાયદા થઈ શકે છે. વાંસળી ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. તો ચાલો જાણીએ ઘરમાં વાંસળી રાખવાથી શું ફાયદા થાય છે.

સકારાત્મકતા ફેલાવે : ઘણીવાર લોકો ઘરમાં શાંતિ માટે ઘણી વસ્તુઓ રાખે છે, તેમાંથી એક છે વાંસળી. સકારાત્મકતા માટે ઘરમાં વાંસળી રાખવામાં આવે છે. વાંસળી હંમેશા જોઈ શકાય એવી જગ્યાએ રાખવી જોઈએ. એનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવવાની સાથે પરિવારમાં હંમેશા પરસ્પર પ્રેમ અને ઉલ્લાસની લાગણી હંમેશા જળવાયેલી રહી શકે છે. સાથે જ તમને કામમાં સફળતા પણ મળી શકે છે.

ક્યારેય નહીં થાય ઐશ્વર્યની અછત : વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં લાકડાની વાંસળી હોય છે, ત્યાં શ્રી કૃષ્ણ નિવાસ કરે છે, જેના કારણે ઘરમાં ક્યારેય ધન અને ઐશ્વર્યની અછત નથી આવતી. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા તમારી સાથે રહેશે.

ઓફિસ કે દુકાનમાં રાખો : તમે તમારી ઓફિસ કે દુકાનની છત પર વાંસળી લટકાવો. વાંસળી લટકાવતા પહેલા, તમે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો અને તેમના ચરણોમાં વાંસળી મૂકીને તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો અને પછી તેને છત પર લટકાવો. આ વાસ્તુ ઉપાય તમારા કામમાં આવતા તમામ અવરોધોને દૂર કરીને તમારો માર્ગ મોકળો કરશે.

સ્વસ્થ રહે છે કુટુંબ : વાસ્તુ અનુસાર ઘરમાં વાંસળી રાખવાથી માનસિક તણાવ દૂર થાય છે. વાંસળીને રૂમના દરવાજા ઉપર અથવા પથારીમાં માથાના ભાગ પાસે રાખો તો પરિવારના સભ્યો હંમેશા સ્વસ્થ રહી શકે છે.

આર્થિક સ્થિતિમાં સુધારો : વાસ્તુ અનુસાર જો તમે આર્થિક પ્રગતિને વધારવા માટે પૂજા ઘરના દરવાજા પર વાંસળી લગાવો છો તો તમારા દરેક કામ સફળતાપૂર્વક પૂરા થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

દાંપત્ય જીવન માટે : વાસ્તુ શાસ્ત્ર અનુસાર પતિ-પત્ની વચ્ચેના ક્લેશ દૂર કરવા માટે સૂતી વખતે પથારીમાં માથાના ભાગ પાસે વાંસળી રાખો. તેનાથી સંબંધો સુધરે છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.