આ રાશિઓને અશુભ નહિ પણ શુભ ફળ આપશે કેતુ, તમામ સમસ્યાઓનો થશે અંત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પણ ગ્રહ કે નક્ષત્ર પોતાની ચાલમાં ફેરફાર કરે છે તો તે જાતકોના જીવન પર ઊંડી અસર કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં કેતુને રહસ્યમય ગ્રહ માનવામાં આવે છે અને તેને છાયા ગ્રહ માનવામાં આવે છે. કેતુ કર્મ પ્રધાન અને ધર્મ પ્રધાન ગ્રહ છે જે સારી અને ખરાબ બંને અસર કરે છે. આ વર્ષ 2023માં કેતુ શુક્રની રાશિ તુલાને છોડીને બુધ ગ્રહની રાશિ કન્યામાં પ્રવેશ કરશે. કેતુને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે 18 મહિનો સમય લાગે છે. કેતુના કારણે વ્યક્તિ ચિંતનશીલ વિચારોથી ભરપૂર હોય છે અને તેની પાસે ઊંડા વિશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે.
કેતુ ગોચર 2023 તારીખ અને સમય
જ્યોતિષમાં કેતુની સ્થિતિને સમસત્પક માનવામાં આવે છે. રાહુ અને કેતુ લગભગ દોઢ વર્ષ સુધી એક રાશિમાં રહે છે. કેતુ તુલા રાશિ છોડીને 30 ઓક્ટોબર 2023, સોમવારના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર બપોરે 01:33 વાગ્યે થશે. કેતુના આ ગોચરને કારણે કેટલીક રાશિઓને ફાયદો થશે અને કેટલીક રાશિઓને નુકસાન થશે. ચાલો જાણીએ કે ઓક્ટોબર 2023 માં કેતુના આ ગોચર સાથે કઈ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે.
આ રાશિઓ પર થશે કેતુના ગોચરની અસર
1) વૃષભ : કેતુ વૃષભના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. વૃષભ રાશિના લોકોને આ સમયે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જો તમે સખત મહેનત કરતા રહેશો તો તમને સકારાત્મક પરિણામ મળશે. વૃષભ રાશિના લોકોને નોકરીમાં સારા પરિણામ મળી શકે છે. જૂના રોગમાંથી તમને રાહત મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સાનુકૂળ પરિણામ મળી શકે છે. જૂના અટકેલા તમામ કામો પૂરા થશે. ભાગ્ય તમારો સાથ આપી શકે છે.
2) સિંહ : કેતુ સિંહ રાશિના ત્રીજા ભાવમાં બેઠો રહશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સહકર્મીઓનો સહયોગ તમને આગળ વધવામાં સફળતા અપાવશે. સિંહ રાશિના લોકોની આર્થિક પક્ષ મજબૂત રહેશે. ભાઈ-બહેનોના નિયમિત સહયોગથી તમને આર્થિક લાભ મળી શકે છે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમને પૈતૃક સંપત્તિથી પણ લાભ મળશે.
3) ધનુ : કેતુ ધનુ રાશિના અગિયારમા ભાવમાં બેઠો રહશે. કેતુના આ ગોચરથી ધનુ રાશિના લોકોની તમામ સમસ્યાઓનો અંત આવશે. આ સમયે ધનુ રાશિના લોકોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. સમાજમાં તમારું સન્માન વધશે. આર્થિક લાભ ઘણો થશે. શેર બજાર અને રોકાણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ આ સમયે ફાયદો થશે. વેપારમાં પ્રગતિની શકયતા છે. પારિવારિક જીવનમાં તકરાર થઈ શકે છે.
4) મકર : કેતુ મકર રાશિના દસમા ભાવમાં બેઠો રહશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે. આ સમયે માત્ર તમારી હિંમત જ નહીં વધશે, વેપારમાં પ્રગતિના નવા રસ્તા પણ ખુલશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. લાંબા અંતરની મુસાફરી કરવાનો યોગ બની થયો છે. મિત્રોનો સહયોગ મળશે. પરિવારમાં થોડો મતભેદ થઈ શકે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.