બાળપણમાં જ હનુમાનજીને મળી હતી અપાર શક્તિઓ, જાણો કયા દેવતાએ આપી કઈ શક્તિ? વાલ્મિકી રામાયણ અનુસાર, બાલ્યકાળમાં જયારે હનુમાન સૂર્યદેવને ફળ સમજીને ખાવા દોડ્યા, તો ગભરાઈને ઇન્દ્ર દેવે હનુમાનજી પર વજ્રનો પ્રહાર કર્યો. વજ્રના પ્રહારથી હનુમાનજી બેભાન થઇ ગયા. આ જોઈને વાયુદેવ ખુબ ગુસ્સે થઇ ગયા અને તેમણે સમસ્ત સંસારમાં વાયુનો પ્રવાહ રોકી દીધો. સંસારમાં હાહાકાર મચી ગયો. ત્યારે પરમપિતા બ્રહ્માએ હનુમાનજીને સ્પર્શ કરી પુનઃ ચૈતન્ય આપ્યું. તે સમયે બધા દેવતાઓ હનુમાનજીને વરદાન આપ્યા. આ વરદાનોથી જ હનુમાનજી પરમ શક્તિશાળી બની ગયા.
હનુમાનજીને મળ્યા આટલા વરદાન :-
1. ભગવાન સૂર્ય દેવે હનુમાનજીને પોતાનો તેજનો સોમો ભાગ આપતા જણાવ્યું કે જયારે તેમનામાં શાસ્ત્ર અધ્યયન કરવાની શક્તિ આવી જશે, ત્યારે હું જ તેમને શાસ્ત્રોનું જ્ઞાન આપીશ, જેનાથી તે સારો વક્તા થશે અને શાસ્ત્રજ્ઞાનમાં તેમની બરોબરી કરવા વાળું કોઈ હશે નહિ.
2. ધર્મરાજ યમએ હનુમાનજીને વરદાન આપ્યું કે આ મારી સજાથી અજય અને નિરોગી રહશે.
3. યક્ષરાજ કુબેરે વરદાન આપ્યું કે આ બાળકને યુદ્ધમાં ક્યારેય હતાશા મળશે નહિ અને મારી ગદા સંગ્રામમાં પણ તેમનો વધ કરી શકશે નહિ.
4. ભગવાન શંકરે વરદાન આપ્યું કે તે મારા અને મારા શસ્ત્રો દ્વારા પણ અજય રહશે.
5. દેવશિલ્પી વિશ્વકર્માએ વરદાન આપ્યું કે મારા દ્વારા બનાવેલ જેટલા પણ શસ્ત્ર છે, તેનાથી આ અજય રહશે અને ચિરંજીવી રહશે.
6. દેવરાજ ઇન્દ્રે હનુમાનજીને વરદાન આપ્યું કે આ બાળક આજથી મારા વજ્ર દ્વારા પણ અજય રહશે.
7. જળદેવતા વરુણે વરદાન આપ્યું કે દસ લાખ વર્ષની ઉંમર થઇ જવા છતાં પણ મારા પાશ અને જળથી આ બાળકનું મૃત્યુ થશે નહિ.
8. પરમપિતા બ્રહ્મા હનુમાનજીને વરદાન આપ્યું કે આ બાળક દીર્ધાયુ, મહાત્મા અને બધા પ્રકારના બ્રહદંડોથી અજય રહશે. યુદ્ધમાં કોઈ તેમની સામે જીતી શકશે નહીં. આ ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી શકશે, જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકશે. તેમની ગતિ તેમની ઈચ્છા અનુસાર તીર્વ કે મંદ થઇ જશે.
9. તેના સિવાય ક્યારે હનુમાનજી માતા સીતાને શોધતા અશોક વાટિકા પહુંચ્યા હતા ત્યારે માતા સીતાએ તેમને અમરતાનું વરદાન આપ્યું હતું.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.