ખીરથી પ્રસન્ન થાય આ મંદિરની દેવી, રંગ બદલે છે ઝરણાનું પાણી, જાણો આ અદ્દભુત મંદિર વિષે.

0
362

આ ખીર ભવાની મંદિરમાં માતાને ચડે છે ફક્ત ખીરનો ભોગ, રામાયણ કાળ સાથે છે આ મંદિરનો સંબંધ, જાણો વિસ્તારથી.

ભારતને મંદિરોનો દેશ એમ જ નથી કહેવામાં આવતો. અહિયાં એકથી એક સુંદર મંદિર છે જે શ્રદ્ધાળુઓનું મન મોહી લે છે. સાથે જ ઘણા એવા મંદિરો પણ છે જે ચમત્કારી હોય છે. તેમજ તેની સાથે કોઈને કોઈ રહસ્ય પણ જોડાયેલા હોય છે. હિમાચલના કાંગડામાં આવેલા જ્વાલાજી મંદિરમાં અનાદિ કાળથી દીવાની જ્યોત પ્રગટી રહે છે, તો કર્નાટકના એક મંદિરમાં પીલ્લરમાંથી સંગીત સંભળાય છે. એવું જ એક અદ્દભુત મંદિર કશ્મીરના સુંદર પહાડોમાં આવેલું છે જ્યાં મંદિરની અંદર આવેલા ઝરણાના પાણીનો રંગ બદલાય છે.

માતાને ચડે છે ખીરનો ભોગ : જમ્મુ – કશ્મીરની રાજધાની શ્રીનગરથી 24 કી.મી. ના અંતરે ગાંદરબલ જીલ્લાના તુલ્લા મુલ્લા ગામમાં છે માતા રગન્યા દેવીનું મંદિર જેને ખીર ભવાનીનું મંદિર પણ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે, દેવી માં ને અહિયાં માત્ર ખીરનો જ ભોગ ચડાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, ખીરના ભોગથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોને પણ અહિયાં પ્રસાદના રૂપમાં ખીરનું જ વિતરણ કરવામાં આવે છે.

દર વર્ષે આ મંદિરમાં મે મહિનામાં પુનમના આઠમા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને વાર્ષિક ઉત્સવ અને મેળાનું આયોજન થાય છે, જેને ખીર ભવાની મેળો પણ કહેવામાં આવે છે.

હનુમાનજી માતા ભવાનીને લંકાથી કશ્મીર લાવ્યા હતા : પૌરાણીક માન્યતાઓ મુજબ પહેલા ખીર ભવાની માતાનું મંદિર લંકામાં હતું અને રાવણ દેવીના પરમ ભક્ત હતા. પણ જયારે રાવણ દેવી સીતાનું હરણ કરી તેમને લંકા લઇ ગયા, તો ખીર ભવાની દેવી તેમનાથી એટલી હદે નારાજ થઇ ગયા કે તેમણે લંકા છોડવાનો નિર્ણય લીધો.

જયારે હનુમાનજી સીતા માં ની શોધમાં લંકા આવ્યા તો ખીર ભવાની માતાએ તેમણે કહ્યું કે, તે તેમની મૂર્તિને લંકાને બદલે કોઈ બીજા સ્થાન ઉપર સ્થાપિત કરી દે. ત્યાર પછી હનુમાનજીએ દેવી માં ની મૂર્તિને કશ્મીરના તુલ્લામાં સ્થાપિત કરી દીધી.

મુશ્કેલી આવે ત્યારે રંગ બદલે છે અહીંયાના ઝરણાનું પાણી : આ મંદિરમાં એક ચમત્કારી ઝરણું પણ છે જેના વિષે કહેવામાં આવે છે કે, તે કશ્મીરની ઘટનાઓની ભવિષ્યવાણી કરે છે. કહેવામાં આવે છે કે, જયારે કશ્મીર વિસ્તારમાં કોઈ આફત આવવાની હોય છે તો તે ઝરણાના પાણીનો રંગ બદલાય છે અને કાળું પડી જાય છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.