એક રાજાએ અમર થવા માટે કાળને બનાવ્યો પોતાનો મિત્ર, જાણો પછી તેનું શું થયું.

0
525

ઉપનિષદોમાં એવી ઘણી વાર્તાઓ છે, જેમાં રાજાઓએ તેમની તપસ્યા દ્વારા કાળને જીતવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ બચ્યું નહિ. આવા જ એક રાજાએ પણ કાળને જીતવાનો પ્રયત્ન કર્યો અને તેણે કાળને પોતાનો મિત્ર બનાવી લીધો.

રાજા અને કાળની મિત્રતા થઈ ગઈ. રાજાએ કાળને કહ્યું, ‘તું મારો મિત્ર છે, તો મને મ-રૂ-ત્યુમાંથી મુક્ત કરી શકે છે?’

કાળે કહ્યું, ‘એ શક્ય નથી.’

રાજાએ પૂછ્યું, ‘તો પછી તું મારી શું મદદ કરી શકે છે?’

કાળે કહ્યું, ‘હું તમને સાત વાર અલગ અલગ રીતે જાણ કરીશ. તમે રાજા છો, ખૂબ જ વ્યસ્ત રહો છો, માટે આ સંકેતોનું ધ્યાન રાખજો અને આઠમી વખત હું તમને લેવા આવીશ.’

રાજા આ માટે સંમત થયો.

થોડા સમય પછી, કાળ અચાનક રાજાની સામે દેખાયો. રાજાએ કહ્યું, ‘તું મારો મિત્ર છે અને તે મને વચન આપ્યું હતું કે, તું મને સાત વખત જાણ કરીશ, પણ તે તો કોઈ સૂચના જ આપી નહિ અને તું મને લેવા આવી ગયો.’

કાળે કહ્યું, ‘મેં તમને માહિતી આપી હતી, પરંતુ તમે તમારા રાજકાજમાં ભૂલી ગયા. મેં પહેલો સંકેત તમારા વાળ દ્વારા આપ્યો હતો, જ્યારે તે સફેદ થવાના શરૂ થઈ ગયા હતા. બીજો સંકેત આંખો દ્વારા આપ્યો હતો, જ્યારે તમારી દ્રષ્ટિ નબળી પડી. ત્રીજો સંકેત કાન દ્વારા આપ્યો હતો, જ્યારે તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હતી. ચોથી વખત તમારા દાંત નબળા પડી ગયા. પાંચમી સૂચના તમારા આંતરડા નબળા પડી ગયા. છઠ્ઠી સૂચના ત્યારે આપી જયારે તમારા હાડકા નબળા પડી ગયા. સાતમી સૂચના વખતે તમારી શક્તિઓ ઓછી થઈ ગઈ હતી.

આ બધા મારા સંકેત હતા, પરંતુ તમે આ બાબતો પર ધ્યાન આપ્યું નહીં. આઠમી વખત હું પોતે તમને લેવા આવ્યો છું.’

રાજા સમજી ગયા કે કાળ કોઈને છોડતો નથી, પણ આવી સૂચના ચોક્કસ આપે છે.

બોધ : આપણે આ સ્ટોરીમાં જણાવેલ સાત સંકેતોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. જ્યારે આ સંકેતો મળવા લાગે છે, ત્યારે આપણે આપણા અધૂરા કામ ઝડપથી પૂરા કરવા જોઈએ. મ-રૂ-ત્યુ તો દરેકનું થશે, પરંતુ જ્યારે છેલ્લો સમય નજીક આવી રહ્યો હોય તો આપણે તૈયારી કરી લેવી જોઈએ, જીવનની તૈયારી તો દરેક કરે છે. સમજદાર તે છે જે મ-રૂ-ત્યુ માટે પણ તૈયારી કરે લે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.