મુંબઈ ની પાસે એક સ્થળ છે વસઈ. જયાં પોર્ટુગીઝો દ્વારા બનાવાયેલો કિલ્લો છે. આ કિલ્લા પર પહોંચવા માટે એક બસ સ્ટોપ પર ઉતરવું પડે છે જેનું નામ છે ચિમાજી જંકશન.
કોઈ પણ સ્થળના નામ પાછળ તે જગ્યાનો ઈતિહાસ છુપાયેલો હોય છે. આ વાત થોડી જીજ્ઞાસા પેદા કરે એવી છે કે પોર્ટુગીઝો ના કિલ્લા સાથે આખરે ચિમાજી અપ્પા ને શું લેવાદેવા છે?
ચિમાજી અપ્પા એક બ્રાહ્મણ, અપરાજીત યોધ્ધા બાજીરાવ પેશ્વા ના નાના ભાઈ અને મરાઠા સેનાના સેનાપતિ હતાં. કુતુહલવશ આ કિલ્લાનો ઈતિહાસ ફંફોળીને બહાર કાઢયો અને જે સત્ય બહાર આવ્યું એણે અચંબિત કરી દીધો. અને એ વિચારવા માટે વિવશ થઈ ગયો કે આખરે ચિમાજી અપ્પા જેવા મહાપુરુષ નું નામ ઈતિહાસના પન્નાઓ માંથી કેમ ગાયબ થઈ ગયું છે?
ભારતને ગુલામ બનાવવાનું સપનું સૌથી પહેલા પોર્ટુગીઝોએ જોયું હતું અને અંગ્રેજોની પહેલા તેઓનું ભારતમાં આગમાન થયું હતું.
ઈ.સ. ૧૭૩૮ સુધીમાં તેમણે મુંબઈ અને ગોવા ઉપર કબજો કરી લીધો અને એક અલગ રાષ્ટ્ર ઘોષિત કરી દીધું. એ સમયે મરાઠા સામ્રાજ્ય ખૂબ જ શકિતશાળી થઈ ચૂક્યું હતું. ઠીક એક વર્ષ પહેલાં દીલ્હી અને ભોપાલના રણબંકાઓને ઘૂળ ચટાવીને પેશ્વા બાજીરાવ ની વાપસી થઈ હતી.
બાજીરાવે પોર્ટુગીઝો ને સંદેશો મોકલ્યો કે મુંબઈ અને ગોવા મરાઠા સામ્રાજ્યના અભિન્ન અંગ છે. આથી મુગલો ની જેમ તમે પણ અમારી આધીનતા સ્વીકાર કરો. જયારે પોર્ટુગીઝોએ આ વાત માનવાનો ના પાડી દીધી તો બાજીરાવે પોતાના નાના ભાઈ ચિમાજી અપ્પા ને યુદ્ધ કરવાનો આદેશ આપ્યો.
ચિમાજી અપ્પા એ પહેલાં ગોવા પર હુ મલો કર્યો અને ચર્ચને તહસનહસ કરી નાંખ્યું. પોર્ટુગીઝો ની આર્થિક કમર તોડી નાખી. પછી વસઈ આવ્યા જયાં આજે આ કિલ્લો છે. ચિમાજી અપ્પાએ લગાતાર બે કલાક સુધી ડા રુગોળા ની વર્ષા કરી. આખરે પોર્ટુગીઝો એ સફેદ વાવટો ફરકાવ્યો. ચિમાજી અપ્પાએ શાનથી કિલ્લા પર મરાઠા ધ્વજ લહેરાવ્યો અને સમજુતી કરી કે પોર્ટુગીઝો ફક્ત વ્યાપાર કરશે અને તેમાંથી નફાનો ચોથો હિસ્સો મરાઠા સામ્રાજ્યને કર સ્વરૂપે આપશે.
ચિમાજી અપ્પાએ તેમનાં તમામ હથિ આરો અને ગોળાબા રુદ જપ્ત કરી લીધા અને પોર્ટુગીઝો ની શકિત સમાપ્ત કરી દીધી. તેમનું સપનું આખરે સપનું જ બનીને રહી ગયું.
હિંદુ ધર્મમાં એવા જુજ લોકો છે જેમને શસત્ર ની સાથે શાસ્ત્રનું પણ જ્ઞાન હોય. ચિમાજી અપ્પા આમાંના એક હતા.
વસઈ નો કિલ્લો તો અત્યારે ખંડેર થઈ ચૂક્યો છે. પણ એ બસ સ્ટોપનુ નામ હંમેશા આપણને એ ગૌરવશાળી ઈતિહાસ નું નામ સ્મરણ કરાવતું રહશે કે એક ભારતીય યોધ્ધાએ માતૃભૂમિ ને પરાધીન થતાં જ આઝાદ કરાવી હતી અને ઈતિહાસમાં અમર થઈ ગયા હતા. પણ અફસોસ કે ઈતિહાસના પન્નાઓ માંથી ગાયબ થઈ ગયા હતા.
તસવીરમાં કિલ્લામાં બનેલી ચિમાજી અપ્પાની મૂર્તિની છે. તેઓ આજે પણ વિજયી મુદ્રા માં પોતાના અસ્તિત્વ નું યુદ્ધ લડી રહ્યાં છે. કેમકે રાજનેતાઓ તો વ્યસ્ત છે તેમની રાજનીતિમાં.
– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)