પોતાના જન્મના વાર અને સમય પરથી જાણો કેટલા નસીબવાળા છો તમે, ઘણી સરળ છે રીત.

0
737

આ વારે જન્મેલા લોકો હોય છે તેજસ્વી, ચતુર, સદાચારી, તમારા જન્મના વાર પરથી જાણો તમારા વિષે.

અઠવાડિયાના દરેક દિવસનો સ્વામી એક-એક ગ્રહ હોય છે, અને આ સંબંધિત ગ્રહો તે દિવસે જન્મેલા વ્યક્તિના વ્યક્તિત્વ પર તેમના સ્વભાવની ઊંડી છાપ છોડે છે. અઠવાડિયાના તમામ દિવસો જીવન પર ઊંડી અસર કરે છે. જે દિવસે વ્યક્તિનો જન્મ થયો હતો તે દિવસના પ્રભાવથી વ્યક્તિનું વર્તન અને તેનું ચારિત્ર્ય પણ પ્રભાવિત થાય છે. આજે આપને વાત કરીશું અઠવાડિયાના કયા દિવસે જન્મેલ વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.

સોમવારે જન્મેલા લોકો વાણીમાં મધુર હોય છે : સોમવારે જન્મેલ વ્યક્તિ ચંદ્રના પ્રભાવથી બુદ્ધિશાળી અને શાંત હોય છે. આ લોકો પોતાના મધુર અવાજથી અન્ય લોકોને સરળતાથી મોહિત કરી લે છે. આવા લોકો સ્થિર સ્વભાવના હોય છે અને સુખ અને દુઃખ બંનેમાં સમાન રીતે વર્તે છે.

મંગળવારે જન્મેલા લોકો પરિવારનું નામ રોશન કરે છે : મંગળના પ્રભાવથી મંગળવારના દિવસે જન્મેલા લોકો જટિલ સ્વભાવના , બીજાના કામમાં ભૂલો કાઢવાવાળા, યુદ્ધ પ્રેમી, પરાક્રમી, પોતાની વાત પર તટસ્થ રહેવાવાળા અને પોતાના પરિવારનું નામ રોશન કરવાવાળા હોય છે.

બુધવારે જન્મેલા લોકોને અભ્યાસમાં રસ હોય છે : બુધવારે જન્મેલા લોકો બુધના પ્રભાવથી મીઠી વાતો કરનાર, અભ્યાસમાં રસ ધરાનાર, જાણકાર, લેખક અને ધનવાન હોય છે. તેઓ સરળતાથી અન્ય લોકો પર વિશ્વાસ કરતા નથી.

ગુરુવારે જન્મેલા લોકોને માન-સન્માન મળે છે : ગુરુના પ્રભાવથી આ દિવસે જન્મેલ વ્યક્તિ વિદ્યામાં કુશળ, ધનવાન, જ્ઞાની, સમજદાર અને સારા સલાહકાર હોય છે. આ લોકો બીજાઓને ઉપદેશ આપવામાં હંમેશા આગળ હોય છે. તેમજ તેઓ લોકો પાસેથી માન-સન્માન અને ખ્યાતિ મેળવવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે.

શુક્રવારે જન્મેલા લોકો સ્વભાવે ચંચળ હોય છે : શુક્રવારના દિવસે જન્મેલા લોકો સ્વભાવે ચંચળ, ભૌતિક સુખોમાં લિપ્ત રહેવાવાળા, દલીલબાજીમાં હોંશિયાર, ધનવાન અને શુક્રના પ્રભાવથી કુશાગ્ર બુદ્ધિવાળા હોય છે. આ લોકોને ભગવાનમાં ઓછી શ્રદ્ધા હોય છે.

શનિવારે જન્મેલા લોકો ગંભીર સ્વભાવના હોય છે : શનિવારે જન્મેલા લોકો શનિના પ્રભાવને કારણે કઠોર સ્વભાવના, શકિતશાળી, મહેનતુ, કષ્ટ સહન કરવાની અદભૂત શક્તિ ધરાવતા, ન્યાયી અને ગંભીર સ્વભાવના હોય છે. આ લોકોને સેવાના કારણે પ્રસિદ્ધિ પણ મળે છે.

અદભૂત અને ગુણવાન હોય છે રવિવારે જન્મેલા લોકો : રવિવારના દિવસે જન્મેલ વ્યક્તિ તેજસ્વી, ચતુર, સદાચારી, ઉત્સાહી, દાની હોય છે, પરંતુ સૂર્યના પ્રભાવથી સ્વભાવે થોડા અભિમાની અને પિત્ત પ્રકૃતિના હોય છે. રવિવારના દિવસે જન્મેલા લોકો ખૂબ ગુસ્સામાં હોય છે.

દિવસે જન્મેલા લોકો દેખાવમાં આકર્ષક હોય છે : દિવસે જન્મેલા વ્યક્તિ ધાર્મિક સ્વભાવના હોય છે. તે એક પવિત્ર આત્મા છે જે સામાજિક કાર્યોમાં ભાગ લે છે. તે પોતાના જીવનમાં તમામ પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ મેળવવા ઈચ્છે છે. આવા લોકો મિત્રોમાં ખૂબ જ લોકપ્રિય હોય છે. તેમની માનસિક અને બૌદ્ધિક ક્ષમતાઓ ઉચ્ચ ક્રમની હોય છે અને દેખાવમાં આકર્ષક હોય છે.

રાત્રે જન્મેલા લોકો રોમેન્ટિક સ્વભાવના હોય છે : રાત્રે જન્મેલી વ્યક્તિ ઓછું બોલવાવાળી હોય છે. રાત્રે જન્મેલા લોકો રોમેન્ટિક સ્વભાવના હોય છે. તેઓ વિરોધી લિં-ગ-ત-ર-ફ વધુ રુચિ ધરાવે છે. તેઓ હોંશિયાર અને પોતાની જાતને સમજવામાં પારંગત હોય છે. શારીરિક પીડાને કારણે તેમને બિનજરૂરી રીતે પરેશાન રહેવું પડે છે. વ્યક્તિનું વર્તન ગુપ્ત રીતે પોતાના કામમાં વ્યસ્ત રહેવાનું છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.