“કોડે કોડે એકાદશી કીજીએ રે” – એકદાશી પર આ કીર્તન ગાઈને શ્રી હરિની ભક્તિ કરો.

0
619

કોડે કોડે એકાદશી કીજીએ રે : (વિડીયો અંતમાં મુકવામાં આવ્યો છે)

કોડે કોડે એકાદશી કીજીએ રે,

એવું વ્રત જાવા નવ દીજીએ રે… ટેક

એ વ્રત કરે તે ધન્ય માનવી રે,

તે તો નાહ્યો કોટિક વાર રે… કોડે ૧

જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે,

તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે… કોડે ૨

એનો મહિમા મુનિવર ગાય છે રે,

અવિનાશી મળ્યાનો ઉપાય છે રે… કોડે ૩

બ્રહ્માનંદ કહે એમાં હરિ રહ્યા વસી રે,

કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે… કોડે ૪

વિડીયો :