કોઈ આપે અનન્ના દાન, કોઈ આપે વસ્ત્રના દાન, અમે દીધા છે કન્યાના દાન…. વાંચો ગુજરાતી લોકગીત.

0
439

કોઈ આપે અનન્ના દાન, કોઈ આપે વસ્ત્રના દાન

અમે દીધા છે કન્યાના દાન જતન કરી જાળવજો.

વેવાઈ વેવાઈઓને વીનવે , રાખજો અમારી પુત્રીનું ધ્યાન

જતન કરી જાળવજો.

અમે સોંપ્યું અમારું રતન, જતન કરી જાળવજો.

વેવાઈ છોરું કછોરું જો થાય ક્ષમા એને આપજો

રાખજો તમારી પુત્રી સમાન જતન કરી જાળવજો.

ગીત : વિદાય ગીત

ધીરે રે છેડો… (અવિનાશ વ્યાસ.)

ધીરે રે છેડો રે ઢોલિ ઢોલકા,

એક વેલથી પાન વિંખાઇ રહ્યું,

આ મંગળ ટાણાની મેંદીને પીસતાં પીસતાં મનડું પીસાઈ રહ્યું.

જાઓ રે છૂપાઈ ઓ શરણાઈ, તારા સૂર નથી રે હવે સુણવાં,

હું મોરલીએ ડોલન્તો નાગ નથી, કે નાચ નાચું ને માંડુ ધૂણવાં,

આ મંગલ દિને શાણપણું, મેં તો રાખ્યું તો ય રિસાઈ ગયું

એક વેલથી પાન પીંખાઈ રહ્યું, ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં

જરીએ જડેલ તને અંબર દીકરી, દીધાં મેં ગોતી ગોતી

સોના રે દીધાં ને રૂપા રે દીધાં, માણેક દીધાં ને મોતી, પણ

એક ના દીધું તને આંસુનું મોતી, તને દઉં ના દઉં ત્યાં વેરાઈ ગયું

એક વેલથી પાન પીંખાઈ રહ્યું, ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં.