કોઈ ચમત્કારથી ઓછું નથી ચંપાવતનું હિંગળાજ દેવી મંદિર, દર્શનથી થાય છે દરેક પાપ દૂર.

0
714

જાણો હિંગળાજ દેવી મંદિરનો રોચક ઈતિહાસ, મંદિર નિર્માણ દરમિયાન નીકળ્યા હતા માતાના હીંચકાના અવશેષ. દેવભૂમિ ઉત્તરાખંડના ચમ્પાવત જીલ્લામાં પહાડોની શિખર ઉપર આવેલું હિંગળાજ દેવી મંદિર સૌથી પ્રાચીન અને અનોખા મંદિરો માંથી એક માનવામાં આવે છે. આ મંદિરમાં શ્રદ્ધાળુ દેવી હિંગળાજની માં ભવાનીના રૂપમાં પૂજા અર્ચના કરે છે. આ મંદિરની ભવ્યતા અને પ્રાકૃતિક વાતાવરણ જોવા જેવું છે, જ્યાંથી આખું ચમ્પાવત શહેરના દર્શન કરી શકાય છે.

આ સ્થાનથી માં ભગવતી જુલા જુલતા હતા : માન્યતાઓ મુજબ લગભગ દોઢસો વર્ષ પહેલા હિંગળાજ દેવીનું આ અનોખું મંદિર એક નાના એવા સ્થાન ઉપર હતું, જ્યાં એક ઝુપડી પણ બનેલી હતી. ત્યાર પછી એક ભવ્ય મંદિર અને કુટીરને નાની એવી ધર્મશાળામાં ફેરવી નાખવામાં આવ્યું. અહિયાંના લોકોના માનવા મુજબ હિંગળાજ દેવી મંદિર વિષે એવું માનવામાં આવે છે કે પૌરાણીક કાળમાં આ સ્થાનમાંથી જ માં ભગવતી અખિલ તારણી ટોચ સુધી ઝૂલો (હિંગોલ) ઝુલતા હતા. ત્યાર પછી જ આ પવિત્ર સ્થાનનું નામ હિંગળાજ દેવી પડ્યું.

દર વર્ષે દુનિયાભરના લોકો કરે છે માતાના દર્શન : માં ભવાનીની પૂજામાં લોકો પરંપરાગત રીતે જ પશુ બલી આપે છે, પરંતુ હિંગળાજ દેવીના રૂપમાં અહિયાં રહેલા માં ભવાનીની પૂજામાં પશુઓની બલી ઉપર પ્રતિબંધ છે. આજે આ મંદિર દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ શ્રદ્ધાળુઓ વચ્ચે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. અહિયાં દર વર્ષે લાખોની સંખ્યામાં માં ના ભક્ત ઋષિ સિદ્ધી સાથે જ તેના દાંપત્ય જીવનની મનોકામના લઈને દેવીના ચરણોમાં હાજરી આપવા આવે છે, જેને માં પૂરી પણ કરે છે.

મંદિરની ભવ્યતાની વાત કરીએ તો આ મંદિરની શીલામાં દરવાજા આકાર એક ભવ્ય પરંતુ પ્રાચીન આકૃતિ બનેલી જોવા મળે છે, જેને લઈને અહિયાંના લોકોનું માનવું છે કે આ મોટી શીલા પાછળ ખજાનો છુપાયેલો છે. જેની ચાવી માં હિંગળાજ દેવી પાસે છે.

દર્શનથી થાય છે પાપોનો અંત : મંદિર આવવા વાળા લોકોના માનવા મુજબ આ દેવી પીઠના દર્શન અને આરાધના કરવાથી આ જન્મમાં કરવામાં આવેલા તમામ પાપોનો અંત થાય છે, જેથી તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ કારણ છે કે આજે હિંગળાજ સિદ્ધીને પ્રદાયક દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.

હિંગળાજ દેવી મંદિરનો રોચક ઈતિહાસ : મુખ્ય શક્તિ સ્થળમાં રહેલું હિંગળાજ દેવી મંદિરની અલગ જ પૌરાણીક માન્યતા છે. આ મંદિરની જવાબદારી પુજારી ચંદ્ર વંશીય રાજાના કુળપુરોહિત પર્વત ગામના પાંડેય લોકો પાસે છે, જે સાતમી સદી પૂર્વે ચંદ્ર રાજા સાથે આ સ્થાન ઉપર અહિયાં આવ્યા હતા અને તેમણે વ્યાસ ગુરુના રૂપમાં રાજા દ્વારા આ સ્થાન ઉપર માન્યતા આપવામાં આવી હતી. કહેવામાં આવે છે કે આ સમયે એક દિવસ મંદિરના પુજારીને માં હિંગળાજ દેવીએ સપનામાં દર્શન આપીને જીલ્લાના પહાડની સૌથી ઉચી ટોચ ઉપર એક મંદિરનું નિર્માણ કાર્ય માટે ખોદકામ કરાવ્યું તો ત્યાંથી દેવી શક્તિસ્થળ અને તેના ઝૂલાના પ્રાચીન અવશેષ મળ્યા.

મંદિર નિર્માણ દરમિયાન જમીન માંથી નીકળેલા માતાના જુલાના અવશેષ : દેવીનો શક્તિસ્થળ અને ઝૂલાના અવશેષ મળ્યા પછી પુજારી અને ત્યાંના રાજાએ તે સ્થાન ઉપર એક ભવ્ય મંદિરની સ્થાપના કરી, વ્યાસ ગુરુના ભાઈને પુજારી તરીકે નિયુક્ત કર્યા. ત્યારથી આ પવિત્ર સ્થાનને એક શક્તિસ્થળના રૂપમાં પૂજવા લાગ્યા.

ઘણા લોકોનું માનવું તો એ પણ છે કે આ મંદિરનો ઈતિહાસ મહાભારત કાળથી પણ જુનો છે. ચમ્પાવત જીલ્લામાં હિંગળાજ દેવી મંદિર માટે આવતા શ્રદ્ધાળુ અહિયાંના વાલેશ્વર મંદિર, ક્રાંતેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર મહાદેવ મંદિર, આદિત્ય મંદિર, માનેશ્વર મંદિર, નાગનાથ મંદિર વગેરે મંદિરોના પણ દર્શન કરે છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.