કોકિલાવન : અહીં કોયલ બની શનિદેવને દર્શન આપ્યા હતા શ્રીકૃષ્ણએ

0
450

જાણો કેમ ભગવાન શ્રીકૃષ્ણએ શનિદેવ માટે લીધું હતું કોયલનું રૂપ. દિલ્હીથી 128 કી.મી.ના અંતરે અને મથુરાથી 60 કી.મી.ના અંતરે આવેલા કોસી કલા સ્થાન ઉપર સૂર્યપુત્ર ભગવાન શનીદેવજીનું એક અતિ પ્રાચીન મંદિર સ્થાપિત છે. તેની આસપાસ જ નંદગાંવ, બરસાના અને શ્રી બાંકે બિહારી મંદિર આવેલું છે. કોકિલાવન ધનનું આ સુંદર પરિસર લગભગ 20 એકરમાં ફેલાયેલું છે. તેમાં શ્રી શનીદેવ મંદિર, શ્રી દેવ બિહારી મંદિર, શ્રી ગોકુલેશ્વર મહાદેવ મંદિર, શ્રી ગીરીરાજ મંદિર, શ્રી બાબા બનખંડી મંદિર મુખ્ય છે. અહિયાં બે પ્રાચીન સરોવર અને ગૌશાળા પણ છે.

કહેવામાં આવે છે કે જે અહિયાં આવીને શની મહારાજના દર્શન કરે છે તેને શનીની દશા, સાડાસાતીમાં શની મહારાજે કરતા. દર શનિવારે અહિયાં આવનારા શ્રદ્ધાળુ શની ભગવાનની ૩ કી.મી. પરિક્રમા કરે છે. શનીશ્ચરી અમાસના રોજ અહિયાં વિશાળ મેળાનું આયોજન થાય છે. શની મહારાજ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત માનવામાં આવે છે.

એવી માન્યતા છે કે કૃષ્ણના દર્શન માટે શની મહારાજે કઠોર તપસ્યા કરી. શનીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ તે વનમાં કોયલના રૂપમાં શની મહારાજને દર્શન આપ્યા. એટલા માટે આ સ્થળ આજે પણ કોકોલાવનના નામથી ઓળખવામાં આવે છે. આવો શ્રીકૃષ્ણ અને શનિદેવના પ્રસંગને વિસ્તારથી જાણીએ.

માતા યશોદાએ ન કરવા દીધા શનીને કૃષ્ણ દર્શન : જયારે શ્રી કૃષ્ણએ જન્મ લીધો તો બધા દેવી દેવતા દર્શન કરવા નંદગાંવ પધાર્યા. કૃષ્ણભક્ત શનિદેવ પણ દેવતાઓ સાથે શ્રીકૃષ્ણના દર્શન કરવા નંદગાંવ પહોચ્યા. પરંતુ માં યશોદાએ તેને નંદલાલના દર્શન કરવાની મનાઈ કરી દીધી કેમ કે માં યશોદાને ડર હતો કે શની દેવની વક્ર દ્રષ્ટિ ક્યાંક કાના ઉપર ન પડી જાય.

પરંતુ શનિદેવને એ ન ગમ્યું અને તે નિરાશ થઈને નંદગાંવ પાસે જંગલમાં આવીને તપસ્યા કરવા લાગ્યા. શનિદેનું માનવું હતું કે પૂર્ણપરમેશ્વર શ્રીકૃષ્ણએ જ તો તેને ન્યાયધીશ બનાવીને પાપીઓને દંડીત કરવાનું કામ સોપ્યું છે. અને સજ્જનો, સંત-પુરુષો, ભગવત ભક્તોનું શનિદેવ હંમેશા કલ્યાણ કરે છે.

શ્રી કૃષ્ણએ કોયલ બનીને આપ્યા શનિદેવને દર્શન : ભગવાન શ્રી કૃષ્ણ શની દેવની તપસ્યાથી પ્રસન્ન થઇ ગયા અને શનીદેવ સામે કોયલના રૂપમાં પ્રગટ થઇને કહ્યું – હે શનીદેવ તમે નિઃસંદેહ તમારા કર્તવ્ય પ્રત્યે સમર્પિત છો અને તમારા કારણે જ પાપીઓ, અત્યાચારીઓ, કુકર્મીઓનું દમન થાય છે અને પરોક્ષ રીતે કર્મ-પરાયણ, સજ્જનો, સંત-પુરુષો, ભગવત ભક્તોનું કલ્યાણ થાય છે, તમે ધર્મ પરાયણ પ્રાણીઓ માટે જ તો કુકર્મીઓને દમન કરીને તેને પણ કર્તવ્ય પરાયણ બનાવો છો, તમારું હ્રદય પિતા જેવું તમામ કર્તવ્યનિષ્ઠ પ્રાણીઓ માટે દ્રવિત રહે છે અને તેમના રક્ષણ માટે તમે એક સજાગ અને બળવાન પિતાની જેમ હંમેશા તમારા અનિષ્ઠ સ્વરૂપે દુષ્ટોને દંડ આપતા રહો છો.

હે શનીદેવ. હું તમારી સામે એક ભેદ ખોલવા માગું છું, કે આ વૃજ ક્ષેત્ર મને પરમ પ્રિય છે અને હું આ પવિત્ર ભૂમિને હંમેશા તમારા જેવા સશક્ત-રક્ષક અને પાપીઓને દંડ આપવામાં સક્ષમ કર્તવ્ય પરાયણ શની દેવની ક્ષત્ર છાંયામાં રાખવા માગું છુ, એટલા માટે શનિદેવ તમે મારી આ ઈચ્છાનું સન્માન કરીને આ સ્થાન ઉપર હંમેશા નિવાસ કરો, કેમ કે હું અહિયાં કોયલના રૂપમાં મળ્યો છું એટલા માટે આજથી આ પવિત્ર સ્થાન ‘કોકિલાવન’ ના નામથી પ્રસિદ્ધ થશે.

અહિયાં કોયલના મધુર સ્વર હંમેશા ગુંજતા રહેશે, તમે મારા આ વ્રજ પ્રદેશમાં આવનારા તમામ પ્રાણીઓ ઉપર નમ્ર રહો સાથે જ કોકિલાવન-ધામમાં આવનારા તમામ સાથે સાથે મારી પણ કૃપાના પાત્ર બનશો.

મંદિરનો ઈતિહાસ : ગરુડ પુરાણમાં અને નારદ પુરણમાં કોકિલા બિહારીજીનો ઉલ્લેખ આવે છે. તો શની મહારાજનું પણ કોકિલાવનમાં બીરાજવું ભગવાન શ્રીકૃષ્ણના સમયથી જ માનવામાં આવે છે. વચ્ચે થોડા સમય માટે મંદિર જીર્ણ શીર્ણ થઇ ગયું હતું, લગભગ સાડા ત્રણ સો વર્ષ પૂર્વે રાજસ્થાનમાં ભરતપુર મહારાજ થયા હતા તેમણે ભગવાનની પ્રેરણાથી આ કોકિલાવનમાં જીર્ણ શીર્ણ થયેલા મંદિરમાં રાજ્યના નાણા માંથી જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યારથી લઈને આજ સુધી મંદિરનો વિકાસ થતો રહ્યો છે.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.