કોણ આંખો ખુલ્લી રાખીને ઊંઘે છે, જન્મ લેવા પર કોણ હલન-ચલન કરતું નથી? યક્ષે યુધિષ્ઠિરને..

0
702

પૃથ્વી કરતા પણ ભારે શું છે? આકાશથી પણ ઊંચું કોણ છે? યુધિષ્ઠિરે યક્ષના આ સવાલોના આપ્યા આવા જવાબ. કૌરવો સામે જુગારમાં હારી ગયા પછી પાંડવોએ વનવાસમાં જવું પડ્યું. એક દિવસ પાંડવ વનમાં ફરતા ફરતા થાકી ગયા અને તેમને તરસ લાગી. ત્યારે યુધિષ્ઠિરે નકુલને પાણી લેવા મોકલ્યો. નકુલે તરત જ એક તળાવ શોધી લીધું. નકુલ પણ તરસના કારણે બેહાલ હતો. એટલા માટે તળાવ પાસે પહોંચતા જ તે પાણી પીવા લાગ્યો.

ત્યારે ત્યાં એક આકાશવાણી થઇ કે પાણી પીતા પહેલા તારે મારા પ્રશ્નોના જવાબ આપવા પડશે. નકુલે તે અવાજ તરફ ધ્યાન ન આપ્યું અને પાણી પી ગયો. પાણી પીધા પછી તરત જ નકુલ ત્યાં પડી ગયો અને તેનું મૃત્યુ થઇ ગયું. એવા જ હાલ સહદેવ, ભીમ અને અર્જુનના પણ થયા.

છેલ્લે જયારે યુધીષ્ઠીર તે તળાવે આવ્યા, તો પોતાના ભાઈઓને મૃત અવસ્થામાં જોઇને તેમને ઘણું દુઃખ થયું. તે રહસ્ય જાણવા માટે યુધીષ્ઠીર જેવા તળાવ પાસે ગયા કે, તેમને પણ તે આકાશવાણી સંભળાઈ. યુધિષ્ઠિરે પૂછ્યું તો આકાશવાણીએ કહ્યું કે, આ તળાવના પાણી ઉપર મારો એટલે કે યક્ષનો અધિકાર છે. અહિયાંથી પાણી લેતા પહેલા મારા પ્રશ્નોના જવાબ આપવા પડશે.

યુધિષ્ઠિરે યક્ષના તમામ પ્રશ્નોના સાચા જવાબ આપી દીધા. તેનાથી યક્ષ પ્રસન્ન થયા અને તેણે ચારેય મૃત પાંડવોને પણ પુનઃ જીવિત કરી દીધા. હકીકતમાં તે યક્ષ ન હતા પણ સ્વયં યમરાજ હતા. જે યુધીષ્ઠીરની પરીક્ષા લઇ રહ્યા હતા. જાણો યક્ષના રૂપમાં યમરાજે ક્યા પ્રશ્ન પૂછ્યા અને યુધિષ્ઠિરે તેના શું જવાબ આપ્યા.

યક્ષ – પૃથ્વીથી ભારે શું છે? આકાશથી પણ ઊંચું શું છે? વાયુથી પણ તેજ ચાલવા વાળું શું છે? તણખલાથી પણ વધુ સંખ્યામાં શું છે?

યુધીષ્ઠીર – પૃથ્વીથી ભારે એટલે ઉત્તમ છે માં. આકાશથી ઊંચા છે પિતા. મન વાયુથી તેજ ચાલે છે અને ચિંતાની સંખ્યા તણખલાથી પણ વધુ છે.

યક્ષ – કોણ આંખો ખુલ્લી રાખીને ઊંઘે છે? જન્મ લેવા પર કોણ હલન-ચલન કરતું નથી? હ્રદય કોનામાં નથી? વેગથી કોણ આગળ વધે છે?

યુધીષ્ઠીર – માછલી સુઈ ગયા પછી પણ પાંપણ બંધ નથી કરતી એટલે કે આંખો ભુલ્લી રાખીને ઊંઘે છે. ઈંડા ઉત્પન થયા પછી પણ હલન-ચલણ નથી કરતા. પથ્થરમાં હ્રદય નથી અને નદી વેગથી આગળ વધે છે.

યક્ષ – વિદેશમાં જવા વાળા મિત્ર કોણ છે? ઘરમાં રહેતા મિત્ર કોણ છે? રોગીનો મિત્ર કોણ છે? મૃત્યુની નજીક પહોંચેલા વ્યક્તિનો મિત્ર કોણ છે?

યુધીષ્ઠીર – વિદેશમાં જવા વાળા મિત્ર સાથી પ્રવાસી (સાથે જવાવાળા લોકો) હોય છે. ઘરમાં જીવનસાથી મિત્ર હોય છે. રોગીના મિત્ર હોય છે વૈદ્ય. મૃત્યુની નજીક પહોંચેલા વ્યક્તિનો મિત્ર છે દાન.

યક્ષ – સમસ્ત પ્રાણીઓના અતિથી કોણ છે? સનાતન ધર્મ શું છે? અમૃત શું છે? આ આખું જગત શું છે?

યુધીષ્ઠીર – અગ્નિ સમસ્ત પ્રાણીઓ માટે અતિથી છે. નષ્ટ ન થનારો નિત્ય ધર્મ જ સનાતન ધર્મ છે. ગૌ એટલે ગાયનું દૂધ અમૃત છે. આ આખું જગત વાયુ છે.

યક્ષ – એકલું કોણ વિચરે છે? એક વખત ઉત્પન થઈને પુનઃ કોણ ઉત્પન થાય છે? ઠંડીની ઔષધી શું છે?

યુધીષ્ઠીર – સૂર્ય એકલા વિચરે છે. ચંદ્ર એક વખત જન્મ લઈને પુનઃ જન્મ લે છે. ઠંડીની ઔષધી અગ્નિ છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.