કોણ હતો જરાસંધ? જેણે મથુરા પર 17 વખત કર્યા હતા આક્રમણ?

0
1211

બદલાની ભાવનાથી જરાસંઘે મથુરા પર કર્યા હતા 17 વખત આક્રમણ, 18 માં આક્રમણ વખતે શ્રીકૃષ્ણએ કરવું પડ્યું આ કામ.

કંસની બે રાણીઓ હતી – અસ્તિ અને પ્રાપ્તિ. જે મગધના રાજા જરાસંઘની પુત્રીઓ હતો. ભગવાન કૃષ્ણ દ્વારા કંસનો વધ થયા પછી બંને તેના પિતા પાસે પાછી ચાલી ગઈ. બદલો લેવા જરાસંઘે મથુરા ઉપર 17 વખત આક્રમણ કર્યું. શ્રી બલરામ અને શ્રી કૃષ્ણએ દરેક વખતે તેની સંપૂર્ણ સેનાનો વધ કરી તેને જીવતો છોડી દીધો.

18 મી વખત તેણે ભગવાન શંકર પાસે અજેય રહેવાનું વરદાન પ્રાપ્ત ‘મ્લેચ્છ રાજા’ કાલયવન સાથે મથુરા ઉપર આક્રમણ કર્યું. ભગવાન કૃષ્ણએ વિશ્વક્રમાં દ્વારા દ્વારિકા પૂરી વસાવીને પહેલા જ તમામ મથુરા વાસીઓને દ્વારકા મોકલી દીધા હતા.

કાલયવન સાથે યુધ્ધમાં ભાગતા શ્રી કૃષ્ણ એક પર્વતની ગુફામાં પહોચ્યા અને પોતાના ઉત્તરીય ત્યાં સુતેલા રાજા મુચકુંદ ઉપર નાખી દીધું. પાછળથી આવીને કાલયવને મુચકુંદને શ્રી કૃષ્ણ સમજી – જોરથી ઠોકર મારી અને મુચકુંદનું ધ્યાન પડતા જ કાલયવન ભસ્મ થઇ ગયા.

પહેલાના સમયમાં મુચકુંદે ઇન્દ્રની સહાયતા દાનવોને હરાવવામાં કરી હતી અને થાકેલા મુચકુંદને ઇન્દ્રએ વરદાન આપ્યું હતું. જે કોઈ તેને બળજબરીથી જગાડશે, તે તેની દ્રષ્ટિ પડતા જ ભસ્મ થઇ જશે.

પછી કાલયવનની સેનાનો વધ કરી જરાસંઘ સામે આવવાથી શ્રી કૃષ્ણ અને બલરામ ભાગીને પરર્ષણ પર્વત ઉપર ચડી ગયા. જરાસંઘે પર્વતમાં આગ લગાડી દીધી. શ્રીકૃષ્ણ બલરામ સહીત ત્યાંથી આકાશ માર્ગે દ્વારકા જતા રહ્યા. જરાસંઘ એમ સમજે છે કે બંને સળગી ગયા, તેથી તેની જીતનો ડંકો વગાડતો જતો રહ્યો.

જરાસંઘનું રહસ્ય :

તે કથા માનવ જીવનના ચક્રને પણ જણાવે છે.

મથુરા અમારું શરીર છે.

જરા + સંઘ જરા એટલે ગઢપણ અને સંધ એટલે જોડ

મોટી ઉંમરમાં શરીરના સંધમાં દુઃખાવો ઉત્પન થઈ જાય છે.

તે જરાસંઘનો આપણા મથુરા ઉપર હુમલો છે.

આપણે યોગથી દવાઓ સાંધાના દુઃખાવાને ઠીક કરી વારંવાર જરાસંઘને હરાવીએ છીએ પરંતુ છેલ્લી વખત જયારે જરાસંઘ કાલ યવન (યમરાજ) સાથે હુમલો કરે છે. ત્યારે તો મથુરા (શરીર) છોડી ભાગવું જ પડે છે.

બચવાનો એક જ રસ્તો પ્રભુના ઉત્તીર્ણ (વસ્ત્ર) સ્વરૂપમાં પોતાને લીન કરી લો, તો કાલયવન પણ ભસ્મ થઇ જશે.

અને પછી પ્રવર્ષણ પર્વતને આગ લગાવવું – પ્રવર્ષણ પર્વત એટલે આપણા બધાની અંતિમ શૈયા ચિતા જ તો છે.

ત્યાંથી રામ નામનું બળ (બલરામ) અને પ્રભુ કૃષ્ણ સાથે જ પ્રભુના ધામ દ્વારકા પહોચી શકે છે, જે અત્યંત દુર્લભ છે.

આ માહિતી અજબગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.