કોણે દગો કર્યો તે કહો? આ રચના આપણી સામે વાસ્તવિકતા રજુ કરે છે.

0
397

હજારો વર્ષથી ….

કોઈ ગાવલડીએ દૂધમાં દગો કર્યો હોય તો કહો?

કોઈ નદીએ પોતાના નીર માટે નીચતા આદરી હોય તો કહો?

સૂરજ ઉગવમાં અચૂક થયો હોય તો કહો?

ચંદ્રએ શીતળતામાં છળકપટ કર્યું હોય તો કહો?

કોઈ વૃક્ષે વચનભંગ કર્યો હોય તો કહો?

રત્નાકરના ઘૂઘવાટામાં કોઈ ઘટાડો થયો હોય તો કહો?

આભામંડળે કોઈ અડપલુ કર્યું હોય તો કહો?

તારાઓનો કોઈ તુમાખીભર્યો વહેવાર થયો હોય તો કહો?

વાદળોએ કોઈ વિષ્ટિ કરી હોય તો કહો?

ઝરણાની કોઈ ઝંઝટ તમને નડી હોય તો કહો?

પવનનું કોઈ પાપ તમારી નજરે પડ્યું હોય તો કહો?

પિપળાના પાને ઓક્સિજનની આનાકાની કરી હોય તો કહો?

તુલસીનું કોઈ તૃષ્ટીકરણ તમને ખબર હોય તો કહો?

ઓસડીયાએ એની અમીરાત ગુમાવી હોય તો કહો?

સરોવરના સમર્પણમાં તમને શંકા પડી હોય તો કહો?

કુદરતે કોઈ કાળાબજાર કર્યા હોય તો કહો?

પંખીઓએ કોઈ પાપાચર કર્યો હોય તો કહો?

અને આપણે માણસ….

જવા…દો.. ને

રચના : શંકરસિંહ સિંધવ