કોણે કરી હતી ભગવાન શ્રીગણેશ સાથે છેતરપિંડી, જાણો તેમના જીવનના અજાણ્યા પ્રસંગ વિષે.

0
524

એક વૃદ્ધ મહિલાએ ભગવાન શ્રીગણેશ પાસે એવું તે શું માંગ્યું કે પ્રભુ પોતે છેતરાઈ ગયા. શ્રી ગણેશને વિઘ્નહર્તા, સિદ્ધીવિનાયક જેવા નામોથી પણ બોલાવવામાં આવે છે. શ્રી ગણેશને દેવતાઓમાં ઘણા ચતુર અને બુદ્ધિશાળી માનવામાં આવે છે. તેની ચતુરાઈથી કુબેરને પાઠ ભણાવવા વાળા એક વૃદ્ધ માં થી કેવી રીતે છેતરાઈ ગયા. આવો જાણીએ કે કોણે છેતર્યા હતા ભગવાન શ્રી ગણેશને.

શ્રી ગણેશ અને વૃદ્ધાની કથા : પૌરાણીક કથાઓ મુજબ એક ગામમાં ગરીબ અને દ્રષ્ટિહીન વૃદ્ધા રહેતી હતી. તેના કુટુંબમાં માત્ર એક દીકરો અને વહુ હતા. વૃદ્ધા રોજ ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરતી હતી. વૃદ્ધ માજી પોતે ભૂખ્યા રહીને શ્રી ગણેશને ઘી નો દીવો અને ફૂલ અર્પણ કરતા. તે હંમેશા ગણેશ મંત્રના ઉચ્ચારણ કરતા રહેતા.

વૃદ્ધ માજીની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થઈને એક દિવસ ભગવાન ગણેશ તેની સામે પ્રગટ થયા. તે જોઈ વૃદ્ધ માજી ઘણા રાજી થયા. ગણેશજી વૃદ્ધ માજીને પૂછવા લાગ્યા કે માજી તમારે શું જોઈએ, તે વરદાન મારી પાસે માગી લો. તે સાંભળીને માજીએ ગણેશ ભગવાનને કહ્યું કે મને તો માંગતા નથી આવડતું. હું કેવી રીતે અને શું માગું તમારી પાસે.

એટલે ભગવાન ગણેશે વૃદ્ધ માજીને કહ્યું કે દીકરા વહુને પૂછીને વરદાન માગી લો. તે સાંભળી માં તેના દીકરા પાસે ગઈ. તેણે જણાવ્યું કે મારી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન ગણેશે મને દર્શન આપ્યા. મને મનપસંદ વરદાન માગવાનું કહ્યું. પરંતુ મને સમજાતું નથી કે હું શું માગું. વૃદ્ધ માં ની એ વાત સાંભળીને દીકરો બોલ્યો – માં તું ભગવાન ગણેશ પાસે અપાર ધન અને સંપત્તિ માગી લે. પછી વૃદ્ધ માં એ તેની વહુને પણ એ પ્રશ્ન પૂછ્યો ત્યારે વહુએ જવાબમાં કહ્યું કે તમે વરદાનમાં પૌત્ર માગી લો.

તે સાંભળીને વૃદ્ધ માં વિચારવા લાગી કે આ લોકો તો પોતાના સ્વાર્થની વાત કરી રહ્યા છે. છેવટે વૃદ્ધ માજીએ તેના પાડોશીઓને પણ એ પૂછ્યું. જવાબમાં વૃદ્ધ માજીને એ જવાબ મળ્યો કે તમારું જીવન થોડા સમયનું છે. તમારે ધન અને પૌત્રનો શું મોહ. તમારી આંખોની દ્રષ્ટિનું વરદાન માગી લો, જેનાથી બાકી રહેલુ જીવન આરામથી કપાઈ જાય.

જયારે વૃદ્ધ માજીએ માગ્યું વરદાન : એટલું સાંભળી વૃદ્ધ માજી પાછા ભગવાન ગણેશ પાસે ગયા. ગણેશજીએ વૃદ્ધ માજીને વરદાન માગવાનું કહ્યું. ત્યારે વૃદ્ધ માજી બોલ્યા કે હે ભગવાન જો તમે મારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છો. મને વરદાન આપવા માગો છો, તો મને નવ કરોડની માયા, નીરોગી કાયા, અમર સુહાગ આપો. સાથે જ આંખોની દ્રષ્ટિ, એક પૌત્ર આપો. અને છેલ્લે મોક્ષ પ્રદાન કરો.

તે સાંભળી ભગવાન ગણેશ બોલ્યા કે વૃદ્ધ માજી તમે તો મળે છેતરી લીધો. પરંતુ હું તમને તમારી ભક્તિ માટે વરદાન આપવા બંધાયેલો છું. એટલા માટે જે પણ તમે માગ્યું તે બધું તમને મળશે. એટલુ કહીને ભગવાન ગણેશ જતા રહ્યા. ત્યાં વૃદ્ધ માજીએ જે પણ માગ્યું તે તેમને સંપૂર્ણ પ્રાપ્ત થયું.

આ માહિતી ધ ડીવીન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.