કોણે કર્યા હતા કર્ણના આઠ પુત્રોના વધ?

0
623

શું તમે જાણો છો કર્ણના આઠ પુત્રોના વધ કોણે કર્યા હતા, અને જે જીવિત રહ્યો હતો તેનું શું થયું? જેમ કે સમય સમયે અમે મહાભારત અને રામાયણના પાત્રો સાથે જોડાયેલી રસપ્રદ કથાઓ જણાવતા રહીએ છીએ. આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કર્ણના પુત્રોના વિષયમાં. સાથે જ આપણે જાણશું કોણે કર્યા હતા, કર્ણના આઠ પુત્રોનો વધ?

કર્ણનું જીવન : કર્ણ એક મહાન યોદ્ધા અને બળવાન યોદ્ધા હતા, તેમ છતાં પણ તે આખું જીવન અપમાનિત થતા રહ્યા. કેમ કે તેનો ઉછેર એક શુદ્ર માતા પિતા દ્વારા કરવામાં આવ્યો હતો. તે કારણે દ્રૌપદી સાથે પ્રેમ કરવા છતાં પણ તેની સાથે લગ્ન ન કરી શક્યો હતો. અને સુત પુત્ર હોવાને કારણે તેને વધુ મહત્વ આપવામાં આવ્યું ન હતું. દ્રૌપદીના લગ્ન પાંડવો સાથે થયા પછી તેના પિતા અધિરથના કહેવાથી એક સુત કન્યા સાથે લગ્ન કર્યા. જેનું નામ રુષાલી હતું. પાછળથી કર્ણએ સુપ્રિયા નામની કન્યા સાથે પણ લગ્ન કર્યા. આ રીતે કર્ણને બે પત્નીઓ હતી. જેનાથી 9 પુત્ર પ્રાપ્ત થયા.

9 પુત્રોના નામ : વૃશસેન, વૃશકેતુ, ચિત્રસેન, સત્યસેન, સુશેન, શત્રુંજય, દ્વિપાત, પ્રસેન અને બનસેન. આ બધામાં પિતા સમાન પરાક્રમ તો ન હતું. પરંતુ તે ઘણા સાહસી અને બળવાન હતા. તે બધા પુત્ર કોઈ પણ યુદ્ધના સાથી ન બન્યા પરંતુ તેના પિતા તરફથી યોદ્ધાઓની જેમ મહાભારતનું યુદ્ધ લડ્યા. મહાભારતના મહાન યોદ્ધા પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, ભીમ, કર્ણ, અર્જુનની સામે કર્ણના 9 પુત્રોનું બળ કાંઈ જ ન હતું. તેમ છતાં પણ તેમણે આ પુત્રોએ સાહસ બતાવીને તેના પિતા તરફથી યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો. અને તેમાંથી આઠ પુત્ર વીરગતિ પામ્યા હતા.

કર્ણના પુત્રોનો વધ : વનસેને યુદ્ધમાં સૌથી બળવાન પાંડવ ભીમ સાથે યુદ્ધ કર્યું અને ભીમ દ્વારા જ વનસેનને વીરગતિને પ્રાપ્ત થઇ. વૃશસેન, શત્રુંજય, દ્વિપાતે મહાન ધનુર્ધર અર્જુન સાથે યુદ્ધ કર્યું. અર્જુનને કોણ નુકશાન પહોચાડી શકે તેમ હતું, જ્યારે સ્વયં ભગવાન કૃષ્ણ તેના સારથી બન્યા હોય. તે રીતે આ 3 પુત્રોના મૃત્યુ અર્જુનના હાથે થયા. કર્ણના બીજા ત્રણ પુત્ર ચિત્રસેન, સત્યસેન અને સેશેનને નકુલ સાથે યુદ્ધ કર્યું અને તે ત્રણે નકુલ દ્વારા વીરગતિને પ્રાપ્ત થયા. જયારે તેના પુત્ર પ્રસેનનું યુદ્ધ સાત્યીકી સાથે થયું હતું.

સાત્યીકી અર્જુનનો શિષ્ય હતો અને એક મહાન ધનુર્ધર હતો. પ્રસેનનો વધ સાત્યીકી દ્વારા થયો. અને આ રીતે કર્ણના આઠ પુત્ર કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં વીરગતિને પ્રાપ્ત થયા. પરંતુ તેના પુત્ર વૃશકેતુનો વધ કોઈ ન કરી શક્યા અને યુદ્ધ પછી કર્ણના તમામ પુત્રોમાં એક વૃશકેતુ જ જીવતા રહ્યા હતા.

કર્ણ પુત્ર બન્યા ઇન્દ્રપ્રસ્થના નરેશ : એવું કહેવામાં આવે છે કે યુદ્ધ પછી પાંડવોને એ ખબર પડી કે કર્ણ તેનો જ ભાઈ હતો. ત્યારે અર્જુને તેના ભત્રીજા એટલે કે કર્ણના જીવતા રહેલા પુત્ર વૃશકેતુને ઇન્દ્રપ્રસ્થના રાજા જાહેર કરી દીધા.

આ માહિતી ધ ડિવાઇન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.