મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.
કૃષ્ણ અર્જુનને અત્યંત ધીરજપૂર્વક સમજાવે છે :
ત્રાજવા પર સંભાળીને ચઢજે,
પગ બરાબર સંતુલીત રાખજે,
ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે.
અર્જુન પૂછે છે :
બધું મારે જ કરવાનું?
તો તમે શું કરશો?
જવાબ મળે છે : જે તારાથી ન થાય એ હું કરીશ.
અર્જુન : એવું શું છે જે મારાથી નહીં થાય?
કૃષ્ણ : હું પાણીને સ્થિર રાખીશ.
– સાભાર ભાવિન કથ્રેચા (અમર કથાઓ ગ્રુપ)
કર્ણ નું સામર્થ્ય :
મહાભારત મા સૌથી મોટા પાંડવ સૂર્યપુત્ર કર્ણ નો પ્રસંગ.
કઠોર નિયતિ થી નાનપણમા માં થી વિખૂટા પડી સુત જાતિ ના ઘરે પાલન થાય અને પાલક માતા રાધા ના નામ થી રાધેય નામે પ્રસિદ્ધ થયા.
પોતાના પુરુષાર્થ થી બળ સામર્થ્ય એકત્રિત કરી ખુદની વિશિષ્ટ છબી ઊભી કરી લે છે.
જરાસંધ બહુ બળવાન રાજા, એ ને મા રવા માટે ભીમ ને કૃષ્ણ એ સહાય કરેલી, પણ કર્ણ એ એકલે જ જરાસંધ ને મલ યુ ધ (કુશ્તી) મા હરાવેલ.
અર્જુન સાથે અંતિમ યુ ધમા જ્યારે કર્ણ ના રથ નું પૈડું જમીન માં ખૂતી જાય છે (ધરતી માતા એ આપેલ શ્રાપ ના લીધે ધરતી માં એ પૈડા ને પકડી રાખે છે.) ત્યારે એને કાઢવા કર્ણ ના જોર થી સાતો દ્વિપો, પર્વતો, જલ અને જંગલો સહિત સમગ્ર પૃથ્વી ચાર આંગળ અધર ઊંચકાય જાય છે (મહાભારત મા લખેલ છે).
આવા મહાબળશાળી હતા સૂર્યપુત્ર કર્ણ.
– સાભાર રામ જાડેજા (અમર કથાઓ ગ્રુપ)