મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે : દરરોજ શ્રીકૃષ્ણના આ ભજનો ગાઈને કરો દિવસની શરૂઆત.

0
251

ભજન 1 : મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે

મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે (૨)

મારા અંગે ઘરેણું એના નામનું રે (૨) .. મેં તો પહેર્યું પાનેતર

મારો શામળિયો છે સ્વામી, હું તો મહાસુખડાને પામી (૨)

એના વટમાં કાંઈ ન ખામી, મારી જુગટે જોડી જામી (૨)

ચૂડલો એના નામનો પહેરી થઇ સોહાગણ નારી (૨)

મેં તો શોધ્યું સાસરિયું ગોકુળ ગામનું રે .. મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે

હું તો પરણી પ્રીતમ પ્યારો, મારો સફળ થયો જન્મારો (૨),

મારા રુદિયામાં રમનારો, મનમોહન મુરલીવાળો (૨),

નાવલિયાથી નાતો બાંધ્યો, થઇ ગઈ પ્રેમ દીવાની (૨) .. મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે

મારી જીવન જ્યોતિ જાગી, મારી ભવની ભાવટ ભાંગી (૨),

લટકાળાને લટકે, હું તો વારણિયા લઉં વારી (૨),

ભક્તો સાથે સગપણ કીધું, થઇ ગઈ પ્રેમદીવાની (૨) .. મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે

ભજન 2 : કૃષ્ણ કૃષ્ણ પોકાર કરીને

શ્રી કૃષ્ણ: શરણં મમ, શ્રી કૃષ્ણ: શરણં મમ

શ્રી કૃષ્ણ: શરણં મમ, શ્રી કૃષ્ણ: શરણં મમ

કૃષ્ણ કૃષ્ણ પોકાર કરીને (૨) ફરવું આઠો યામ

રહેવું મારે આ સંસારે રટીને કૃષ્ણનું નામ… બોલો શ્રી કૃષ્ણ: શરણં મમ

નાતો મારો શામળિયા સંગ (૨), દુનિયાનું શું કામ .. રહેવું મારે આ સંસારે

ખોટા નાણાં સંસારના પળમાં લૂંટાઈ જાય (૨),

કૃષ્ણ પ્રેમની નિરાંત સાચી, જીવન છલકાઈ જાય,

કૃષ્ણ નામની ધુમ મચાવી (૨), ફરવું ગામેગામ .. રહેવું મારે આ સંસારે

જુઠો નાતો સંસારીનો, પળભરમાં વિસરાય (૨),

કૃષ્ણનામથી નાતો બાંધે ભાવની ભાવટ જાય,

કૃષ્ણનામમાં મસ્ત બનીને (૨), પીવા પ્રેમના જામ .. રહેવું મારે આ સંસારે

શામળિયા સંગ બાંધ્યો નાતો, હવે નહિ તોડાય (૨),

પાલવ પકડ્યો રાધાવરનો, કેમ કરી છોડાય,

કહે “નીતા” મુજ પ્રેમે પામ્યો, શ્યામ ચરણે વિરામ .. રહેવું મારે આ સંસારે

ભજન 3 : એક દિન જાઉં હરિના ધામમાં

એક દિન જાઉં હરિના ધામમાં (૨),

ચેતીને ચાલો સંસારમાં (૨) .. એક દિન જાઉં

જોજો એ દિવસ ઓચિંતો આવશે (૨),

રહેજો ગોવિંદના ગાનમાં (૨) .. એક દિન જાઉં

તેની ખબર સંદેશો નહિ આવે (૨),

નહિ તાર કે ટપાલમાં (૨) … એક દિન જાઉં

લેશે જવાબ ત્યાં પુણ્ય ને પાપનો (૨),

સમજીને લેજો ધ્યાનમાં (૨) .. એક દિન જાઉં

મારા-મારા જેને માની રહ્યા છો (૨),

કોઈ નહિ આવે કામમાં (૨) .. એક દિન જાઉં

ભાથુ ભક્તિનું સાથે લઇ લેજો (૨),

જોજો ન ભૂલતા બેભાનમાં (૨) .. એક દિન જાઉં

દાસના દાસની એકજ છે વિનતી (૨),

રાખોને ચિત્ત રાધેશ્યામમાં (૨) .. એક દિન જાઉં

(સાભાર પુષ્ટિપ્રભા પરથી)