કૃષ્ણ કે શિવ?
કૃષ્ણ અને શિવ જાણે કે સાથે.
હરિહર આવ્યા હોય સાથે.
નટરાજ અને નટવર.
એક શેષનાગની ફેણ પર નાચે,
જ્યારે બીજો તાંડવ કે પ્રદોષ!
એક શેષનાગને નાથે,
બીજો એને ગળાનો હાર બનાવી પહેરે..!
શ્રી કૃષ્ણ કહું કે શિવકૃષ્ણ?
કૃષ્ણ રાસ રચયિતાને
શિવ સમાધિ લગાવે.
એક પૂતનાનું ઝેર શોષે,
બીજો કાલકૂટ કંઠે ધરે..!
કાન ગાયોને ચરાવેને,
શિવ નંદીને સ્વીકારે.
કૃષ્ણ વાંસળી વગાડેને ,
ગોપી શાન ભાન ભૂલે..!
શિવ શંખ, ભેરીને મૃદંગ,
ભૂત-પ્રેતને પિશાચ નાચે.
શિવમંદિરે આજે “હર હર મહાદેવ”ને,
કૃષ્ણમંદિરે “હર હર મહાદેવ”
જીવને શરણ શિવનું,
જીવને શરણ કૃષ્ણનું.
– સાભાર આશિષ પસ્તાગીયા (અમર કથાઓ ગ્રુપ)