કૃષ્ણ પરમાત્માએ દેખાડ્યો જીવનનો સાચો માર્ગ, જાણો શીકાગોના રોબર્ટ કેવી રીતે બન્યા રાધાનાથ સ્વામી?

0
516

શીકાગોથી ભારત આવી રેલવેમાં મુસાફરી કરતા એક રેલવે સ્ટેશન ઉપર આજથી પચાસ વરસ પહેલા પાણી પીવા નીચે ઉતરેલો યહૂદી છોકરો લખે છે કે,

તે દિવસે ભીડ ખુબ હતી.

સાઈઠ માણસ સમાય તેવા ડબ્બામાં દોઢસો માણસ ભર્યા હશે.

બધે માણસ જ માણસ.

સ્ટેશન આવ્યું, હું અને મારો મિત્ર ખુલ્લી હવામાં શ્વાશ લેવા, મોકળાશ અનુભવવા માંડમાંડ કરીને ડબ્બાની બહાર આવ્યા.

અમને તરસ પણ લાગી હતી પણ બહારેય ક્યાં મોકળાશ હતી. આકાશમાં વાદળો અને સ્ટેશન માં માણસો.

અમે પાણી પીયને પાછા આમારા ડબ્બામાં ચડીયે તે પહેલા ટ્રેન ઉપડી ગઈ.

ભીડને કાપીને અમે ટ્રેન પકડી શક્યા નહિ

અમારી ભૂલ હતી કે આવા ગીર્દીવાળા સ્ટેશનમાં અમે પાણી પીવા ઉતર્યા.

સમય હતો સવારનો. સુરજ નીકળું નીકળું થઇ રહ્યો હતો.

સવાર અને સ્ટેશનનું વાતાવરણ મારી હાજરીથી મુંજાઈ રહ્યું હતું.

અમે અજાણ્યા એક અજાણ્યા રેલવે સ્ટેશન ઉપર. હવે ક્યાં અને કેમ જવું તેનો મને કઈ અંદાજ ના હતો.

હું અને મારો મિત્ર પ્લેટફોર્મ ઉપર ઉભા હતા.

શું ટ્રેનમાંથી ચડતા અને ઉતરતા ભીડના પ્રવાહ માં ભૂલા પડેલા પ્રવાસી હતા અમે?

મેં ઉપર વાદળ સામે જોયું. વાદળ કોઈ આકાશવાણી કરતા હોઈ તેમ મને કહેતા હતા….. ના રે ના.

મારા હૃદય અને ચીતભાવમાં કોઈ જન્મ થવાનો હોઈ તેવી ચેતના પ્રગટી રહી હતી.

ભીડ પણ ભાવુક હતી.

શું થવાનું હશે?

અમે પ્લેટફોર્મ છોડી સ્ટેશન ના મુખ્ય દરવાજા તરફ ગયા.

એક સાધુ આવીને અમારી સાથે ચાલવા લાગ્યો.

પૂછી લીધું અમને, તમે કૃષ્ણ પરમાત્મા વિષે કઈ જાણો છો?

અમે કહ્યું અમે તો પરદેશી છીએ કઈ વધુ જાણતા નથી.

તે હોશપૂર્વક બોલવા લાગ્યો, અરે કૃષ્ણ પરમાત્મા તો આમારા ભગવાનનું નામ છે.

તે રહેછે તો સ્વર્ગમાં, તે જન્મ અનેમ ત્યુથી પર છે.

પણ વખતો વખત જગતને માર્ગદર્શન આપવા અને ધર્મનું સ્થાપન કરવા અવતાર ધારણ કરે છે.

ધીમે ધીમે બધા સ્ટેશનથી બહાર આવ્યા.

દરેક દિશામાંથી ભીડ કીર્તન અને નર્તન કરતી કરતી એક મંદિર તરફ જઈ રહી હતી.

હું પણ તણાતો હતો. તણાતો રહ્યો અને મંદિર સુધી પહોંચી ગયો.

કોનું હશે તે મંદિર? શું નામ હશે ગામનું?

એ ગામનું નામ મથુરા હતું. તે દિવસ જન્માષ્ટમીનો હતો.

મંદિર મથુરાનું કૃષ્ણ મંદિર હતું.

કૃષ્ણ એક ભાવ છે.

ભક્તોના હૃદય ઉભો થતો ભાવ.

મારા અંદર ધીમો ધીમો સુર જાગી ચુક્યો હતો.

હરે કૃષ્ણ… હરે કૃષ્ણ…

હું શું કામ આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે તેનો અણસાર મને આવી ગયો.

અમે નક્કી કર્યું કે આજે અમે અહીંયાજ રોકાઈ જાશું.

બસ આજની ઘડીને કાલનો દી હું ભારતમાં છું.

પહેલા હું શીકાગોનો રોબર્ટ હતો, હવે દાસને લોકો રાધાનાથ સ્વામી કહે છે.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રપ)