દુર્વાસા ઋષિએ ભગવાન કૃષ્ણના પુત્ર સાંબને આપ્યો હતો ભયંકર શ્રાપ, જેના પછી…

0
548

કૃષ્ણ પુત્ર સાંબની કથા :

શ્રીકૃષ્ણનો પુત્ર સાંબ પણ પોતાના પિતાની જેમ ખૂબ જ સુંદર અને શક્તિશાળી હતા. સાંબને આ વાતનું ઘણું અભિમાન હતું. એકવાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને સાંબ એક સાથે બેઠા હતા, ત્યારે દુર્વાસા ઋષિ શ્રીકૃષ્ણને મળવા પહોંચ્યા.

દુર્વાસા ઋષિ ખૂબ લાંબા સમયથી તપસ્યા કરી રહ્યા હતા, તેથી તેઓ શરીરથી ખૂબ નબળા દેખાઈ રહ્યા હતા. દુર્વાસા ઋષિના શરીરને જોઈને સાંબ તેમની સામે હસવા લાગ્યા. આ અનાદરને કારણે દુર્વાસા ઋષિ સાંબ પર ખૂબ ગુસ્સે થયા અને તેને કોઢ રોગનો શ્રાપ આપ્યો.

ઋષિના શ્રાપને કારણે સાંબની હાલત અત્યંત દયનીય બની ગઈ. ત્યાર બાદ તેમને પોતાની ભૂલનો અનુભવ થયો. સાંબ પોતાના પિતા ભગવાન શ્રીકૃષ્ણ પાસે સલાહ લેવા ગયા.

ભગવાન શ્રીકૃષ્ણએ તેમને ભગવાન સૂર્યની પૂજા કરવાની સલાહ આપી. પોતાના પિતાના આદેશને અનુસરીને, સાંબે દરરોજ ભગવાન સૂર્યની પૂજા કરવાનું શરૂ કર્યું અને અચલા સપ્તમીના રોજ ઉપવાસ કરવાનું શરૂ કર્યું. સૂર્યના ઉપવાસ અને સૂર્ય પ્રત્યેની અતૂટ ભક્તિના પરિણામે સાંબા ઝડપથી શ્રાપમાંથી મુક્ત થઈ ગયા અને તેમણે ફરી એકવાર પોતાનું સુંદર અને આકર્ષક શરીર પાછું મેળવ્યું.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)