“એવી કૃષ્ણ સુદામાની જોડી” – કૃષ્ણ સુદામા મિલનનું કાવ્ય સ્વરૂપ છે આ અદ્દભુત રચના.

0
1607

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી

જેની ગોઠડી તોડાય નહીં તોડી

સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે

દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે

હે…. વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ

રાણી રુખમણીની સાથ

ત્યાં તો જાણી એવી વાત

સુદામો જુએ પ્રભુની વાટ

આવે શામળિયો સામેથી દોડી દોડી

આવી કૃષ્ણ સુદામાની જોડી

સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે

તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે

હે… વ્હાલો માંગી માંગી ખાય

ફાકે ચપટી ને હરખાય

કૌતુક જોનારાને થાય

એવું શું છે તાંદુલ માંહ્ય

માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી

આવી કૃષ્ણ સુદામાની જોડી

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી

જેની ગોઠડી તોડાય નહીં તોડી

સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી.

– સાભાર કુંજન પટેલ પરસાણીયા.