શ્રીકૃષ્ણએ અર્જુનને કહેલી આ વાત પરથી ખબર પડે છે કે સુભદ્રા કેવા વીરાંગના હતા.

0
627

પરીક્ષિતના દાદીમા સુભદ્રા વીરાંગના હતા.

ભાઈ બલરામે તો દુર્યોધન ને વચન આપી દીધું હતું કે અમારી લાડલી બેન સુભદ્રાને તમારા સાથે વરાવશું.

આ બાજુ અર્જુન ને સુભદ્રા અને એક બીજાને પસંદ કરતા હતા.

હવે શું કરવું?

પૂછો કૃષ્ણ વાસુદેવ ને.

અર્જુન કૃષ્ણ સામે ઉભો રહ્યો, કૃષ્ણ હસી પડ્યા.

અરે તમે બંને એક બીજાને પસંદ કરો છો.

ભાગી જાવ સીધી વાત છે, મને પૂછવાની શી જરૂર છે?

અર્જુન કહે, સુભદ્રાની એક પડખે આપ અને બીજે પડખે બલરામ જેવા બલિષ્ઠ ભાઈ હોઈ તેની સામે ભગાડવાની વાત તો દૂર રહી આંખ પણ કેમ માંડવી?

કૃષ્ણ હંમેશની જેમ તે દિવસે પણ મોહક લાગતા હતા.

અર્જુનના ખભા ઉપર હાથ મુક્યો અને કહ્યું, અરે વીર તારે ક્યાં ભગાડવાની છે સુભદ્રાને.

એ તને રથમાં નાખીને ભગાડશે.

તે દ્વારકાની શ્રેષ્ઠ રથી છે તેના જેવો રથ ચલાવવા વાળું દ્રારકામાં કોઈ નથી.

અશ્વો તેના ઈશારે ઉડે છે. રથ ઉપર બેઠેલી સુભદ્રાના ઉડતા વાળ નવું આકાશ સર્જે છે.

અને માની લે કે, આમ છતાં કદાચ પાછળ આવતી યાદવ સે ના તમને આંબી જશે, તો મારી સુભદ્રા તો એકે હઝારા છે, મહારથી છે.

થોડા દિવસમાં બેન સુભદ્રાને લઈને અમદાવાદ માં ભગવાન જગન્નાથ નીકળશે.

જગત આખું આ વાત યાદ કરીને જરૂર કહેશે, કૃષ્ણ વાસુદેવ ની જય હો.

– અતુલ રાવ. (અમર કથાઓ ગ્રુપ)