“કૃષ્ણ નહીં કરે. કારણ આપણે” વાંચો કળિયુગના માનવીના કર્મ પર લખાયેલી અદ્દભુત રચના.

0
493

હવે કૃષ્ણ કોઈ દી વાંસળી નહીં વગાડે ઊંચક્યો તો

ભૂમિ નો ભાર હવે ગોવર્ધન ને આંગળી નહીં અડાડે!

પૃથ્વી પણ ઉપાડી તી વરાહ અવતાર ધરી ને

ગોવર્ધન પર્વત ઊંચક્યો તો ટચલી આંગળી ઉંચી કરી ને

પાપી ઓ ને હણ યા તા પૃથ્વી આખી ફરી ને

આજે પાપી ઓ ના પાપ ના અનહદ ઉભા પહાડ!

હવે કૃષ્ણ કોઈ ડુંગર ને આંગળી નહીં અડાડે

મૂર્તિ ને ધર્યા આવાં મીઠા પકવાનો અપાર

દિન દુઃખી દ્રારે ઊભાં અને ભૂખ્યાં નો નહીં પાર!

પ્રેમે એમ પૂજા કરી મીઠાં પકવાનો આરોગે પૂજારી!

દેખી દિના નાથ ને અંગે આવે ધ્રુજારી!

હવે કૃષ્ણ કોઈ દી ટાઢી પડેલી તાવડી નહીં તપાડે!

તારા ધામ માં તો મચ્યું એવું મોટું ઘમા સાણ છે!

ત્યાં અમીર ભક્ત ને ઉત્સવ ને ગરીબ ને કાળી કાણ છે!

આવી ભેદભાવ ની ભક્તિ ની તને પણ જાણ છે

હવે આવી ભૂંડી ભક્તિ માટે કૃષ્ણ દિલડાં નહીં દ ઝાડે!

આંતર્નાદ સાંભળી દ્રવ પદી નો આવ્યા તા દીનાનાથ

હવે તો વનિતા વ સત્રો ફાડે છે! પોતે પોતાને હાથ!!

ઓઢી લેજો કર્મ પોત પોતાના આમાં કૃષ્ણ કાંઈ નહીં કરે!

હવે કૃષ્ણ કોઈ સાડી ને હાથ નહીં લગાડે!

ધિંગાણે ધર્મ ની ધજા ક્યાં દેખાય? કહો કૃષ્ણ ને

રથ ને ક્યાં લઈ જાય? લડજો સ્વયં પોતાની રીતે!

હવે કૃષ્ણ કોઈ બીજા અર્જુનના રથ પર નહીં ચડે!

વાગતો વેણુ નો નાદ દોડતાં ગોપ ગોપીયું

પૂર્ણ પ્રકાશિત પ્રેમમા એણે લાજું કદી ન લોપીયું !

હવે આ કળવા કોલાહલ મા કૃષ્ણ વાંસળી નહીં વગાડે

કુંભકર્ણ પણ જાગ્યો તો દુઃખ પડ્યાં તાં દેશ ને!

ધિંગી ધરપત આપિતી પોતાના રાજા લંકેશ ને!

જાગેલા સુતા ને જગાડો !એમ દેશ ના દુઃખડા ભગાડો

સમજે તો સમાધાન થી શાંતિ નહિતર દુંદુભિ વગાડો!

હવે કૃષ્ણ કાંઈ વારે વારે જાગેલા ને નહીં જગાડે!!

– નેભા કુછડીયા…

કૃષ્ણ વિશે તો શુ લખી શકાય? કેટલું લખી શકાય?

પણ કૃષ્ણ પ્રેમ લખવા મજબુર કરે છે

રામ કૃષ્ણ તો આ દેશ આ ધરતી ના આદર્શ છે

આત્મા છે કણ કણ મા સમાયેલા છે માનવ અવતાર મા જન્મ થી મૃત્યુ સુધી ના જીવન જીવવા ના આદર્શ છે

સંભવામિ યુગે યુગે…. એવું વચન ભગવાન કૃષ્ણ એ દીધું છે પણ આપણે એ વચન ની વાટ જોઈ ને જ બેસી રહેવાનું…? અવતારનું વાતાવરણ અવતારનું કારણ તો આપણે બનવું પડશે…

ગોકુળ માં ગોવર્ધન માં ગોવાળિયા હતા, દુર્યોધન સભા મા દ્રૌપદી નો આંતર્નાદ હતો, કુરુક્ષેત્ર લ ડનાર અર્જુન હતો, વાંસળી વગાડવા માં નિમિત્ત ગોપીઓ ને ગોવાળો નો પ્રેમ ભાવ હતો.. એટલે કૃષ્ણ એ એ કાર્ય તત્કાળ કરેલા યશ પણ બીજા ને આપેલ…

આજે આયુગ કલિયુગ માં એના વચન પ્રમાણે અવતાર માટે નિમિત્ત બની અન્યાય સામે અવાઝ ઉઠાવીયે તો થોડું સહન કરીયે તો કૃષ્ણ ને જલ્દી આવવાનું કારણ મળી જાય…

બધું જ કૃષ્ણ કરે એવી અપેક્ષા વધારે પડતી છે કળિકાળ માં નિમિત્ત બનીયે અને કૃષ્ણ ને આવવા નો માર્ગ મોકળો કરીયે….

નિરાશા ને નાથી ને કૃષ્ણ જરૂર આવશે કૃષ્ણ જરૂર આવશે…

આ પવિત્ર અને પાવન ભૂમિ પર….

– સાભાર નેભા કુછડીયા (અમર કથાઓ)