અભિલાષી (- પલ્લવી શેઠ)
ના હું મીરાં, ના હું રાધા,
હું તો છું તારા દર્શનની અભિલાષી.
ના મેં ભગવા પહેર્યા, ના મેં શણગાર સજ્યા,
હું તો છું તનમનથી તારી દાસી.
ના હાથમાં એકતારો, ના પગમાં ઘૂઘરા,
હું તો ગાઈ ગીત થાઉં રાજી.
ના જાઉં દ્વારિકા, ના જાઉં ગોકૂળમાં,
તું તો મારા મન મંદિરનો છો નિવાસી.
ના તું સ્વીકાર કર, ના તું ઉદ્ધાર કર,
તું રહે મારા આત્મમાં અવિનાશી.
– પલ્લવી શેઠ (અમર કથાઓ ગ્રુપ)