“કૃષ્ણકલી” : શ્રીકૃષ્ણ પોતાની ભક્તના ઘરે ગયા અને દૂધ આરોગ્યું, વાંચો ભક્ત અને ભગવાનના સંબંધની સ્ટોરી.

0
975

કમલી, એ કૃષ્ણની ભક્ત હતી. કૃષ્ણ તેમની ભક્તિથી ખુબ ખુશ હતાં. સ્વપ્નમાં કૃષ્ણ જે પણ ભોજનની માંગણી કરતાં તે કમલી પ્રસાદ રૂપે ધરાવતી. કૃષ્ણ પણ પ્રસાદ ખુશી ખુશી આરોગતાં. કમલી ખુબ ખુશ થતી. કમલી રોજ દુધનો પ્રસાદ ધરાવે અને કૃષ્ણ પ્રેમથી પ્રસાદ આરોગતા. કમલીને એક ગાય. રોજ સવારે ગાયને દોહીને દુધ આપવા જાય તે પહેલાં કૃષ્ણ માટે પ્રસાદ રૂપે દુધ અલગ રાખે અને દુધ આપીને આવે અને રસ્તામાં ભગવાન માટે રાખેલ દુધમાં નદીમાંથી પાણી ઉમેરીને મંદિરે ભગવાને દુધ ધરાવે ત્યારે કહે, હે કૃષ્ણ તું તો જાણે છે આટલું ભારે દુધ તને પચવામાં ભારે ના પડે તેથી થોડું પાણી ભેળવીને લાવું છું. ભગવાન ખુશી ખુશી દુધ આરોગે. આ કમલીનો રોજનો નિયમ.

ધીમે ધીમે કમલીને દુઘના રૂપીયામાંથી ફક્ત ગાયના ચારા માટે જ નિર્વાહ થતો. પોતાના ભરણપોષણ માટે રૂપીયા ઘટતાં, તો પણ કમલીએ રોજનો નિયમ અડગ રાખ્યો. એક દિવસ નદીમાંથી દુધમાં પાણી ભેળવવામાં પાણી સાથે માછલી આવી ગઈ. દુધ ધરાવવા ગયેલ કમલીએ પુજારીને દુધનો લોટો આપતાં પુજારીનું ધ્યાન લોટમાં તરતી માછલી પર જતાં… ગુસ્સા સાથે ક્મલીને લોટો પાછો આપતાં ગુસ્સા સાથે કહ્યું, કાનાને ભોગમાં માછલી ધરાવે છે. કાનો શું માછલી વાળું દુધ આરોગે. આજ પછી તારે મંદીરમાં પગ મુકવાનો નહીં. કમલી રોતાં રોતાં દુધનાં લોટામાં જોયું તો માછલી તરતી હતી.

તે ભગવાનની માફી માંગી પાછા પગે મંદિરની બહાર આવી. ઘરે આવતા નદીમાં માછલીને પધરાવી આવી લોટો મુકીને ખુબ રડી. રડતાં રડતાં કહેવા લાગે. કૃષ્ણ તું કઈ ના બોલ્યો, પુજારીએ મને કેટ કેટલું સંભળાવ્યું. તું તો રોજ તારી ઈચ્છા પ્રમાણે ભોજનની માંગણી કરીશ. મારા હાથનું દુધ તો રોજ આરોગે છે. આજ તે મારા હાથનું દુધ આરોગ્યું નથી. તો હું પણ એક પણ અન્નનો દાણો મોમાં નહીં મુકું. આમ ને આમ સાંજ થઈ ગઈ. કમલી દુઃખી મને રડતાં રડતાં કૃષ્ણને ફરિયાદ કરી રહી હતી. તે સમયે તેના કાને એક અવાજ પડ્યો, માં…

કમલીએ ઝુંપડીની બહાર આવી તો એક થાકેલ બાળક ઉભો હતો. ક્મલીને જોતાં જ બોલ્યો, માં વૃજવાસી છું. મને ખુબ જ ભુખ લાગી છે. કમલી ભીની આંખો ફાટેલી ચુંદડી કોરી કરતાં બોલી… આવ, બેટા શું ખાવું છું હમણાં જ બનાવી આપું. બાળક બોલ્યો, માં ક્યારે તું બનાવીશ અને હું ખાઈશ. મને તો દુઘ જ આપી દે ને. કમલીની આંખો ભીની થઈ ગઈ. ફરી આંખો કોરી કરતાં બોલી દુધ તો છે પણ સવારનું થોડી વાર રાહ જો હમણાં ગાય દોહીને તાજું દુધ આપું.

બાળક ઉતાવળે બોલ્યો, માં સવારનો ભુખ્યો છું. તે દુધને ગાળીને આપી દે નહીં તો ભૂખને લીધે હું જીવતો રહીશ નહિ. કમલી દુધને ગાળીને આપી દીધું. બાળક દુધનો લોટો પી ને બોલ્યો, કેટલું મીઠું દુધ છે માં તું તો અનેક બહાના બતાવી રહી હતી. હવે મને ખુબ ઊંધ આવે છે હું તો સુઈ જાવ છું, અને ત્યાં બાળકે લંબાવ્યું.

કમલી આખા દિવસનો થાક અને પુજારીજીના શબ્દો અને કૃષ્ણ ભુખ્યો છે તે દુઃખને લીધે થાકીને સુતેલા બાળકને પોતાની ફાટેલી ચુંદડી ઓઢાડીને સુઈ જાય છે. રાતમાં સપનામાં કૃષ્ણ ભગવાન તેની સામે દેખાયા. માં, મને ભુખ્યો મા રીશ. પુજારીની વાતો સાંભળીને રીસાયને પોતે તો એક અન્નનો દાણો ય મોં માં નાંખ્યો નથી અને મને દુધ પીવાનું કહે છે. મેં તો તારે ઘેર આવીને દુધ પી લીધું. હવે તું પણ હઠ છોડીને કંઈક ખાઈ લે. હું રોજ તારા દુધની રાહ જોવ છું તેનાથી જ સંતોષ થાય છે તેથી તે નિયમ ના તોડતી.

ઝાટકા સાથે કમલી ઉઠીને જુએ છો તો ઝુંપડીમાં તે બાળક હાજર હોતો નથી. કમલીએ બે રોટલા બનાવ્યા અને કૃષ્ણને પ્રસાદ રૂપે ધરાવીએ અને પોતે ભોજન કર્યું. સવાર થયું તો જોયું કે ઝુંપડીમાં કૃષ્ણનું પીતાંબર હતું અને કમલીની ફાટેલી ઓઢણી કૃષ્ણ લઈ ગયા હતાં. મંદિરના દ્વાર ખોલતાં પુજારીએ જોયું કે કૃષ્ણનું પીતાંબર નથી તેને બદલે ફાટેલી ઓઢણી ઓઢેલી છે. પુજારી બોલ્યાં, કાના ફરી કોઈ લીલા કરી આવ્યો લાગે છે.

કમલી સવારમાં હાથમાં દુધનો લોટો અને કૃષ્ણનું પીતાંબર લઈને આવી. પુજારીને કહ્યું, કૃષ્ણ મારી ફાટેલી ઓઢણી લઈ આવ્યાં અને ચતુરાઈથી તેનું પીતાંબર મારી ઘરે છોડી ગયો. તમે કાલે મને અહીં કાઢી મૂકીને ભુખ્યો કૃષ્ણ તો સાંજે મારે ઘરે દુધ પીવા આવ્યો. આટલું સાંભળતા પુજારીજી ક્મલીનાં પગમાં પડી બોલ્યાં, આ મેં શું કર્યું, ભક્ત અને ભગવાનની વચ્ચે આવીને. માં મને માફ કરી દે. કૃષ્ણ ધીમેથી હસતાં બોલ્યાં, માં તું શું જાણે તારી પ્રેમથી ભરેલી ઓઢણીમાં જે સુખ છે તે પીતાંબરમા ક્યાં?

સંબંધ કોઈ પણ હોય,

પાસવર્ડ એક જ છે.

વિશ્વાસ.

સવેઁ વ્હાલા વૈષ્ણવોને જયશ્રી કૃષ્ણ.

– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)