કુદરતના સર્જન – વિસર્જન – નવસર્જનના ઉદાહરણોમાં ઘણા રહસ્યો છુપાયેલા છે.

0
554

કુદરતના / ઈશ્વરના સર્જક અને વિસર્જક રૂપના ૫ ઉદાહરણો આપી એક નવો પ્રયોગ કર્યો છે. સર્જનની સાથે જ વિસર્જનનું વર્ણન છે, અને અંતે નવસર્જનની આશા છે, આપને રજુઆત ગમશે.

સર્જન – વિસર્જન – નવસર્જન

સર્જન ૧ : પરિશ્રમ જ, તમને જીતાડી શકે, ‘તક’, ‘લક’ ના દ્વારો ઉઘાડી શકે.

વિસર્જન ૧ : જિંદગી રમત રમાડી શકે, ચાંદની રાતો યે, દ ઝાડી શકે.

સર્જન ૨ : કુદરત છે, અશક્ય એને કશું ક્યાં, એ શીલા મધ્યે, પુષ્પ ઉગાડી શકે.

વિસર્જન ૨ : આંધી નો વિધ્વંસ ક્યાં છે અજાણ્યો? તોતિંગ વ્રક્ષો ય પળમાં ઉખાડી શકે.

સર્જન ૩ : તબીબો ને, પણ જેની ના હોય આશા, નિયતિ એને, સો વર્ષો જીવાડી શકે.

વિસર્જન ૩ : નદી કેરા વમળ નું, કહેવાય ના કંઈ, કિનારે એ નૈયા, ડુબાડી શકે.

સર્જન ૪ : જેણે સહયાં, દુઃખો-સુખો, હંસતે મુખે, કોઈ એનું કંઈ ન બગાડી શકે.

વિસર્જન ૪ : ખીજાઓથી નહીં, ફીજાથી ય ડરજો, બહારો પણ, ઉપવન ઉજાળી શકે.

સર્જન ૫ : આવે ભલે, કસોટીઓ જીવન માર્ગે, એ પાઠો નૂતન, શીખવાડી શકે.

વિસર્જન ૫ : રાહબર પણ હવે ખૂંટલ થઇ ગયા છે, એ જ તમને રાહો ભૂલવાડી શકે.

નવસર્જન,

સર્જન-વિસર્જન અને નવસર્જન,

દિશાઓ નવીન ઉઘાડી શકે.

શુભ પરિવર્તન ને, ગણો નવસર્જન

એ મંઝિલ સુધી પહોંચાડી શકે.

નવા સિદ્ધિ-શિખરો નવી જ્ઞાન-ક્ષિતિજો,

નવી ચેતના ને જગાડી શકે.

જાણે છે ઈશ્વર, ક્યાં ને શું ઉચિત છે,

માનવી એને શું સુઝાડી શકે?

સોંપી દો ચિંતા, પ્રભુ હાથ માંહીં.

એ સર્જક છે, નવસર્જન આણી શકે.

ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)