12 જુલાઈ સુધી કુંભ રાશિમાં બિરાજશે શનિદેવ, આ 3 રાશિઓના ધનમાં અપાર વૃદ્ધિનો યોગ છે.

0
908

આ 3 રાશિઓ માટે શનિનું ગોચર અત્યંત શુભ સાબિત થશે, જાણો તમારી રાશિ આમાં છે કે નહિ.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળામાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેની સીધી અસર માનવ જીવન અને ધરતી પર પડે છે. તમને જણાવી દઈએ કે કર્મ ફળ આપનાર શનિદેવ 29 એપ્રિલના રોજ તેમની મૂળત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં સૌથી ધીમી ગતિએ પ્રવેશ કરે છે અને તેમને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશતા લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. તેથી શનિદેવ લગભગ 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ્યા છે અને તેઓ 12 મી જુલાઈ સુધી અહીં રહેશે. જેની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ આ ગોચર 3 રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો કઈ છે આ 3 રાશિઓ.

મેષ રાશિ : શનિનું ગોચર મેષ લગ્ન અને મેષ રાશિવાળા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારા 11 મા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જેને લાભ અને આવકનું ઘર કહેવામાં આવે છે. તેથી, આ સમય દરમિયાન તમે વ્યવસાયમાં સારી કમાણી કરી શકો છો. ઉપરાંત, આ સમય દરમિયાન તમે ઘણા નવા સ્ત્રોતોમાંથી પૈસા કમાઈ શકશો. તમને વ્યવસાય અને કારકિર્દીમાં જરૂર પ્રમાણેની સફળતા મળી શકે છે.

બીજી તરફ, શનિદેવ તમારા દસમા ઘરના પણ સ્વામી છે, તેથી આ સમયે તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ મેળવી શકો છો. નવી નોકરીની ઓફર આવી શકે છે. સ્થાનાંતરણની પણ શક્યતાઓ છે. વળી, તમે વ્યવસાયિક મુસાફરીથી પૈસા કમાવવામાં સફળ થશો. રોકાણ માટે સમય યોગ્ય છે. આ સાથે જ તમને કોઈ જૂની બીમારીથી મુક્તિ મળશે. જો કે, અહીં એ જોવાનું રહેશે કે તમારી કુંડળીમાં શનિદેવ કઈ સ્થિતિમાં બિરાજમાન છે.

વૃષભ રાશિ : તમારી ગોચર કુંડળીમાં શનિદેવ દસમા ભાવમાં ગોચર કરી રહ્યા છે. જેને કાર્યક્ષેત્ર અને નોકરીનું સ્થાન કહેવામાં આવે છે. તેથી, આ સમયે તમે વ્યવસાયમાં સારી કમાણી કરી શકો છો. કરિયરમાં તમને સફળતા મળી શકે છે. કાર્યસ્થળમાં તમને માન-સન્માન મળશે. વેપારમાં નવા વિચારો સાથે તમને સફળતા મળશે. વળી, કાર્યસ્થળ પર વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે.

તેમજ શનિ ગ્રહ તમારા નવમા ઘરનો સ્વામી છે. તેથી આ સમયે તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે. આ સાથે અટકેલા કામ પણ થશે. વૃષભ રાશિ ઉપર શુક્રનું સ્વામિત્વ છે અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિદેવ અને શુક્રદેવ વચ્ચે મિત્રતાની ભાવના છે. તેથી શનિનું ગોચર તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.

ધનુ રાશિ : 29 એપ્રિલે શનિદેવનું ગોચર થતાં જ તમને સાડાસાતીથી મુક્તિ મળી ગઈ છે. તેથી તમારી પ્રગતિના નવા રસ્તા ખુલશે. વળી શનિદેવ તમારા ત્રીજા ઘર એટલે કે પરાક્રમ ગૃહમાં ગોચર કરી ચૂક્યા છે. તેથી, આ સમય દરમિયાન તમારી શક્તિ અને હિંમત વધશે. તેની સાથે જ તમને કાર્યસ્થળમાં માન-સન્માન પણ મળશે. વળી, તમે કોઈપણ જૂના રોગથી મુક્તિ મેળવી શકો છો.

જો તમે શનિ સંબંધિત વેપાર (લોખંડ, તેલ) કરો છો અથવા કરવા માંગો છો, તો આ સમય તમારા માટે અદ્ભુત રહેવાનો છે. સાથે જ તમારા અટકેલા કામ પણ આ સમય દરમિયાન પૂરા થશે. આ સમયે તમને ભાઈ-બહેનોનો પણ પૂરો સહયોગ મળશે. જો કે, અહીં એ વિશ્લેષણ કરવું જરૂરી છે કે તમારી કુંડળીમાં શનિદેવ કયા ઘરમાં અને કઈ સ્થિતિમાં બિરાજમાન છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.