X-RAY શોધાયું તે પહેલાથી આ મંદિરની દીવાલો પર ગર્ભાવસ્થામાં રહેલા શિશુની પ્રતિમાઓ છે, જાણીને ચોંકી જશો.

0
1342

આ ગર્ભાવસ્થામાં શિશુની પ્રતિમાઓ “કુંદદમ વાદક્કુનાથ સ્વામી મંદિર” ની દિવાલો પર કંડારેલી છે.

કલ્પના કરો X-RAY ની શોધના હજાર વર્ષ પહેલાં એ સમયનાં લોકોને આ જાણકારી કેવી રીતે મળી હશે?

જવાબ માટે કોઈ શબ્દો જ નથી મળતાં.

મંદિરની બીજી દિવાલો પર પણ ગર્ભસ્થ શિશુની દરેક મહીનાની અવસ્થા દીવાલ પર કંડારેલી છે. સનાતન હીંદુ ધર્મ આ પૃથ્વી પર સૌથી પ્રાચીન ધર્મ લોકોને વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક દિશા બનાવનારો ધર્મ હતો.

સનાતન ધર્મે વિશ્વને વિજ્ઞાન આપ્યું.

જીવન જીવવાની દષ્ટિ આપી.

જીવન જીવવાની કળા આપી.

સાહિત્ય અને સંસ્કૃતિ આપી.

વિજ્ઞાન અને વિમાન શાસ્ત્ર આપ્યું.

ચિકિત્સા શાસ્ત્ર આપ્યું.

અર્થશાસ્ત્ર, વ્યાકરણ અને દર્શનશાસ્ત્ર આપ્યું.

સનાતન હીંદુ ધર્મ કરોડો વર્ષથી વિજ્ઞાનના અનુસંધાન સાથે ચાલ્યો આવે છે. આપણા ઋષિ મુનિઓએ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો.

આપણા ઋષિ મુનિઓએ તપ કરીને પોતાના હાડકાં ગાળીને વિશ્વને વિજ્ઞાનના દર્શન કરાવ્યાં છે. આ વિશ્વ કયારેય આ ઋષિ મુનિઓનું {એક જાતના વૈજ્ઞાનિકો જ ગણી લો} કયારેક ઋણ નહીં ચુકવી શકે.

કુંદદમ વાદક્કુનાથ સ્વામી મંદિર કોઈમ્બતુર થી ૮૦ કિલોમીટર દૂર આવેલું છે.

ન માની શકાય એવી અકલ્પનીય વાત છે. પરંતુ વિશ્વાસ ન આવતો હોય અને વધારે આ મંદિર વિશે માહિતી જોઈતી હોય તો ગૂગલ પર સર્ચ કરીને માહિતી મેળવી શકાય છે.

kundadam vadakkunath swami temple.

– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)