કુરુક્ષેત્રમાં 18 દિવસ સુધી ચાલ્યું હતું મહાભારતનું યુદ્ધ, જાણો કયા દિવસે શું થયું હતું?

0
802

18 દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં દરેક દિવસનું છે અલગ જ મહત્વ, જાણો દરેક દિવસની વિગતવાર જાણકારી. મહાભારતનું યુદ્ધ સતત 18 દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધમાં કૌરવ અને પાંડવો તરફથી અલગ અલગ દેશોના રજાઓએ પણ ભાગ લીધો હતો. અબજો લોકો આ યુદ્ધમાં માર્યા ગયા, જે તે સમયની ઘણી મોટી વસ્તી હતી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે 18 દિવસ સુધી ચાલનારા આ યુદ્ધમાં ક્યા દિવસે શું ઘટનાક્રમ બન્યો.

પહેલો દિવસ : યુદ્ધના પહેલા દિવસે પાંડવ પક્ષને મોટું નુકશાન થયું હતું. વિરાટ નરેશના પુત્ર ઉત્તર અને શ્વેતને અને શલ્યને ભીમે મારી નાખ્યા હતા. ભીષ્મે પાંડવોના ઘણા સૈનિકોનો વધ કરી દીધો હતો. તે દિવસે કૌરવો માટે ઉત્સાહ વધારનારો અને પાંડવો માટે નિરાશા જનક હતો.

બીજો દિવસ : બીજો દિવસ પાંડવોને વધુ નુકશાન ન થયું. દ્રોણાચાર્યએ ધૃતદયુમ્નને ઘણી વખત હરાવ્યો. ભીષ્મે અર્જુન અને શ્રીકૃષ્ણને ઘણી વખત ઘાયલ કર્યા. ભીમે હજારો કલિંગ અને નિષાદ મારી નાખ્યા. અર્જુને ભીષ્મને રોકી રાખ્યા.

ત્રીજો દિવસ : ત્રીજા દિવસે ભીમે ઘટોત્કચ સાથે મળીને દુર્યોધનની સેનાને યુદ્ધ માંથી ભગાડી દીધી. ત્યાર પછી ભીષ્મ ભીષણ સંહાર મચાવ્યો ગયો. શ્રીકૃષ્ણએ અર્જુનને ભીષ્મનો વધ કરવાનું કહ્યું, પરંતુ અર્જુન ઉત્સાહથી યુદ્ધ ન કરી શક્યા, જેના કારણે શ્રીકૃષ્ણ સ્વયં જ ભીષ્મને મારવા દોડી પડ્યા. ત્યારે અર્જુને તેમને વિશ્વાસ અપાવ્યો કે તે પુરા ઉત્સાહથી યુદ્ધ લડશે.

ચોથો દિવસ : આ દિવસ કૌરવ અર્જુનને રોકી ન શક્યા. ભીમે કૌરવ સેનામાં હાહાકાર મચાવી દીધો. દુર્યોધને પોતાની ગજસેના ભીમને મારવા માટે મોકલી, પરંતુ ઘટોત્કચ સાથે મળીને ભીમે તે બધાને મારી નાખ્યા. ભીષ્મ સાથે અર્જુન અને ભીમનું ભયંકર યુદ્ધ થયું.

પાંચમો દિવસ : યુદ્ધના પાંચમાં દિવસે ભીષ્મે પાંડવ સેનામાં ખળભળાટ મચાવી દીધો. ભીષ્મને રોકવા માટે અર્જુન અને ભીમે તેમની સાથે યુદ્ધ કર્યું. ભીષ્મે સાત્યકીને યુદ્ધ માંથી ભાગવા માટે મજબુર કરી દીધા.

છઠ્ઠો દિવસ : આ દિવસે પણ બંને પક્ષો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દુર્યોધન ગુસ્સે થતો રહ્યો, પરંતુ ભીષ્મ તેને આશ્વાસન આપતા રહ્યા અને પાંચાલ સેનાનો સંહાર કરી દીધો.

સાતમો દિવસ : સાતમાં દિવસે અર્જુન કૌરવ સેના ઉપર ભારે થઇ પડી ગયો. ઘુષ્ટદયુમ્નએ દુર્યોધનને યુદ્ધમાં હરાવી દીધો. દિવસના અંતમાં ભીષ્મ પાંડવ સેના ઉપર ભારે પડી ગયા.

આઠમો દિવસ : આઠમાં દિવસે ભીમે ધૃતરાષ્ટ્રના આઠમાં પુત્રનો વધ કરી દીધો. રાક્ષસ અમ્બલુશે અર્જુનના પુત્ર ઈરાવાનનો વધ કરી દીધો. ભીષ્મની આજ્ઞાથી ભદત્તે ઘટોત્કચ, ભીષ્મ, યુધીષ્ઠીર અને બીજા પાંડવ સૈનિકોને પાછા ધકેલી દીધા. દિવસના અંત સુધી ભીમે ધૃતરાષ્ટ્રના નવ બીજા પુત્રોના વધ કરી દીધા.

નવમો દિવસ : નવમાં દિવસે યુદ્ધમાં ભીષ્મને રોકવા માટે શ્રીકૃષ્ણએ તેની પ્રતિજ્ઞા તોડવી પડે છે અને તે શસ્ત્ર ઉપાડી લે છે. તે દિવસે ભીષ્મ પાંડવોની સેનાનો મોટોભાગ સમાપ્ત કરી દે છે.

દસમો દિવસ : આ દિવસે પાંડવ શ્રીકૃષ્ણના કહેવાથી ભીષ્મ પાસે તેના મૃત્યુનો ઉપાય પૂછે છે. ભીષ્મે જણાવેલા ઉપાય મુજબ અર્જુન શિખંડીને આગળ કરીને ભીષ્મ ઉપર પ્રહાર કરે છે. અર્જુનના બાણોથી ભીષ્મ બાણોની શય્યા ઉપર સુઈ જાય છે.

અગ્યારમો દિવસ : અગ્યારમાં દિવસે કર્ણ યુદ્ધમાં આવે છે. કર્ણના કહેવાથી દ્રોણાચાર્યને સેનાપતિ બનાવવામાં આવે છે. દ્રોણાચાર્ય યુધીષ્ઠીરને બંદી બનાવવાનું આયોજન કરે છે, પરંતુ અર્જુન તેને પૂરું થવા દેતા નથી. કર્ણ પણ પાંડવ સેનાનો ઘણો સંહાર કરે છે.

બારમો દિવસ : યુધીષ્ઠીરને બંદી બનાવવા માટે શકુની અને દુર્યોધન અર્જુનને યુધિષ્ઠિરથી ઘણે દુર મોકલવામાં સફળ થઇ જાય છે, પરંતુ અર્જુન સમયસર પહોચીને યુધીષ્ઠીરને બંદી બનાવવાથી બચાવી લે છે.

તેરમો દિવસ : આ દિવસે અર્જુન ભગદત્તનો વધ કરી દે છે. દ્રોણાચાર્ય યુધીષ્ઠીર માટે ચક્રવ્યૂહ રચે છે. આ ચક્રવ્યૂહમાં ફસાઈને અભિમન્યુ મરી જાય છે. પુત્ર અભિમન્યુનો અન્યાય પૂર્ણ રીતે વધ થતો જોઈને અર્જુન બીજા દિવસે જયદ્રથ વધ કરવાની પ્રતિજ્ઞા લઇ લે છે અને એવું ન કરી શકે તો અગ્નિ સમાધી લેવાનું કહી દે છે.

ચૌદમો દિવસ : અર્જુનની અગ્નિ સમાધી વાળી વાત સાંભળીને કૌરવ જયદ્રથને બચાવવાનું આયોજન બનાવે છે. દ્રોણ જયદ્રથને બચાવવા માટે તેને સેનાની પાછળના ભાગમાં છુપાવી દે છે, પરંતુ શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવેલા સુર્યાસ્થને કારણે જયદ્રથ બહાર આવી જાય છે અને અર્જુન તેનો વધ કરી દે છે. તે દિવસે દ્રોણ દ્રુપદ અને વિરાટને મારી દે છે.

પંદરમો દિવસ : તે દિવસે પાંડવ કપટથી દ્રોણાચાર્યનો વધ કરી દે છે.

સોળમો દિવસ : આ દિવસે કર્ણને કૌરવ સેનાપતિ બનાવવામાં આવે છે. તે પાંડવ સેનાનો ભયંકર સંહાર કરે છે. કર્ણ નકુલ-સહદેવને હરાવી દે છે, પરંતુ કુંતીને આપેલા વચનને કારણે તેને મારતા નથી. ભીમ દુઃશાસનનો વધ કરી દે છે અને તેની છાતીનું લોહી પીવે છે.

સત્તરમો દિવસ : આ દિવસ કર્ણ ભીમ અને યુધીષ્ઠીરને હરાવી દે છે. અર્જુન સાથે યુદ્ધ કરતી વખતે કર્ણના રથનું પૈડું જમીનમાં ઘુસી જાય છે. ત્યારે કર્ણ પૈડાને કાઢવા માટે નીચે ઉતરે છે, તે સ્થતિમાં અર્જુન કર્ણનો વધ કરી દે છે. પછી રાજા શલ્યને કૌરવ સેનાના પ્રધાન બનાવવામાં આવે છે. યુદ્ધમાં રાજા શલ્ય યુધીષ્ઠીરના હાથે મારવામાં આવે છે.

અઢારમો દિવસ : આ દીવસે ભીમ દુર્યોધનના બાકી રહેલા તમામ ભાઈઓને મારી નાખે છે. સહદેવ શકુનીને મારી નાખે છે. પોતાની હાર માનીને દુર્યોધન એક તળાવમાં છુપાઈ જાય છે, પરંતુ પાંડવો દ્વારા પડકાર ફેંકવાથી તે ભીમ સાથે ગદ્દા યુદ્ધ કરે છે. ત્યારે ભીમ કપટથી દુર્યોધનની જાંઘ ઉપર પ્રહાર કરે છે, તેનાથી દુર્યોધનનું મૃત્યુ થઇ જાય છે. આ રીતે પાંડવો વિજય મેળવે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.