“ક્યાં ક્યાં છે વનમાળી” વાંચો આ અદ્દભુત કવિતા જે તમને કૃષ્ણ ભક્તિના રંગે રંગી દેશે.

0
433

ક્યાંક વાંસળી, ક્યાંક મયુર પીંછ, ક્યાંક કામળી કાળી.

ક્યાંક મથુરા, ક્યાંક દ્વારિકા, ક્યાં ક્યાં છે વનમાળી..

ક્યાંક ગોપી ની મટૂકી માંથી મહિડા માફક છલકે,

વનરાવન ની વિકટ વાટ માં પવન બની ને મલકે,

ક્યાંક બાવરી પૂનમ રાત ની ગોપીકા ની તાળી,

ક્યાં ક્યાં છે વનમાળી…

કાલી ન્દિ ના જળ માહી દડો બનીને નીકળે,

ક્યાંક હંસ ની છાતી માંથી રુ ધિર બની ને નિંગળે,

ક્યાંક ધૂળ તો ક્યાંક મૂળ તો ક્યાંક કદંબ ની ડાળી,

ક્યાં ક્યાં છે વનમાળી !!

– વિનોદ ગાંધી

(સાભાર સતીશ પટેલ, અમર કથાઓ ગ્રુપ)