‘ક્યાંથી આવે રાઘવ’ – આ કવિતા કળિયુગી માનવીને સુધરવા માટે પ્રેરિત કરે એવી છે, એકવાર જરૂર વાંચજો.

0
347

ક્યાંથી આવે રાઘવ (- સતિષ પટેલ)

માનવતા ને નેવે મૂકી,

માનવ બન્યો છે આજે દાનવ..

હવે તમેજ કહો , ક્યાંથી આવે રાઘવ..!

જીવન ઘડતર કરનારી માતા હવે જૂજ રહી છે,

એમાં ક્યાંથી મળે કૌશલ્યા નો પાલવ…

હવે તમેજ કહો , ક્યાંથી આવે રાઘવ..!

ભાઈ ભાઈ વચ્ચે નો પ્રેમ ઘટતો જાય છે આ યુગ માં,

એમાં ક્યાંથી મળે ભરત જેવો બાંધવ…

હવે તમે જ કહો, ક્યાંથી આવે રાઘવ…!

રાવણ પર વિજય મેળવ્યો શ્રી રામે,

હવે સર્વત્ર જોવા મળે છે રાક્ષસી તાંડવ..

હવે તમેજ કહો, ક્યાંથી આવે રાઘવ…!

“સતિષ” હવે રહી નથી પ્રિત મીરાની, ભક્તિ નરસૈંયા ની

તો ક્યાંથી મળે હવે માધવ..

હવે તમેજ કહો , ક્યાંથી આવે રાઘવ….!

– સતિષ પટેલ (અમર કથાઓ ગ્રુપ)