ક્યાંથી આવ્યો ચિતારો
ચૌદ ભુવનને ચીતરી બેઠો ચિતર ચીતરનારો
કલ્પનાનો કાગળ લીધો સંકલ્પનો સહારો
શિવ થઈને જીવ ને અંગડે માયાના રંગે રમનારો
ચાંદો ચિતર્યો સૂરજ ચિતર્યો આભ નો નથી કંઈ આરો
આ ચીતરમાં એકે થાંભલો નથી તોયે માંડવો ઊભો છે નોધારો
ગણ્યા ગણાય નહિ માપ્યા મપાય નહિ એ કળાનો કામણગારો
મારા તારા ભેદ ના પડદા મૂકી ને હસનારો
આવા ચિતર તો ચિતરી હાથે ભૂંસી નાખ્યાં છે હજારો
પીંછી લઈને પાછો ચિતરે અનેક લઈ અવતારો
રામ બનીને કોક દિ આવે કોક દિ બંસી બજાવનારો
ઓળખવો હોય તો એને ઓળખી લેજો ચિત્તમાં બેઠો છે ચિતારો.
– સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)