લગભગ તમને ખબર નહિ હોય કે કોણ હતો રામાયણનો સૌથી મોટો યોદ્ધા

0
448

રામ-લક્ષ્મણ કે રાવણ નહિ પણ આ હતો રામાયણનો સૌથી મોટો યોદ્ધા. આપણે મહાભારતના હીરો અને વિલનો વિષે વિષે તો સાંભળ્યું હશે, પરંતુ આ બંને વચ્ચે પણ ઘણા લોકો હોય છે. જે તેની વફાદારી અને પોતાના માટે નિષ્ઠાને કારણે વિલન બની જાય છે. એવું જ એક પાત્ર રામાયણમાં હતું. જેને આપણે મેઘનાથ કે ઇન્દ્રજીતના નામથી ઓળખીએ છે.

રાવણની ઈચ્છા હતી એક સપુત : આપણે બધા જાણીએ છીએ કે રાવણ જેટલો શક્તિશાળી હતો, એટલો જ જ્ઞાની પણ. તેને એક પુત્રની ઈચ્છા હતી, જે દુનિયાનો સૌથી સારો પુત્ર સાબિત થાય. તેને તેના જ્ઞાનથી બધા ગ્રહોને એવા સ્થાન ઉપર બેસાડ્યા, જેનાથી તેને એક સપુત્રની પ્રાપ્તિ થાય અને તે શક્તિ અને એશ્વર્યમાં શ્રેષ્ઠ હોય. રાવણની ઈચ્છા પૂરી થઇ અને મેઘનાથ પેદા થયો.

મેઘનાન નામ કેમ પડ્યું : જયારે રાવણનો પુત્ર પેદા થયો, તો તેના રડવાનો અવાજ વીજળી કડકવા જેવો હતો. તે અવાજને કારણે જ રાવણે તેના દીકરાનુ નામ મેઘનાથ રાખ્યું. જેનો અર્થ થાય છે. વીજળી.

શુક્રાચાર્યએ શીખવી યુદ્ધ વિદ્યા : રાક્ષસના ગુરુ મેઘનાથની અંદરનો યોદ્ધો ઓળખ્યો અને તેને યુદ્ધના ગુણ શીખવ્યા. તેને ઘણા દેવઆસ્ત્રોનું પણ જ્ઞાન આપ્યું, જેથી તે વધુ બળવાન બની શકે.

સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો : રાક્ષસ અને દેવો વચ્ચે હંમેશા યુદ્ધ થતું રહેતું હતું. એક વખત આ યુદ્ધમાં રાવણ અને તેના પુત્ર મેઘનાથે પણ ભાગ લીધો. મેઘનાથે એકલા જ ઇન્દ્રને પરાજિત કરી, તેને તેના બંધક બનાવી લીધા. બ્રહ્માજીને જયારે આ વાતની ખબર પડી, તો તે આવ્યા અને ઇન્દ્રને છોડાવવાને બદલે મેઘનાથને એક વરદાન આપવાની વાત કરી.

બ્રહ્માનું વરદાન : ઇન્દ્રને છોડવાના બદલામાં મેઘનાથે બ્રહ્મા પાસે અમરતાનું વરદાન માગ્યું. બ્રહ્માએ અમરતાનું વરદાન આપવાની ના કહી દીધી, પરંતુ તેને વરદાન આપ્યું કે કોઈ પણ યુદ્ધમાં મેઘનાથને કોઈ હરાવી નહિ શકે. પરંતુ તેની ઉપર પણ એક શરત મૂકી કે તે યુદ્ધ પહેલા તેને તેના પર્થયાંગીરા દેવી માટે યજ્ઞ કરવો પડશે. સાથે જ બ્રહ્માએ મેઘનાથને ઇન્દ્રજીત નામ પણ આપ્યું.

રામાયણ યુદ્ધ : રામાયણ યુદ્ધમાં રાવણની હાર અને કુંભકર્ણનું મૃત્યુ પછી ઇન્દ્રજીત યુદ્ધ માટે ગયા. જ્યાં તેમણે ધમાસાણ મચાવી દીધું. ભગવાન રામની સેના તેના ડરથી ભાગવા લાગી.

હનુમાનને પણ હરાવ્યા : ધરતી ઉપર સૌથી શક્તિશાળીને પણ ઇન્દ્ર્જીતે તેના દેવઅસ્ત્રો દ્વારા હરાવ્યા હતા.

ઇન્દ્રજીતના હાથે હરિ ગયા હતા રામ : ઇન્દ્ર્જીતે ભગવાન રામને પણ યુદ્ધમાં હરાવી દીધા હતા. તેણે તેની માયાવી શક્તિ નાગપાશથી તેમને બેભાન કરી દીધા હતા. જયારે ભગવાનને મારવા માટે ઇન્દ્ર્જીતે હથીયાર ઉપાડ્યું, તે સમયે હનુમાન ભગવાનને લઈને ગુમ થઇ ગયા.

લક્ષ્મણને બે વખત હરાવ્યા : ઇન્દ્રજીતે તેની માયાવી શક્તિઓને સહારે લક્ષ્મણને યુદ્ધમાં બે વખત હરાવ્યા. બીજી વખત તો લક્ષ્મણ મૃત્યુ નજીક પહોચી ગયા હતા, અને તેને બચાવવા માટે હનુમાન સંજીવની લઇને આવ્યા હતા.

રામની આખી સેના ઉપર એકલા જ ભારે પડતા હતા ઇન્દ્રજીત : ભગવાન રામની સેનાને એકલા હરાવવાની શક્તિ હતી ઇન્દ્રજીત પાસે. પરંતુ જયારે તેણે યુદ્ધના બીજા દિવસે લક્ષ્મણને જીવતા જોયા, તો તે રાવણ પાસે ગયા અને તેના પિતાને સીતા પાછી આપી દેવાનો આગ્રહ કર્યો. તેણે રાવણને સમજાવ્યો કે તે કોઈ સામાન્ય માનવ નથી, જો તે લોકો આ યુદ્ધ લડશે, તો રાવણની હાર નિશ્ચિત છે.

રાવણે કરી મનાઈ : રાવણે ઇન્દ્રજીતની સલાહનો અસ્વીકાર કર્યો, રાવણે કહ્યું કે તે યુદ્ધને જીતવા માટે યજ્ઞ કરે અને રામ અને લક્ષ્મણને હરાવે, તે એક પિતાનો તેના પુત્ર માટે આદેશ છે.

રામે જાણી ઇન્દ્રજીતને હરાવવાની તરકીબ : રામના સાથી અને રાવણના ભાઈ વિભીષણે ઇન્દ્રજીતની નબળાઈ જણાવી. તેમણે જણાવ્યું કે જયારે ઇન્દ્રજીત યજ્ઞમાં હશે, ત્યારે તેની પાસે કોઈ હથીયાર નહિ હોય અને તેને હરાવી શકાશે. પરંતુ આ ચાલ પણ કામ ન લાગી અને ઇન્દ્રજીત હુમલાથી બચી નીકળવામાં સફળ રહ્યા.

ઇન્દ્રજીતની હાર : ઇન્દ્રજીત એક વાત સમજી ગયા હતા કે તેના પિતા ક્યારે પણ સીતાને પાછી નહિ સોપે. સાથે જ રામ અને લક્ષ્મણ કોઈ સામાન્ય માણસ નથી. બીજા દિવસે ઇન્દ્રજીતને લક્ષ્મણે મારી નાખ્યા.

રામાયણના સૌથી મોટા યોદ્ધા : ઇન્દ્રજીત દુનિયામાં એક માત્ર એવો વ્યક્તિ હતો જેની પાસે બ્રહ્માસ્ત્ર, પશુપશાસ્ત્ર અને વિષ્ણવાસ્ત્ર હતા. જો ઇન્દ્રજીત આ ત્રણેનો ઉપયોગ યુદ્ધમાં કર્યો હોત તો કદાચ આપણો ઈતિહાસ કાંઈક અલગ હોત. ઇન્દ્રજીત આ યુદ્ધનો સૌથી મોટો યોદ્ધો હતો. તેણે રાવણને પણ સમજાવ્યો પરંતુ તેના ન માનવાથી પણ તેના પિતાનો સાથ ન છોડ્યો. તેને ખબર હતી કે આ યુદ્ધને જીતવું અશક્ય છે અને તેનું મૃત્યુ નક્કી. પરંતુ તે એક મહાન યોદ્ધાની જેમ યુદ્ધમાં લડ્યા અને વીરગતિને પ્રાપ્ત થયા.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.