લગ્ન માટે વસંત પંચમી કેમ હોય છે શુભ, જાણો કોણ કરી શકે છે આ દિવસે લગ્ન.

0
396

વસંત પંચમીનો ભગવાન શિવ અને પાર્વતી સાથે શું સંબંધ છે, જાણો આ દિવસે કયા કામ કરવા શુભ હોય છે.

વસંત પંચમીથી વસંત ઋતુનું આગમન થઇ જાય છે. આ વર્ષે વસંત પંચમી 5 ફેબ્રુઆરીએ આવવાની છે. આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતીની આરાધના કરવાની સાથે સાથે કામદેવની પણ પૂજા થાય છે. તે ઉપરાંત વસંત પંચમીનો દિવસ લગ્ન માટે શુભ હોય છે. માન્યતા છે કે આ દિવસે લગ્ન માટે અબૂઝ મુહુર્ત હોય છે. આવો જાણીએ કે વસંત પંચમીનો દિવસ લગ્ન માટે કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વસંત પંચમીના દિવસે કેમ હોય છે લગ્ન માટે અબૂઝ મુહુર્ત? જ્યોતિષ શાસ્ત્ર મુજબ વસંત પંચમી પર આખો દિવસ દોષરહિત શ્રેષ્ઠ યોગ રહે છે. તે ઉપરાંત આ દિવસે રવિ યોગનો પણ શુભ સંયોગ બને છે. શાસ્ત્રો મુજબ વસંત પંચમીના દિવસે જ ભગવાન શિવ અને પાર્વતીનો તીલકોત્સવ થયો હતો. એ દ્રષ્ટિએ પણ લગ્ન માટે વસંત પંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે.

વસંત પંચમીના દિવસે કોણ કરી શકે છે લગ્ન?

વસંત પંચમીના દિવસે એવા લોકો લગ્ન કરી શકે છે જેમના લગ્ન થવામાં હંમેશા અડચણો ઉભી થતી રહેતી હોય છે.

લગ્ન માટે વર અને વહુ પક્ષ રાજી હોય પણ તેમની કુંડળીના ગુણનો મેળાપ ન થઇ શકયો હોય.

લગ્ન માટે બધું નક્કી હોય પણ તેના માટે શુભ મુહુર્ત ન નીકળતા હોય તેવા સમયે વસંત પંચમીના દિવસે લગ્ન કરી શકે છો.

જે લોકો તરત લગ્ન કરવા માંગે છે તેમના માટે વસંત પંચમીનો દિવસ સર્વશ્રેષ્ઠ હોય છે.

વસંત પંચમી ઉપર બીજું શું કરવું શુભ હોય છે? આમ તો વસંત પંચમી ઉપર વિદ્યા અને બુદ્ધીની દેવી સરસ્વતી અને સાથે સાથે કામદેવની પૂજા થાય છે. સાથે જ વસંત પંચમીનો દિવસ લગ્ન માટે પણ અબૂઝ મુહુર્ત માનવામાં આવે છે. તે ઉપરાંત વસંત પંચમીના દિવસે ગૃહ પ્રવેશ, નવી નોકરીની શરુઆત, કોઈ નવા કામની શરુઆત, ભૂમિ પૂજન, મુંડન વગેરે શુભ કાર્ય કરી શકાય છે.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે, અમે તેની કોઈ પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.